
Than: ગઈકાલે સુરેન્દ્રનગરના થાનમાં આગ લાગવની ઘટના ઘટી હતી. જેમાં ગોડાઉન સહિત કરોડો રુપિયાની મગફળી બળી ગઈ છે. આ મગફળી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવામાં આવી હતી. ત્યારે મગફળીના ગોડાઉન પર આગ લાગવાની ઘટના પર સવાલ ઉભા થયા છે. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ આ આગ મામલે ઉગ્ર પ્રતિક્રિયા આપી વેધક સવાલો ઉભા કર્યા છે.
આંબલિયાએ કહ્યું મગફળી ગોડાઉનમાં આગ લાગવી એ ગુજરાતમાં સામાન્ય ઘટના બની ગઈ છે ભ્રષ્ટાચારને છુપાવવા માટે સરકારના મળતીયાઓ જ આગ લગાવે છે. સરકારમાં બેઠેલા ભાજપના જ આગેવાનો ભ્રષ્ટાચાર કરે, આગ લગાવે, તપાસ સમિતિ નીમીને નિર્દોષ જાહેર કરે છે.
કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ સરકારને વેધક સવાલ પૂછતાં કહ્યું કે FCIના ગોડાઉનમાં ક્યારેય આગ નથી લાગતી ને મગફળી ગોડાઉનમાં જ આગ કેમ લાગે? સરકારે અગાઉ મગફળી ગોડાઉનમાં લાગેલી આગમાં કડક હાથે કામ લીધું હોત તો આજે આગ લાગી ન હોત. ચોર પોતે, ચોકીદાર પોતે, પોલિસ પોતે, જજ પણ પોતે તેવો ઘાટ મગફળી કૌભાંડમાં દર વખતે રચાયો છે.
અગાઉ જ્યા લાઈટનું જોડાણ ન હતુ ત્યા શોર્ટસર્કિટથી આગ લાગ્યાનો રિપોર્ટ આવ્યો હતો
અગાઉ ગોંડલમાં સૉર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું રિપોર્ટ આવ્યો હતો. જો કે એ ગોડાઉન એવું હતુ કે જ્યા PGVCL નું કનેક્શન જ નહોતું. PGVCL નું કનેક્શન ન હોય ત્યાં વીજળી ક્યાંથી આવી ? સૉર્ટ સર્કિટ કેમ થયું અને આગ કેમ લાગી?
થાનના ગોડાઉનમાં લાગેલી આગને લઈ કર્યા સવાલ
પાલભાઈ આંબલિયાએ સવાલો ઉઠાવ્યા હતા કે થાન ગોડાઉનમાં મગફળી કઈ કઈ સહકારી મંડળીની આવી હતી? એના માલિક ક્યા પક્ષ સાથે જોડાયેલા છે? કઈ કઈ સહકારી મંડળીમાંથી કેટલા જથ્થામાં મગફળી આવી હતી? ગોડાઉનમાં મગફળી આવી ત્યારે તેની ચકાસણી કરનારા કોણ હતા? રજીસ્ટર નિભાવ્યું છે? ગોડાઉનમાં કુલ કેટલો જથ્થો આવ્યો હતો કેટલો સળગી ગયો? બચેલો જથ્થો છે તેની ગુણવત્તા ચકાસણી સરકાર કરશે?
સરકારે કુંલળીમાં અગાઉ ગોળ ભાંગ્યો હતો
સરકાર પર અનેક સવાલો ઉભા થતાં કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા માગ કરી છે કે જો સરકાર દુધનું દૂધ ને પાણીનું પાણી કરવા માંગતી હોય તો તપાસ કમિટી નિમવી જોઈએ જો સરકાર કુંલળીમાં અગાઉ ગોળ ભાંગ્યો તેવી જ રીતે ગોળ ભાંગવા માંગતી ન હોય તો તપાસ સમિતિ નિમવી જોઈએ. તપાસ કમિટીમાં બે સત્તાપક્ષના, બે વિરોધપક્ષના, બે નિષ્ણાત નિવૃત અધિકારીઓ, બે ખેડૂત આગેવાનોને સાથે રાખી બનાવવી જોઈએ.
આ પણ વાંચોઃ ચીને પોતાનું સૈન્ય બજેટ વધાર્યું, ભારત માટે મોટો ખતરો કેમ? |China Defense Budget
આ પણ વાંચોઃ Panchmahal: યુવતીને ભગાડી જનાર યુવકનું ઘર પેટ્રોલ છાંટી સળગાવ્યું, 1 મહિલાને ધારિયુંના ઘા
આ પણ વાંચોઃ Delhi: 16 વર્ષ ભેગા રહ્યા પછી મહિલાએ કર્યો પુરુષ પર બળાત્કારનો કેસ, કોર્ટે શું આપ્યો ચૂકાદો?
આ પણ વાંચોઃ Rajkot: ભાજપ મહિલા કોર્પોરેટરને પગે ગોળી વાગી, રિવોલ્વર લોક હતી તો ઘટના કેવી રીતે બની?