Tesla કાર ગુજરાતમાં બનશે એવો જુઠ્ઠનો પરપોટો ફૂટી ગયો

દિલીપ પટેલ

એલન મસ્કની કંપનીની ટેસ્લા( Tesla ) એ ભારતમાં કાર બનાવવાની ના પાડી દીધી છે. તેણે કારણ આપ્યું છે કે હવે ભારતમાં તેને કાર બનાવવામાં રસ નથી. આ જાણકારી 2 જૂન 2025ના રોજ ભારે ઉદ્યોગ પ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ આપી છે. તો સવાલ થાય કે એકદમ જ કેવી રીતે રસ ના રહ્યો!. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ટેસ્લા કાર બનાવે તે માટે PM  મોદી અને ગુજરાતના નેતાઓ સાથે મસ્કે બેઠકો કરી હતી. જો કે તે હવે નિષ્ફળ ગઈ છે.

ટેસ્લા(Tesla )કંપનીને ભારતમાં ઉત્પાદનમાં કોઈ રસ નથી; ભારતમાં બે શોરૂમ શરૂ કરશે જેમાં મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં શોરૂમ માટે જગ્યા નક્કી કરી છે. ભારતમાં કાર બનાવવાને બદલે, કંપની તેમને સીધા અમેરિકાથી આયાત કરશે. મોદી સરકાર ભારતમાં ટેસ્લા તો ન લાવી પણ આયાત શુલ્ક 70%થી ઘટાડીને 15% કર્યરીને વિદેશી કંપનીઓ દર વર્ષે 8000 રૂપિયાના કરવેરનો ફાયદો કરાવી આપ્યો છે. આ અગાઉ ભાજપે જોરથી કહ્યું હતું કે ટેસ્લા ભારતમાં આવશે.

ગુજરાતની વિજય રૂપાણી સરકારના પ્રવક્તા પ્રધાન નીતિન પટેલે ગુજરાતમાં ટેસ્લા કંપની આવશે એવી જાહેરાત કરી હતી. ત્યાર બછી બે સરકાર આવી ગઈ.  સરકારના પ્રવક્તાએ 28 ડિસેમ્બર 2023માં ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી.

2022ની વિધાનસભા અને 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં, એપ્રિલ મહિનામાં ગુજરાતમાં ટેસ્લા ઈન્ડિયા પ્લાન્ટ સ્થાપી શકે એવી હવા ફેલાવવામાં આવી હતી.
ટેસ્લા કંપની ગુજરાતમાં આવી રહી હોવાના સમાચાર ઈરાદાપૂર્વક વારંવાર આપવામાં પત્રકારોને છાપવા માટે આપવામાં આવતા હતા.

2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને તે પહેલાં પણ આવા સમાચાર ગુજરાત સરકાર વારંવાર આપી રહી હતી. જેનાથી યુવાન મતદારો પ્રભાવમાં આવી ગયા હતા.

ટેસ્લાએ ભારતમાં 2 અબજ અમેરિકન ડોલરના રોકાણની જાહેરાત કરી હતી.

આ પહેલા ગુજરાત વાઈબ્રન્ટ સમિટ 2024માં એલોન મસ્ક હાજર રહેશે એવું જુઠાણું ફેલાવવામાં આવ્યું હતું. જાન્યુઆરીમાં વાયબ્રન્ટ સમિટ 2024માં એલન મસ્કને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે માત્ર ભ્રમણા ફેલાવવા માટે હતું. વાયબ્રન્ટ સમિટમાં ટેસ્લા સંદર્ભે મહત્વની જાહેરાત થઈ શકે છે, એવી વાતો લીક કરવામાં આવતી હતી.

એલન મસ્ક ગુજરાત સમિટમાં હાજર રહ્યા ન હતા. ત્યારે ફરી ફરીને ટેસ્લા ઈન્ડિયા ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવાની વાતો ફેલાવીને રાજકીય છબી ઉજળી બનાવાનો ફાયદો લેવામાં આવી રહ્યો હતો. આર્થિક અહેવાલો આપતાં પત્રકારો તે સમાચારો છાપતા હતા.

ઋષિકેશ પટેલ

ઋષિકેશ પટેલે જણાવ્યું કે, એલન મસ્કના મનમાં ગુજરાત વસેલું હોય તેવું લાગે છે, જો કે આ અંગે ટૂંક સમયમાં આધિકારિક જાહેરાત કરવામાં આવશે. શું એલોન મસ્કની ટેસ્લા ગુજરાતમાં આવે એવી ‘આશા છે, ટૂંક સમયમાં કરાશે જાહેરાત’

નીતિન પટેલ

પ્રવક્તા અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, અનેક કંપનીઓ ચીનમાંથી ખસીને ગુજરાતમાં આવવા માટે સરકારના સંપર્કમાં છે. રાજ્ય સરકાર હાલ ટેસ્લા કંપની સાથે ચર્ચા કરી રહી છે. ગુજરાતમાં કંપનીનો બેઝ સ્થાપવા માટે તેમને તમામ પ્રકારના ઇન્સેન્ટિવ આપવા માટે તૈયારી દર્શાવી છે. સરકાર પ્રયત્નશીલ છે. ટેસ્લા ભારતના બેંગલુરુમાં રિસર્ચ અને ડેવલોપમેન્ટ સેન્ટર સ્થાપવા માટે તેની રજિસ્ટર્ડ ઓફિસ બનાવી ચૂકી છે. ટેસ્લા લાંબા સમયથી ભારતમાં પ્રવેશવા વાતો કરી રહી છે.

રાજ્ય સરકારે ટેસ્લા પ્લાન્ટ માટે સાણંદ, ધોલેરા અને બેચરાજી સહિત અનેક સ્થળોને સંભવિત સ્થળ તરીકે સૂચવ્યા છે. સરકારનું સત્તાવાર વલણ એ છે કે ઇવીની આયાત પર કોઈ સબસિડી આપવામાં આવશે નહીં.

આટલી જાહેરાત છતાં સત્તાવાર અને નક્કર પરિણામ હજૂ સુધી આવ્યા નથી.

દેશમાં ઓછામાં ઓછા 2 અબજ ડોલરનું પ્રારંભિક રોકાણ અપેક્ષિત છે. ટેસ્લા કંપનીએ મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાતમાં જમીન માટે સર્વે કર્યો હતો. કેન્દ્ર સરકાર પણ ટેસ્લા ગુજરાતમાં પોતાનું યુનિટ સ્થાપે તે માટે કંપની સાથે બેઠક કરી હતી.

મોદી અને ટેસ્લા

દુનિયાના સૌથી ધનપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, તેઓ PM મોદીને મળવા માટે ઉત્સુક છે. 22 એપ્રિલના સપ્તાહમાં નવી દિલ્હીમાં મોદીને મળવાના હતા. તેમ કરીને મતદાનને પ્રભાવિત કરી શકે તેમ હતા. મોદી મસ્કને મળીને ચૂંટણીને પ્રભાવિત કરવા માંગતા હતા.

ટેસ્લાના CEO એલોન મસ્કની ભારત મુલાકાત મોકૂફ રાખવામાં આવી હતી. મસ્ક ચૂંટણી સમયે 21-22 એપ્રિલ 2024માં બે દિવસ માટે ભારત આવવાના હતા. 20 એપ્રિલે મસ્કની મુલાકાત મુલતવી રાખી હતી.

વિશ્વના ધનપતિએ મોદીને મળવાનું ટાળી ચીનના એક સામાન્ય અધિકારીને મળવા ગયા હતા. જ્યાં ટેસ્લાનો વીશ્વનો સૌથી મોટો પ્લાંટ છે. ભારતના વડા પ્રધાન વિશ્વના સૌથી મોટા ધનપતિને મળવા માંગતા હતા જ્યારે ચીનમાં મસ્ક એક સામાન્ય અધિકારીની સાથે મુલાકાત કરી હતી.

X પર કહ્યું હતું કે, “ભારતમાં પણ ટેસ્લા ઇલેક્ટ્રિક કાર હોવી જોઈએ જેમ કે, દરેક દેશમાં ઇલેક્ટ્રિક કાર છે. “ભારતમાં ટેસ્લા ઇલેક્ટ્રિક વાહનો ઉપલબ્ધ કરાવવું એ એક સ્વાભાવિક પ્રગતિ છે.”

ટેસ્લાના સીઈઓ મસ્કએ ભારતની મુલાકાત કેમ મુલતવી રાખી છે તેનું કારણ ત્યારે બહાર આવ્યું ન હતું. પણ હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે એલન હવે ભારતમાં ધંધો કરવા માંગતા નથી.

ટેસ્લા એકમોના ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે.

ચાઇના કાઉન્સિલના વડા એવા સરકારી અધિકારી રેન હોંગબિન સાથે મળ્યા હતા. ભારતમાં વડાપ્રધાન સામેથી મળવા મસ્ક પાસે ગયા હતા. 2023ના જૂનમાં જ્યારે PM મોદી અમેરિકા ગયા હતા ત્યારે તેઓ મસ્કને મળ્યા હતા. તેણે તે સમયે પીએમને કહ્યું હતું કે તે ભારતીય બજારમાં પ્રવેશવા માંગે છે.જે દેશના વડા માટે કોઈ રીતે યોગ્ય ન કહેવાય.

ચાઇનીઝ ઓટો જાયન્ટ BYD એ 2023 ના છેલ્લા ત્રણ મહિનામાં વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક વાહન નિર્માતા તરીકે ટેસ્લાને પાછળ છોડી દીધી હતી.

ડિસેમ્બર 2023 દરમિયાન, IIM નાગપુરમાં ગડકરીએ કહ્યું હતુ કે, કંપની કદાચ ભારતમાં ફેક્ટરી ખોલશે. તેમણે કહ્યું કે, અમે ટેસ્લાનું સ્વાગત કરીએ છીએ. પરંતુ ચીનમાં ઉત્પાદન અને ભારતમાં વેચાણ, આ શક્ય નથી. અમે તેમના માટે અહીં ઉત્પાદન કરવા માટે ખુલ્લા છીએ.

મસ્કની ભારત મુલાકાત પહેલા, ઈવી કાર નીતિ જાહેર કરવા માટે મસ્કની કંપનીને ધ્યાનમાં રખાઈ હતી.

કેન્દ્રએ પાંચ વર્ષ માટે સંયુક્ત કિંમત, વીમો, ઇલેક્ટ્રિક કાર માટે આયાત ડ્યૂટી 100 ટકાથી ઘટાડીને 15 ટકા કરી છે. જે ટેસ્લાએ પ્રવેશ માટેની મુખ્ય શરત છે. પણ મસ્ક ખો આપીને ચીન જતાં રહ્યાં હતા.

મોદીને સૌથી વધારે ચૂંટણી ફંડ આપનારી મેઘા એન્જિનિયરિંગ કંપની સાથે ભાગીદારીમાં 1 બિલિયન ડોલરનો EV પ્લાન્ટ બનાવવાનો હતો.

ભારતનું EV બજાર

2023 કારના વેચાણમાં EVs નો હિસ્સો માત્ર 2% હતો. પરંતુ સરકારે 2030 સુધીમાં તેનું 30 ટકાનું લક્ષ્ય રાખ્યું છે. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે.  ટેસ્લાના સીઈઓ એલન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે.

મહિને 2 લાખ ઈ વાહનો ટેસ્લા બનાવે છે. મોટાભાગની ડિલિવરી શાંઘાઈ ગીગા ફેક્ટરીમાં ઉત્પાદિત વાહનોમાંથી આવે છે. 40 હજાર ડોલરની એક કાર આવે છે. તેઓ ભાવ ઘટાડી રહ્યાં છે.

ભારતમાં ઈવી વાહનોનું વેચાણ 2023માં 1.5 મિલિયન – 15 લાખ કારનું હતું. જે આગલા વર્ષ કરતાં 50 ટકા વધારે હતું. 2024માં 1.67 મીલીયન – 16 લાખ 70 હજાર થાય તેવી ધારણા છે. જે 40 ટકા વદારો બતાવે છે.

ખરેખર તો દર વર્ષે 500 ટકાનો વધારો 10 વર્ષ સુધી થાય તો જ ક્રાંતિ થઈ શકે.

 

આ પણ વાંચો:

4 વહુઓની સાસુ બોયફ્રેન્ડ સાથે ભાગી, CM યોગીને જાણ કરાઈ!, જાણો સમગ્ર મામલો

MP: મહાકાલ મંદિર પાસે ફૂલો વેચતી હિન્દુ છોકરીને રોહિતે ફસાવી, પછી બતાવ્યો અસલી રંગ!

Gujarat Weather: આજે ગુજરાતના 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

Toronto firing: કેનેડાના ટોરોન્ટોમાં ગોળીબાર, એક વ્યક્તિનું મોત, પાંચ લોકો ઘાયલ

UP: 3 આરોપીને PM મોદી મળ્યા, વિપક્ષે પૂછ્યૂં મોદી ગુનેગારો સાથે કેમ?, જાણો વધુ!

Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન

Rajkot: રાજકોટ મનપાની વેબસાઈટ પર સાયબર હુમલો

RCB vs PBKS: સંયોગો જોઈ અમે કહ્યું, RCB જીતશે: અને તે સાચું પડ્યું!

Dehradun: મહિલા મિત્રને લઈને વિવાદ બાદ ભાજપ નેતાની હત્યા, જાણો સમગ્ર મામલો

RCB vs PBKS: IPL શરુ થતા પહેલા નંબર 18, ફાઈનલની તારીખનું ટોટલ પણ 18, શું આ માત્ર સંયોગ છે?

 

Related Posts

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!
  • December 13, 2025

Farmers Protest: સરકાર દ્વારા ખેડૂતો માટે બિયારણનો નવો કાયદો લાવવાની વાત સામે ખેડૂત અગ્રણીઓમાં વિરોધ શરૂ થયો છે અને આ કાયદાથી ખેડૂતોને નુકશાન થશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે…

Continue reading
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!
  • December 13, 2025

PM Modi: પીએમ નરેન્દ્રભાઈ મોદીએ દેશની બેટીઓ માટે આપેલા એક સ્લોગન ‘બેટી બચાવો અને બેટી પઢાવો’ સદંતર નિષ્ફળ ગયુ છે.જેના તાજા ઉદાહરણમાં દેશમાં અન્ય રાજ્યો કરતા ગુજરાતનું ખાડે ગયેલા શિક્ષણના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ