ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાનો કંગાળ દેખાવ યથાવત; પ્રથમ ઇનિંગમાં 185 રને ઓલ આઉટ

  • Sports
  • January 3, 2025
  • 0 Comments

ઓસ્ટ્રેલિયા (Australia) સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયા (Team India)નો કંગાળ દેખાવ ચિંતાનો વિષય બન્યો છે. પ્રથમ દિવસે જ ટીમ ઇન્ડિયા પેવેલિયન ભેગી થઈ ગઈ છે. તો મેચના અંતિમ સેશનમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ બેટિંગ કરવા પણ ઉતરી ગયા છે. ઓસ્ટ્રેલિયન બોલરો સામે ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો એક દિવસ પણ ટકી શક્યા નહીં અને 185 રનમાં તંબૂ ભેગા થઈ ગયા છે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટની પહેલી ઇનિંગમાં ટીમ ઇન્ડિયા પ્રથમ દિવસે જ 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. અંતિમ સેશનમાં ઓસ્ટ્રેલિયા તરફથી પહેલી ઇનિંગ માટે સેમ કોન્સ્ટાસ અને ઉસ્માન ખ્વાજા ક્રિઝ પર છે.

પૂછડિયા ખેલાડીઓએ સ્કોર પહોંચ્યાડ્યો 185

ટીમ ઈન્ડિયા તરફથી રિષભ પંતે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજા 26 રન બનાવીને આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહે 22 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 20 રન અને વિરાટ કોહલીએ 17 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે 4 વિકેટ લીધી હતી. મિચેલ સ્ટાર્કને 3 વિકેટ મળી હતી. પેટ કમિન્સને 2 વિકેટ મળી હતી. એક વિકેટ નાથન લાયનના ખાતામાં આવી હતી.

આજે મેચનો પ્રથમ દિવસ છે. ભારતે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રોહિત શર્માની જગ્યાએ જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી રહ્યો છે. રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે આકાશ દીપ ઈજાના કારણે આ મેચ રમી રહ્યો નથી. શુભમન ગિલ પરત ફર્યો છે, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્નાને તક મળી છે.

મેલબોર્ન ટેસ્ટ માટે બન્ને ટીમ
ભારત (IND): જસપ્રીત બુમરાહ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.

ઓસ્ટ્રેલિયા (AUS): પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટન્સ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યુ વેબસ્ટર, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ.

Related Posts

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા
  • August 6, 2025

ICC Awards: શુભમન ગિલે ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન બનતાની સાથે જ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. ગિલે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી પાંચ મેચની શ્રેણીમાં રનનો હાઈ રેકોર્ડ બનાવ્યો. તે પોતાના…

Continue reading
IND vs ENG: ટીમ ઇન્ડિયાએ હારેલી બાજીને પલટી, અંતિમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 6 રનથી હરાવ્યું
  • August 4, 2025

IND vs ENG: ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડની ટીમને 6 રનથી હરાવી અને આ રીતે શ્રેણી 2-2 થી બરાબર કરી. આમાં, ભારતીય ટીમે ઈંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો લક્ષ્યાંક આપ્યો, જેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

  • August 8, 2025
  • 13 views
UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો

  • August 8, 2025
  • 6 views
Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી  બચાવ્યો

Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

  • August 8, 2025
  • 16 views
Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

  • August 8, 2025
  • 19 views
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 10 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 6 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો