

- બીસીસીઆઈ દ્વારા ટેસ્ટ સિરીઝ માટેની ટીમ જાહેર કરવામાં આવી.
- શુભમન ગિલ કેપ્ટન, રવિન્દ્ર જાડેજા વાઈસ કેપ્ટન.
- 2 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે પહેલી ટેસ્ટનો પ્રારંભ.
Test Cricket । આગામી માસમાં વેસ્ટ ઇન્ડિઝ સાથેની બે મેચની ટેસ્ટ સિરીઝ માટે બીસીસીઆઈ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેપ્ટનશિપ શુભમન ગિલને સોંપાઈ છે જ્યારે વાઈસ કેપ્ટન તરીકે રવિન્દ્ર જાડેજા પર પસંદગી ઉતારવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બે મેચની સિરીઝની પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં શરૂ થશે. જ્યારે બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી દિલ્હી ખાતે રમાશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025 – 27માં હાલ ભારત ત્રીજા સ્થાને છે. તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચોની સિરીઝમાં ભારતીય ટીમ 2 – 2થી ડ્રો કરી શકી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમ હાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં છઠ્ઠા સ્થાને છે. તેમણે અત્યાર સુધી રમેલી ત્રણ મેચોમાં હારનો સામનો કર્યો છે. એકંદરે, ત્રીજા અને છઠ્ઠા સ્થાનની ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચ રમાશે. જેમાં ભારતનું પલડું ભારે લાગે છે. એમાંય ભારત યજમાન છે તેનો પણ પૂરતો લાભ ઉઠાવી શકે છે.
હાલમાં એશિયા કપ રમી રહેલી ભારતીય ટીમમાં રમતાં શુભમન ગિલ, જસપ્રિત બુમરાહ સહિતના મહત્વના ખેલાડીઓએ ટી20 બાદ ટૂંકા ગાળામાં ટેસ્ટ મેચની માનસિકતામાં પલટાવું પડશે. જે તેઓના માટે પડકારજનક બની શકે છે.
વેસ્ટ ઇન્ડિઝની ટીમ લગભગ 7 વર્ષ પછી ભારતની ધરતી પર ટેસ્ટ મેચ રમવા આવી રહી છે. છેલ્લે 2018માં રમાયેલી સિરીઝ વેસ્ટ ઇન્ડિઝ 2 – 0થી હારી ગઈ હતી.
ભારતીય ટીમ
શુભમન ગીલ (કેપ્ટન)
યશસ્વી જયસ્વાલ
કે.એલ. રાહુલ
સાઇ સુદર્શન
દેવદત્ત પડિક્કલ,
ધ્રુવ જુરેલ (વિકેટ કિપર)
રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન)
વોશિંગ્ટન સુંદર
અક્ષર પટેલ
કુલદીપ યાદવ
જસપ્રિત બુમરાહ
મોહમ્મદ સિરાજ
પ્રસિદ્ધ ક્રિષ્ના
નિતિશ રેડ્ડી
જગદીશન રેડ્ડી
વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ ટીમ
રોસ્ટન ચેઝ (કેપ્ટન)
તેજનારાયણ ચંદ્રપોલ
બ્રેન્ડન કિંગ
કેવલોન એન્ડરસન
શાઈ હોપ
જોન કેમ્પબેલ
એલિક એથનાસ
ટેવિન ઇમલાક
જસ્ટિન ગ્રીવ્સ
એન્ડરસન ફિલિપ
અલઝારી જોસેફ
શમાર જોસેફ
જેડન સીલ્સ
ખૈરી પીયરી
જોમેલ વારિકન
આ પણ વાંચો:
Kolkata Gangrape: કોલકાતામાં ફરી ગેંગરેપ, યુવતીના જન્મદિવસે જ બે મિત્રોએ બનાવી હવશનો શિકાર
Ahmedabad: પોતાના જ શ્વાનના નખથી પોલીસકર્મીને હડકવા થયો, સારવાર દરમિયાન મોત









