
Swami Gyanprakash: સ્વામિનારાયણના સ્વામીઓ હવે વિવાદસ્પદ નિવેદનો આપવા ટેવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર સ્વામીઓ વિવાદસ્પદ નિવેદનબાજી કરી માફી માગી લેતાં હોય છે. ત્યારે હવે વડતાલ સ્વામિનારયણ સંપ્રદાયના એક સ્વામીએ જલારામ બાપા અંગે ખોટી ટીપ્પણી કરી ફસાઈ ગયા છે. જો કે તેમણે ફટાફટ માફી પણ માગી લીધી છે. જેથી અવું લાગે છે કે સ્વામિઓ સળગતાંમાં ઘી નાખવાનું કામ કરે છે.
સ્વામીએ માફી માગવી પડી!
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ વિવાદમાં સપડાયા બાદ માફી માગી લીધી છે. સુરતના અમરોલી ખાતેની એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે આપેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે જલારામના ભક્તોમાં ભારે રોષ વ્યાપ્યો છે. વિવાદિત વીડિયો ડિલીટ કરી દીધો છે.
‘આ વખતે માફી નહીં ચાલે’
જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદન સામે રઘુવંશી સમાજના અગ્રણી કાશ્મીરાબેન નથવાણીએ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ બફાટ કરે અને માફી માંગી લે છે, આ વખતે અમે માફી ચલાવી લેશું નહીં, તેમણે કહ્યું આ પ્રકારના સ્વામી વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. કડક કાર્યવાહી નહીં થાય તો આ સ્વામીઓ ફરી વિવાદ કરશે.
આ પણ વાંચોઃ Anand: સરકારે સ્વામિનારાયણ ગુરુકુળ માટે જમીન બારોબાર આપી દેતાં અમિત ચાવડાએ શું કહ્યું?
સ્વામીએ જાલારામ બાપા અંગે શું કહ્યું?
સત્સંગમાં કહ્યું હતું કે, જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે.”ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતાં,” તેમ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું હતુ કે, “જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માગ્યા હતા કે ‘સ્વામી, મારું એક માત્ર લક્ષ્ય કે ઇચ્છા છે કે અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે, તેને પ્રસાદ મળે.’”
તેમણે કહ્યું, “જલા ભગતે ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા… ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા કે તમારો ભંડાર કાયમ માટે ભર્યો રહેશે.” નોંધનીય છે કે, આ નિવેદનથી જલારામ બાપાના ભક્તોને આઘાત લાગતાં રોષે ભરાયા છે.
આ પણ વાંચોઃ કુખ્યાત બૂટલેગર સાથે ચૈતર વસાવાએ ડાન્સ કર્યાનો દાવો! વીડિયો અંગે ચૈતરે શું આપ્યો જવાબ? |Chaitar Vasava Video
કોણ છે જલારામ બાપા?
ગુજરાતના વીરપુરમાં 1799માં જન્મેલા જલારામ બાપાએ પોતાનું જીવન અન્યોના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું, જેમાં દયા અને નમ્રતાનો સમાવેશ થાય છે. સાધારણ પૃષ્ઠભૂમિમાંથી આવતા, તેમણે તેમની સામાજિક અથવા ધાર્મિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના ગરીબો, યાત્રાળુઓ અને જરૂરિયાતમંદ કોઈપણની સેવા કરવા માટે પોતાને સમર્પિત કર્યા. તેઓ ખાસ કરીને સદાવ્રત દ્વારા તેમના અવિરત આતિથ્ય માટે જાણીતા છે, એક મફત ભોજન સેવા જે તેમના નામે ચાલુ રહે છે, કોઈપણ પ્રકારના ભેદભાવ વિના બધાને ભોજન પૂરું પાડે છે.
જલારામ બાપાનું જીવન ભક્તિના કાર્યો અને અદ્ભુત ચમત્કારો દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યું હતું, જેમ કે દૈવી અનાજની થેલીનો દેખાવ જે ક્યારેય ખાલી થતી ન હતી, જે તેમને અવિરતપણે ખોરાક પૂરો પાડવા સક્ષમ બનાવે છે. તેમનું જીવન લોકોને દયા, દાન અને ભગવાન પ્રત્યેની અતૂટ ભક્તિ સાથે જીવવા માટે પ્રેરણા આપે છે.
આ પણ વાંચોઃ મોદી સાહેબની ફોટોગ્રાફી સારી નથી!? એમણે પાડેલાં ફોટોગ્રાફ્સ ક્યાં છે? |PM modi photography