
Tripura Mother Child Murder: ત્રિપુરા પોલીસે સિપાહિજાલા જિલ્લામાં એક મહિલાની તેની 5 મહિનાની બાળકીની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરી છે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે સુચિત્રા દેબબર્માએ (ઉ.વ. 28) એક વર્ષથી જે પુરુષ સાથે સંબંધમાં હતી તેની સાથે ભાગી જવાની યોજના બનાવવા માટે તેની બાળકીની હત્યા કરી હતી.
સુચિત્રાના પડોશીઓ પાસેથી માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ રવિવારે રામપાડાપરા સ્થિત તેના ઘરે ગઈ હતી. જ્યાં છોકરી પલંગ પર પડેલી મળી આવી હતી, જ્યારે તેની માતા ગુમ હતી. છોકરીને સોનામુરા સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ સુચિત્રાને બાદમાં ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વધુમાં કહ્યું “પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે સુચિત્રાના પતિ અમિત દેબબર્મા રબરના બગીચામાં કામ કરવા ગયા હતા ત્યારે તેણે તેની બાળકીનું ગળું દબાવીને હત્યા કરી હતી.”
હત્યારી માતાની પૂછપરછ દરમિયાન કબૂલ્યું કે તે બાળકીને મારી નાખવા માંગતી હતી અને બીજા પુરુષ સાથે ભાગી જવા માંગતી હતી. હાલમાં સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને તે વ્યક્તિની પણ શોધ કરવામાં આવી રહી છે, જેની સાથે તે એક વર્ષથી સંબંધમાં હતી.
આ પણ વાંચો:
UP: પીધેલી પત્નીએ મચાવ્યો હોબાળો, પતિના વાળ પકડીને કર્યા બેહાલ, વીડિયો વાયરલ
Ahmedabad: તમારી દુકાન નીચે ધન છે, વિધિ કરવી પડશે, ભૂવીએ વેપારી પાસેથી 67 લાખ પડાવ્યા, જાણો
Arvind Ladani: સામાન્ય લાગતા ધારાસભ્ય અરવિંદ લાડાણી સરકાર સામે લડી પડ્યા
Ahmedabad: BRTS કોરિડોરમાં કાર, ટુ વ્હીલર વચ્ચે ભયંકર અકસ્માત, બે લોકોના દર્દનાક મોત
Surat: ભૂવાએ મહિલા પર ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યું, પિતૃદોષ દૂર કરાવવા જવું મોંઘુ પડ્યુ, જાણો