સરકાર 24 કલાકમાં ખેડૂતોની માગ પૂરી કરે, ડુંગણીના યોગ્ય ભાવ આપે!

  • Gujarat
  • December 23, 2024
  • 0 Comments

પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહનો આજે જન્મ દિવસ છે. તેઓ ખેડૂતોના ઉદ્ધારક અને ખેડૂત નેતા તરીકે દેશમાં જાણીતા હતા. તેમની યાદમાં તેમનો જન્મદિવસ ખેડૂત દિવસ તરીકે ઉજવાય છે. ખેડૂતોનો ઉદ્ધાર કરવા માટે તેમણે અનેક કાર્યો હાથ ધર્યા હતા. ત્યારે આજે ભાવનગરના મહુવામાં કિસાન દિવસની ઉજવણી કરી ખેડૂતોની માગણીઓ અંગે સરકાર સ્વીકારે તે માટે રજૂઆત કરાઈ હતી.

વાજ્યમંત્રી પિયુષ ગોયલને પત્ર લખવામાં આવ્યો હતો. ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાતના પ્રદેશ પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભા (તરેડી)એ લખેલા પત્રમાં માગ કરી છે કે ડુગંળીના ગગડતાં ભાવથી ખેડૂતો પાયમાલ થઈ આપઘાત કરે તે પહેલાં સરકાર ૨૪ કલાકમાં સ્વીકારે તે માટે રજૂઆત કરાઈ. વર્ષ ૧૯૫૨થી આજ સુધી ડુંગળીની વિદેશોમાં નિકાસ થાય છે. જો કે પહેલાની સરકારમાં એક્સોપોર્ટ ડ્યુટી લેવાતી પણ ડુંગળીના ભાવ નીચા રહેતાં હતા. અગાઉની સરકારો નિકાસકારો, વેપારીઓ અને ખેડૂતોને સહાય આપવામાં ખજાનો ખુલ્લો મૂકતી હતી. જો કે છેલ્લા દવ વર્ષમાં હાલની ડુંગળીની એક્પોર્ટ ડ્યુટી ૬૦ ટકા સુધી લેવાઈ છે. તે રૂપિયા અબજો રુપિયા વગર મહેનતે સરકારના મળે છે. તે સંકટ સમયે ખેડુતોને આપવાના હોય છે પણ સરકાર આનાકાની કરી રહી તે આપી રહી ન ન હોવાના ખેડૂતો જણાવી રહ્યા છે.

ખેડૂતોની માગ છે કે ઓછામાં ઓછા ભાવ આપવાના ફતવા બંધ કરો અને તમામ ખેતપેદાશોના ઉચ્ચત્તમ ભાવ આપવાનો નિર્ણય જાહેર કરો, વાણીજ્ય મંત્રાલયે દેશમાં ખાધ્ય ચિજોની છત અછત પર કંટ્રોલ રાખવાનો હોય છે પણ દેશમાં ૭૦ ટકા લોકો ખેડુત અને ખેતી પર જીવન નિર્વાહ કરે છે, તેની સુખાકારી પર સરકારે પ્રથમ અગ્રતા આપવાની જવાબદારી હોય છે તે ન ભુલવું જોઈએ તેથી સરકાર તમામ ખેતપેદાશોના ભાવ ડબ્બલ કરી આપે.

રાજકોટના સાંસદ પરષોત્તમભાઇ રૂપાલાએ ગંભીર ટકોર કરી કે ખેડૂતોની તમામ શીંગ ટેકાના ભાવે સરકાર ખરીદે તેથી ખેડુતોની માંગણીઓ વ્યાજબી છે તે સરકાર વહેલીતકે સ્વીકારે તેમાં સરકારની ભલાઇ છે અન્યથા ગંભીર પ્રરીણામ ભોગવવાં પડશે.

હાલમાં ડુંગળીના ભાવ એકાએક ગગડવા તે સરકારના ગતકડાં છે તે દુર થાય સરકાર એકસ્પોર્ટ ડ્યુટી સંપૂર્ણ નાબૂદ કરે, ઉપરાંત એસ્પોટરોને તાકીદે ૨૦ % ટકા સહાય આપે,વિદેશમાં મોટાપ્રમાણમાં ડુંગળીની નિકાસ કરે, મહુવા-ભાવનગર-ગોડંલ વિગેરે સેન્ટરોને રેલ્વેના વેગેન વેપારીઓને સરકાર ફ્રી આપે તો ખેડૂતોને એક મણ ડુંગળીના એક હજાર રૂપિયા આશાનીથી મળી રહે તેમ છે આટલું કરવાથી સરકારનો ખજાનો ખાલી નથી થવાનો ઉલટાનો ઉભરાશે.

અને અગાવની સરકારો એક્પોર્ટો, વેપારીઓ અને ખેડુતોને સબસીડી અને સહાય ડુંગળીમા અગ્રતાના ધોરણે આપતી તેનું હાલની કેન્દ્ર અને રાજ્ય સરકાર મંથન કરે (૨) કપાસ અને શીંગ ખેડુતોને મજબુરીથી અડધા ભાવે વેચવો પડે છે તેથી કપાસ શીંગના ડબ્બલ ભાવ કરી આપો ખેડુતોને ખેતપેદાશોના ભાવ ડબ્બલ કરી દેવાથી સરકારનો ખજાનો ખાલી નથી થવાનો ઉલટાનો પાંચ ગણો વધારો થશે તેમ વાળા ભરતસિંહ પોપટભા તરેડી પ્રદેશ પ્રમુખ ખેડુત કલ્યાણ સંગઠન ગુજરાત, રાજેશભાઈ ભાનુભાઇ કોલડીયા મહુવા-જેસર પ્રમુખ જણાવી રહ્યા છે

Related Posts

 AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું- “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”
  • October 31, 2025

AAP Gujarat: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામમાં આજે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભવ્ય ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. કડદા પ્રથા, ખેડૂતો પરના અત્યાચાર અને અન્ય મુદ્દાઓ પર…

Continue reading
Ahmedabad: સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ભૂપાદાદા થયા ભપ્પ, જાણો કેવી છે તેમની હાલત?
  • October 31, 2025

Ahmedabad: આજ રોજ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીને લઈને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણીમાં અમદાવાદમાં યોજાયેલી ‘યુનિટી માર્ચ’ દરમિયાન એક નાની અણધારી ઘટના બની. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rare Earth: ચીનના દુર્લભ રેર અર્થના લાઇસન્સ ભારતીય કંપનીઓને મળ્યા

  • October 31, 2025
  • 2 views
Rare Earth: ચીનના દુર્લભ રેર અર્થના લાઇસન્સ ભારતીય કંપનીઓને મળ્યા

Mumbai: બોલિવૂડના પીઠ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું?

  • October 31, 2025
  • 7 views
Mumbai: બોલિવૂડના પીઠ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું?

IND vs AUS: ભારત 17 વર્ષ બાદ MCG ખાતે T20I મેચ હાર્યું!, ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ!

  • October 31, 2025
  • 9 views
IND vs AUS: ભારત 17 વર્ષ બાદ MCG ખાતે T20I મેચ હાર્યું!, ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ!

Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

  • October 31, 2025
  • 11 views
Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

 AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું- “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”

  • October 31, 2025
  • 9 views
 AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું-  “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”

UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…

  • October 31, 2025
  • 12 views
UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…