That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!

અહેવાલ : ડો. જયનારાયણ વ્યાસ

That Critical Moment Of Crisis: માણસ ગમે તેવો મોટો ધનપતિ હોય કે સત્તાધીશ, ક્યારેક ને ક્યારેક એના જીવનમાં એવી ઘડી આવે છે જ્યારે એણે કાં તો આ પાર અથવા પેલે પારનું અંતિમવાદી વલણ અપનાવી નિર્ણય લેવો પડે છે. શક્યતા એ પણ હોઈ શકે કે આ નિર્ણય ખોટો પડે અને પરિણામે એ હીરોમાંથી ઝીરો થઈ જાય અથવા માથું વઢાઈ જાય. કોઈપણ બળવો અથવા ક્રાંતિનો જુવાળ ઊભો થાય ત્યારે એના નેતા માટે બે જ શક્યતાઓ ઊભી થાય છે. પહેલી, એ જીતે અને વિજયશ્રી એને વરમાળા પહેરાવે. બીજી, એ હારે અને માથું વઢાઈ જાય અથવા ફેંકાઈ જાય. પણ હારે તેવા કિસ્સાઓમાં પણ પોરસ હોય કે પૃથ્વીરાજ ચૌહાણ, એમનું નામ અમર થઈ જાય છે. મહારાણા પ્રતાપ અથવા ‘મેરી ઝાંસી નહીં દુંગી’ની ગર્જના પોકારનાર મહારાણી લક્ષ્મીબાઈ કે પછી દેશ બહાર રહીને વતનને કાજે ફના થઇ જનારા સરદારસિંહ રાણા, શ્યામજી કૃષ્ણવર્મા, સુભાષચંદ્ર બોઝ એવાં કેટલાંય નામ છે જેણે એક ચોક્કસ હેતુ સિદ્ધ કરવા માટે જંગ છેડયો હોય પણ એને અંતિમ સફળતા સુધી ન લઇ જઇ શક્યા હોય. આવાં વ્યક્તિત્વો હારીને પણ જીતી જાય છે.

તમારે આ તરફ કે પેલી તરફ જવું જ પડે છે. પથ્થરમારો થતો હોય ત્યારે રસ્તાની બરાબર વચ્ચે ચાલનારને બંને બાજુથી પથ્થર વાગે છે. આવો આ તરફ કે તે તરફ નિર્ણય લેવો હોય ત્યારે કઈ સાઇડે ચાલવું એ નક્કી નહીં કરી શકવાને કારણે જેમ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણ જેવા સમર્થ માર્ગદર્શક મળ્યા હતા તેવું સદભાગ્ય બધાને નથી મળતું. પોતાના અંતરાત્માના અવાજને આધારે કે કોઈ ચોક્કસ તર્ક આધારે નિર્ણય લેવો પડે છે.

આ પ્રકારની નિર્ણયની પ્રક્રિયા માટે તમે જે માર્ગ પસંદ કરો તે સિવાયના બધા જ વિકલ્પોનું ભાંગીને ભટુરિયું કરી દેવું પડે છે. અંગ્રેજીમાં આને ‘Burning all the bridges’ એટલે કે બધા જ વિકલ્પોનો છેદ ઉડાડી દેવાની પ્રક્રિયા કહે છે.

એક વાત યાદ આવે છે,એક યુદ્ધમાં સૈન્ય એક ગઢને ઘેરો ઘાલીને પડ્યું હતું. ગઢ ખાસ્સો મજબૂત હતો, એના દરવાજા પણ ખૂબ મજબૂત અને તોતિંગ હતા. છેલ્લાં વિકલ્પ તરીકે ગઢના બુરજ ઉપર દોરડું ફસાવી એ દોરડાના આધારે સૈનિકો એક પછી એક ગઢની દિવાલ ઉપર ચડ્યા. જેવી આ વાત સામા પક્ષના ખ્યાલમાં આવી કે ઘમાસાણ યુદ્ધ જામ્યું. શત્રુ પણ કાંઈ ગાંજ્યો જાય તેવો નહોતો. આક્રમણ કરનાર સૈનિકોમાંથી ઘણા બધા ઘવાયા કે મોતને ભેટવા લાગ્યા ત્યારે કેટલાક સૈનિકોના મનમાં વિચાર આવ્યો કે જીવતા હોઇશું તો ફરી વધુ જોરદાર હુમલો કરાશે, અત્યારે તો ભાગી છૂટીએ. જે દોરડેથી તેઓ ચડ્યા હતા તે દોરડાને શોધવા એકાદ-બેએ નજર દોડાવી. અનેક યુદ્ધોમાં કસાયેલા વિચક્ષણ સેનાપતિને પરિસ્થિતિ સમજતા વાર ન લાગી. એણે બધા સાંભળે તેમ, પણ પેલા બેને ઉદ્દેશીને મોટા અવાજે કહ્યું, ‘જે રસ્સીથી તમે ઉપર આવ્યા હતા તે તો મેં કયારનીય કાપી નાખી છે.’હવે કોઈ ઉપાય નહોતો, લડો અને શહીદ થાવ અથવા મરણિયા બનીને લડાઈ જીતો. આ મરણિયા થયેલા સૈનિકો લડાઈ જીત્યા અને ગઢ ઉપર કબજો મેળવ્યો.

જીવનમાં આપણે અનેક લડાઈઓ લડીએ છીએ. એ જીતવી હોય તો જે કોઈ વિકલ્પ પસંદ કર્યો એ સિવાયનાં બધાં જ દોરડાં કાપી નાખવાં પડે. તમે લડાઈ જીતશો જ એવું જરૂરી નથી પણ હારશો તોય એ ગૌરવપૂર્ણ હશે. કેદ પકડાયેલા પોરસને જ્યારે સિકંદરે પૂછયું કે તેની સાથે કેવો વ્યવહાર કરવો? ત્યારે પોરસે એક ક્ષણના પણ વિલંબ વગર, માથું ટટ્ટાર રાખીને, સિકંદરની આંખમાં આંખ પરોવીને જવાબ આપ્યો, ‘એક રાજા બીજા સાથે કરે તેવો.’દોસ્તો, આ આત્મબળ છે. જીવનમાં બધી લડાઈ બધા જ જીતતા નથી. ક્યારેક હાર પણ તમારે ભાગ આવે છે પણ હાર્યા એટલે તમે રાજા નથી મટી નથી જતા. પોરસ, મહારાણા પ્રતાપ, સુભાષચંદ્ર બોઝ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એવી અમરકથાનાં પાત્રો છે.

જેમણે પોતાનો નિર્ણય હિંમતપૂર્વક લીધો, અંતરાત્માના અવાજ પ્રમાણે ચાલ્યાં. અમીચંદ કે જયચંદની માફક કે પછી રાજા માનસિંહ કે મીર જાફરની માફક સ્વત્વ ગુમાવવાનું, વેચાઈ જવાનું પસંદ ન કર્યું. તમારા જીવનમાં કોઈ પણ નિર્ણાયક પળ આવે, તમારો અંતરાત્મા કહે તે માર્ગ પકડી લેજો. સલાહ કોઈની પણ લેજો પણ ધાર્યું તો મનનું જ કરજો. તમારો માર્ગ કલ્યાણકારી બની રહો.શિવાસ્તુ તે પંથાન:

આ પણ વાંચો:

Lover Death: પ્રેમિકા સાથે સંબંધ બનાવતી વખતે પરણિત પુરુષનું મોત, કોર્ટે પ્રેમિકાને કેમ દંડ ફટકાર્યો?

મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73

Lucknow: મહિલા પોલીસને રોજ મફત મુસાફરી કરવી મોંઘી પડી, રિક્ષા ચાલકે કહ્યું આજે તો પૈસા લીધા વિના નહીં જવા દઈએ! 

Rajasthan: કુટુંબી છોકરી સાથે યુવકને પ્રેમ, પરિવારે સંબંધની ના પડતાં ટાવર પર ચઢ્યો, છોકરીએ કહ્યું બાબુ હું આવું છું

MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!

Related Posts

Gujarat education: મોદીના રાજમાં અભણ ગુજરાત, 80 ટકા વિદ્યાર્થીઓ શાળા છોડી કેમ જાય છે?
  • September 1, 2025

Gujarat education : તાજેતરમાં કેન્દ્ર સરકારે એક અહેવાલ જાહેર કર્યો હતો જેમાં આખા દેશના તમામ રાજ્યોની શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણની કેવી પરિસ્થિતિ છે તેનો રિપોર્ટ જાહેર થયો છે તેમાં ગુજરાતમાં એક…

Continue reading
America-Taiwan News: ચીનનો છેડો છોડી અમેરિકાનો છેડો પકડવાનો તાઈવાનનો પ્રયાસ ‘ઊલમાંથી ચૂલમાં પડ્યા જેવું’ તો નહીં થાય ને?
  • September 1, 2025

ડૉ. જયનારાયણ વ્યાસ America-Taiwan News: શાંત પાણીમાં મોટી શિલા ફેંકો અને જેમ વમળો સર્જાય તેમ ટ્રમ્પની ટેરિફ પૉલિસીને તમે ચાહો કે નફરત કરો પણ અવગણી શકતા નથી એ વાત હવે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

છૂટાછેડા પછી ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ અંગે કર્યો ચોકાવનારો ખૂલાસો, જુઓ શું કહ્યું? | Dhanashree | Yuzvendra Chahal

  • September 1, 2025
  • 3 views
છૂટાછેડા પછી ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ અંગે કર્યો ચોકાવનારો ખૂલાસો, જુઓ શું કહ્યું? | Dhanashree | Yuzvendra Chahal

UP: ફોટોગ્રાફરે સુસાઇડ નોટ લખી જીવનનો અંત આણ્યો, જાણો શું હતું કારણ?

  • September 1, 2025
  • 2 views
UP: ફોટોગ્રાફરે સુસાઇડ નોટ લખી જીવનનો અંત આણ્યો, જાણો શું હતું કારણ?

Rajasthan: પત્નીને ધોળા થવાની દવા કહી કેમિકલ આપ્યું, પતિને ફાંસીની સજા

  • September 1, 2025
  • 5 views
Rajasthan: પત્નીને ધોળા થવાની દવા કહી કેમિકલ આપ્યું, પતિને ફાંસીની સજા

રશિયન તેલથી બ્રાહ્મણોને ફાયદો… શું અમેરિકા ભારતમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવા માંગે છે? | Peter Navarro

  • September 1, 2025
  • 9 views
રશિયન તેલથી બ્રાહ્મણોને ફાયદો… શું અમેરિકા ભારતમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવા માંગે છે? | Peter Navarro

Junagadh: રેશ્મા પટેલે કહ્યું-“ભાજપ 30 વર્ષના શાસનમાં પ્રાથમિક સુવિધાઓ નથી આપી શકી અને અંધભક્તો કહે છે વિકાસ થયો”

  • September 1, 2025
  • 12 views
Junagadh: રેશ્મા પટેલે કહ્યું-“ભાજપ 30 વર્ષના શાસનમાં પ્રાથમિક સુવિધાઓ નથી આપી શકી અને અંધભક્તો કહે છે વિકાસ થયો”

UP: મહિલા કોન્સ્ટેબલે પ્રેમીને ઘરે બોલાવ્યો, પતિ આવી જતાં થયા આવા હાલ?

  • September 1, 2025
  • 20 views
UP: મહિલા કોન્સ્ટેબલે પ્રેમીને ઘરે બોલાવ્યો, પતિ આવી જતાં થયા આવા હાલ?