
Pahalgam Terrorist Attack: આજે મંગળવારે (22 એપ્રિલ, 2025) જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામની ખીણમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરાયો છે. જેમાં 2ના મોત થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. આ ગોળીબાર પહેલગામના બાયસરન વિસ્તારોમાં થયો છે. સુરક્ષા દળો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં કેટલાક આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 2 થી 3 આતંકીઓએ પોલીસ વેશમાં હુમલો કર્યો છે. આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે. જેમાં બે લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા છે. પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને, સીઆરપીએફની વધારાની ઝડપી પ્રતિક્રિયા ટીમો સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. આ આતંકવાદી ઘટનામાં TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) સંગઠનનો હાથ હોવાની શક્યતા છે. પોલીસના જણાવ્યા અનુસાર પહેલગામની બાયસરન ખીણમાં ગોળીબારના અવાજો સંભળાયા હતા. બાયસરન ઘાસના મેદાનમાં ઘોડેસવારીનો આનંદ માણી રહેલા પ્રવાસીઓ પર હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો છે.
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હુમલાની નિંદા કરી છે.
આતંકવાદી હુમલા વિશે 12 મોટા મુદ્દાઓ
- પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 10 લોકો ઘાયલ, 2 લોકોના મોત
- બાર્સન વેલીમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો
- ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા
- આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ
- ડીજીપી અને આઈજી ઘટનાસ્થળે જવા રવાના
- સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના પ્રવાસીઓ પર હુમલો થયો
- આતંકવાદી હુમલા બાદ ત્યાં હાજર પ્રવાસીઓ સુરક્ષિત સ્થળોએ લઈ જવાયા
- આતંકીઓએ ઓળખ છૂપાવવા પોલીસ ડ્રેસમાં હુમલો કર્યો
- આતંકવાદી સંગઠન TRF એ લશ્કર-એ-તૈયબાનું બીજું નામ, જેના પર વિશ્વમાં પ્રતિબંધ
- જે બાદ આતંકવાદી સંગઠન પોતાનું નામ બદલી નાખ્યું
- TRF એ ઉત્તર કાશ્મીરના ઘણા વિસ્તારોમાં હુમલા કર્યા હતા.
- પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો કે આતંકવાદીઓએ તેનું નામ પૂછ્યા પછી ગોળીઓ મારી
આ પણ વાંચોઃ
શું વાહનોમાંથી સંભળાશે વાંસળીના સૂર, ઢોલના ધબકાર?, સંગીતપ્રેમી Nitin Gadkari એ શું કહ્યું?
Amreli plane crash: અમેરલીમાં વિમાન ક્રેશ, પાયલટનું મોત
Ahmedabad: VS હોસ્પિટલના ડોક્ટરોએ માનવતા ભૂલી ક્લિનિકલ ટ્રાયલ કર્યા, 3નાં મોત, જાણો સમગ્ર કૌભાંડ!
DAHOD: સોલાર પ્લાન્ટમાં આગ, 400 કરોડના નુકસાનનો અંદાજ, આગ લાગવાનું શું છે કારણ?
Gold Price: સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 1 લાખ રૂપિયાને પાર, અમદાવાદમાં કેટલો?