
ભરુચ જીલ્લાના વાગરાના પણીયાદરા ગામ નજીક અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈક સવાર બે યુવાનો ઘટના સ્થળે જ મોતને ભટ્યા છે. પોલીસે અકસ્માત સ્થળની તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વાગરા તાલુકાના પણીયાદરા ગામ નજીકથી બાઈક પર બે લોકો પસાર થઈ રહ્યા હતા.આ સમય દરમિયાન એક ડમ્પરના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા.જેમાં બંનેને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટના સ્થળે મોત થયા. ઘટનાની જાણ લોકોએ દહેજ પોલીસને કરતાં બંને લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે હાલ ગુનો નોંધી ટ્રક ચાલકની અટકાયત કરવા તપાસ હાથ ધરી છે.