Tikamgarh: ટ્રેનમાં બીડી પીતા મજૂરને મોતની સજા!, પોલીસના મારથી પુત્રની નજર સામે જ પિતાનું મોત

  • India
  • April 24, 2025
  • 1 Comments
  • ટ્રેનમાં મુસાફરો અસુરક્ષિત
  • સરકાર પાસે ન્યાયની માંગણી

Tikamgarh: ટ્રેનમાં એક 50 વર્ષિય મજૂરને બીડી પીતા જોઈને GRP  પોલીસે  ગુસ્સે થઈ ખૂબ માર માર્યો હતો. એવો આરોપ છે કે આ મારપીટના થોડા સમય પછી મજૂર તેના પુત્રની સામે જ મોતને ભેટ્યો હતો. હદ તો એ હતી કે જ્યારે મજૂર બેભાન પડી ગયો હતો, ત્યારે GRP જવાન પાછા આવી મજૂરના દીકરાને ધમકી આપી કહ્યું હતુ કે મેં તેને ફક્ત એક લાફો માર્યો છે.  આ આખો મામલો 21 એપ્રિલના ગોંડવાના એક્સપ્રેસનો છે. મજૂરના પુત્રનો આરોપ છે કે મથુરા પોલીસે પણ તેની મદદ કરી નથી.

જવાન  માર મારતો મારતો સ્લીપર કોચમાં લઈ ગયો

માહિતી અનુસાર, 21 એપ્રિલના રોજ મધ્ય પ્રદેશના ટીકમગઢના પાલેરા શહેરના રહેવાસી રામદયાલ અહિરવાર ગોંડવાના એક્સપ્રેસના જનરલ ડબ્બામાં લલિતપુર સ્ટેશનથી તેમના પુત્ર સાથે દિલ્હી જવા નીકળ્યા હતા. રામદયાળના દીકરાના કહેવા મુજબ, રાત્રે 2 થી 2:30 વાગ્યાની વચ્ચે તેના પિતા પોતાની સીટ પરથી ઉભા થયા અને બાથરૂમમાં ગયા અને પછી ગેટ પર ઉભા રહીને બીડી સળગાવી પીતા હતા. તે વખતે  કોચમાં તૈનાત GRP જવાન આઝાદે તેમને પકડી સખત માર માર્યો હતો. જેથી રામદયાળ પોતાના પુત્રની સામે જ બેભાન અવસ્થામાં ઢળી પડ્યા હતા. પુત્રએ પિતાને વચ્ચે પડી છોડાવ્યા હતા. જો કે પોલીસે પિતાને ખૂબ માર માર્યો હતો. જેથી મોમાંથી ફીણ પણ આવી ગયું હતુ. રામદયાળના દીકરાનું કહેવું છે પોલીસે માર મારતાં મારા પિતાની હાલત ગંભીર થઈ ગઈ હતી. જેથી તે ઢળી પડ્યા હતા. તપાસ કરતાં તે મોતને ભેટ્યા હતા.

મથુરા પોલીસે સહયોગ ન આપ્યો 

રામદયાળના દીકરાનું કહેવું છે કે આ દરમિયાન તે જ GRP જવાન આઝાદ અને તેની સાથેનો બીજો જવાન ત્યાં આવ્યો અને કહ્યું કે ફક્ત એક જ થપ્પડ મારી છે. બીજું કશું કર્યું નથી. આ પછી, જ્યારે ટ્રેન મથુરા સ્ટેશન પર ઉભી રહી, ત્યારે મેં મારા પિતાના મૃતદેહને ત્યાં નીચે ઉતાર્યો હતો અને GRP પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર હતી. પરિયાદ બાદ પણ આઝાદે મૃતક રામદયાળના પુત્રને ધમકીઓ આપી હતી. પુત્રનો આરોપ છે કે મથુરા પોલીસે પણ સહયોગ આપ્યો ન હતો. પોસ્ટમોર્ટમ પછી, તે તેના પિતાના મૃતદેહને તેના ગામ રામનગર લાવ્યો અને તેના પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. રામદયાળના પુત્રએ કહ્યું કે મારા પિતાનું મૃત્યુ GRP પોલીસના મારથી થયું છે, સરકારે મને ન્યાય આપવો જોઈએ.

 

આ પણ વાંચોઃ

Kuber Boat: ત્રાસવાદમાં શહિદ થયેલા કુબેર બોટના ખલાસીઓની મોદી સામે લડાઈ, જુઓ VIDEO

Surat: કાશ્મીરમાં કોઈ જ વ્યવસ્થા ન હતી, અમે બૂમો પાડતાં રહ્યા, વિધવા બનેલી શીત્તલે પાટીલનો ઉધડો લીધો!

PM Modi Bihar Visit: આતંકી હુમલાથી દેશ શોકમગ્ન, મોદી બિહારમાં પંચાયતીરાજ દિનની ઉજવણીમાં!

ઘૂસીને મારવાની વાત અમને ના કહો, રક્ષાનો મામલો છે, કરી બતાવો: સંજય રાઉત

Pakistan X Account Block: પાકિસ્તાન સરકારનું સત્તાવાર X એકાઉન્ટ ભારતમાં બ્લોક

Phelagam Terrorist Attack: પહેલગામમાં હુમલામાં ભોગ બનેલા 3 ગુજરાતીઓને અંતિમ વિદાય, સરકાર સામે પત્નીના સવાલો!

 

Related Posts

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?
  • April 29, 2025

Pahalgam Attack: 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકવાદી હુમલાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. જેમાં એક ઝિપ લાઇન ઓપરેટર હુમલા દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા…

Continue reading
Cyber ​​Attack: રાજસ્થાનની સરકારી વેબસાઇટને પાકિસ્તાને હેક કર્યાના આરોપ, શું લખ્યું!
  • April 29, 2025

 Cyber ​​Attack: રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સાયબર ફોર્સે તેના પર પોતાની પોસ્ટ કરી છે. શિક્ષણ વિભાગની વેબસાઇટ ખુલી રહી નથી. વેબસાઇટ પર કાશ્મીરમાં…

Continue reading

One thought on “Tikamgarh: ટ્રેનમાં બીડી પીતા મજૂરને મોતની સજા!, પોલીસના મારથી પુત્રની નજર સામે જ પિતાનું મોત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના