
Mahakumbh Tragedy: યુપીના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં થયેલી નાસભાગમાં 30 શ્રદ્ધાળુના મોત થયાં, જ્યારે 60 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં એક ગુજરાતથી ગયેલા શ્રદ્ધાળુનું પણ મોત થયું હતુ.
65 વર્ષીય મહેશભાઈ સોમાભાઈ પટેલનો મૃતદેહ તેમના મૂળ વતન મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામે લવાયો છે. જ્યાં પરિવારજનો અને ગ્રામજનો તેમના અંતિમદર્શન માટે એકત્રિત થયા હતા. જે બાદ મૃતદેહને અંતિમવિધિ માટે સિદ્ધપુર લઇ જવાયો હતા. આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ગમગીનતા છવાઈ ગઈ છે. મહેશભાઈ હાલ સુરતમાં રહેતાં હતા.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કડા ગામે આવી પહોંચ્યાં હતા. જ્યાં તેમણે મહેશભાઈની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી.
મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાની સહાય
ભાગદોડમાં થયેલા મોતને લઈ ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી યોઈએ કહ્યું, “પ્રશાસન દ્વારા અનેક સમીક્ષા બેઠકો યોજી છે. જેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. મૃતકોના પરિવારજનોને રુ. 25 લાખની સહાય આપવામાં આવશે.
આ પણ વાંચોઃ Mahakumbh Monalisa: મહાકુંભથી મોનાલિસાનું ભાગ્ય બદલાયું, દીપિકા, કરીના અને કેટરિનાને આપશે ટક્કર!
આ પણ વાંચોઃ Kumbh Mela: મહાકુંભમાં મહેસાણાના શ્રધ્ધાળુનું મોત, મૃતદેહને વતન લવાશે