
- અમેરિકામાં મંદિરોમાં તોડફોડ- પીએમ મોદી અને હિન્દુ સમાજ વિરૂદ્ધ લખાયા આપત્તિજનક સૂત્રો
અમેરિકામાં હિન્દુઓના મંદિર પર હુમલની ઘટના સામે આવી છે. તે ઉપરાંત પીએેમ મોદી અને હિન્દુ સમાજ વિશે આપત્તિજનક સૂત્રો લખવામાં આવ્યા છે. આ વખતે દક્ષિણ કેલિફોર્નિયાના સૌથી મોટા હિન્દુ મંદિરોમાંથી એક સ્વામીનારાયણ મંદિરમાં તોડ-ફોડ કરીને તેમાં ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા.
કેલિફોર્નિયામાં કરાયો હુમલો
છેલ્લા કેટલાક મહિનામાં આ મંદિર પર હુમલાની બીજી ઘટના હતી. BAPS સ્વામિનારાયણ મંદિર મેનેજમેન્ટે આ હુમલાની પુષ્ટિ કરતાં કહ્યું કે હિન્દુ સમુદાયના લોકો વિરુદ્ધ નફરતનું પ્રદર્શન કરતાં કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં આવેલા અમારા મંદિરને નિશાન બનાવવામાં આવ્યું.
BAPS એ આ મામલે એક પોસ્ટ કરતાં કહ્યું કે આ વખતે ચિનો હિલ્સ કેલિફોર્નિયામાં વધુ એક મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું. અમે ચિનો હિલ્સ અને દક્ષિણ કેલિફોર્નિયામાં હિન્દુ સમુદાયના લોકો સામે નફરતને ક્યારેય પગભર નહીં થવા દઈએ. અમારી સંયુક્ત માનવતા અને આસ્થા સુનિશ્ચિત કરશે કે શાંતિ અને સદભાવ કાયમ રહે. જોકે હજુ સુધી આ મામલે પોલીસ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.
Breaking | The largest Hindu temple in California, @BAPS_PubAffairs temple in Chino Hills, was vandalized with profanities earlier today.
We ask @ChinoHills_PD, @FBI @FBIDirectorKash @DNIGabbard to investigate this latest in a string of anti-Hindu hate crimes on our sacred… pic.twitter.com/jT4Z0zCnIp
— Hindu American Foundation (@HinduAmerican) March 8, 2025
અમેરિકામાં હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન(CoHNA)એ પોતાના એક્સ ઉપર અમેરિકામાં મંદિર ઉપર થયેલી ઘટનાના ફોટો શેર કર્યા હતા. એક્સ ઉપર એક પોસ્ટ કરવામાં આવી હતી જેમાં વધુ એક મંદિરમાં તોડફોડની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોસ્ટમાં લખ્યું કે ચિનો હિલ્સમાં આવેલા મંદિરમાં આજે વહેલી સવારે અપશબ્દો સાથે તોડફોડ કરવામાં આવી હતી.
આ પોસ્ટમાં પીએમ મોદી વિશે પણ આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો સમસ્ત હિન્દુ સમાજ વિશે નફરતભર્યા નારાઓ લખવામાં આવ્યા છે.
આ હુમલા અંગે ખાલિસ્તાનીઓની લિંક તરફ ઈશારો કરતા હિન્દુ સંગઠને આગળ લખ્યું કે, ‘લોસ એન્જલસમાં કહેવાતા ખાલિસ્તાન જનમત સંગ્રહને હવે થોડા દિવસો જ બાકી છે ત્યારે આ ઘટના બની છે જે આશ્ચર્યજનક નથી.’ અમેરિકામાં તાજેતરના મહિનાઓમાં હિન્દુ મંદિરો પર હુમલાના બનાવોમાં વધારો થયો છે.
આ પણ વાંચો- ભગવાન બનવાની ફેક્ટરી ! શ્રીકૃષ્ણને ઈષ્ટદેવ ગણાવનારાઓ હવે તેમનાથી સર્વોપરિ બની ગયા