
તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. પૂર્વ સૈનિકે ક્રૂરતાની હદો પાર કરી પત્નીની હત્યા કરી નાખી છે. પૂર્વ જવાન ગુરુ મૂર્તિએ પત્નીના શરીરના ટુકડા કરી નાખી પ્રેશર કૂકરમાં બાફી નાખ્યા હતા. આ ક્રૂર હત્યા બાદ આરોપી પતિની ધરપકડ કરાઈ છે.
આરોપી ગુરુ મૂર્તિએ તેના માતાપિતા સાથે 18 જાન્યુઆરીએ હૈદરાબાદના બહારના વિસ્તારમાં આવેલા મીરપેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની પત્ની વેંકટ માધવી ગુમ થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ RAJKOT: ડોક્ટરે એનેસ્થેસિયાના ઓવરડોઝ લઈ જીવનનો અંત આણ્યો
પતિની કડક પૂછપરછ કરતાં અંતે સત્ય બહાર આવ્યું
પોલીસે જ્યારે આ મામલાની તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે પતિ-પત્ની વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ઝઘડો ચાલી રહ્યો હતો. આ પછી, પોલીસે ગુરુ મૂર્તિને ઝડપી લઈ પૂછપરછ કરી હતી. આ પછી આખું સત્ય બહાર આવ્યું હતુ.
અંગો દસ્તાથી વાટી પ્રેશર કૂકરમાં રાંધ્યા
આરોપી પતિએ કબૂલ્યું કે તેણે તેની પત્નીની હત્યા કરી હતી. તેણે કબૂલ્યું કે મૃતદેહના ટુકડા કર્યા, પછી પાવડાના દસ્તાથી વાટી પ્રેશર કૂકરમાં રાંધ્યા અને પછી તળાવમાં ફેંકી દીધા હતા. પોલીસ હાલમાં ગુરુ મૂર્તિના નિવેદનના આધારે પુરાવા એકત્ર કરવામાં કામે લાગી છે. જો કે પતિએ કરેલી હત્યાના અંગો હજુ સુધી પોલીસના હાથે લાગ્યા નથી. જેથી આરોપીને સાથે રાખી પોલીસે તપાસ હાથ ધરી છે.
13 વર્ષ પૂર્વે થયા હતા લગ્ન
આરોપી ગુરુ મૂર્તિ સેનામાંથી નિવૃત્ત થયેલો છે. આરોપી અને તેની પત્ની વેંકટ માધવીના લગ્ન 13 વર્ષ પહેલા થયા હતા. બંનેને બે બાળકો છે. મીરપેટ પોલીસે જણાવ્યું હતું કે આ કેસની તપાસ ચાલી રહી છે. હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચોઃ Politics: ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલની કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક! સાચુ કે ખોટું?