
યુક્રેને રશિયા પર 200 ડ્રોન અને મિસાઈલ વડે પ્રચંડ હવાઈ હુમલો કર્યો છે. સ્થાનિક અહેવાલો અનુસાર, યુક્રેને રશિયા ઉપર અડધી રાત્રે મોટા પાયે ડ્રોન અને મિસાઇલ વડે હુમલો કર્યો છે. રશિયાની ઓઈલ ફેક્ટરી, એક કેમિકલ પ્લાન્ટ અને એક ગેસ પ્લાન્ટને નુકસાન થયું છે. ઓઈલ ફેક્ટરી નજીક યુક્રેને હુમલો કરતા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન લાલઘૂમ થઇ ગયા છે.
રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુક્રેને રાત્રે અનેક ડ્રોન અને મિસાઇલો સાથે રશિયા પર હુમલો કર્યો હતો. રશિયાના પ્રદેશો પર થયેલા આ હુમલામાં બે રશિયન ફેક્ટરીઓને નુકસાન થયું હતું. દક્ષિણ રશિયન શહેરમાં શાળાઓ પણ બંધ કરવી પડી છે. રશિયાનો દાવો છે કે, તેમણે 200 થી વધુ યુક્રેનિયન ડ્રોન અને 5 યુએસ નિર્મિત ATACMS બેલિસ્ટિક ગાઈડેડ મિસાઇલોને નાશ કરી દીધી હતી. પશ્ચિમ રશિયાના બ્રાસ્ક ક્ષેત્રના ગવર્નર એલેક્ઝાન્ડર બોગોમાઝે જણાવ્યું હતું કે, યુક્રેને મોટો મિસાઇલ હુમલો કર્યો છે.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુક્રેનના મિસાઇલ અને ડ્રોન હુમલાઓમાં ઓરિઓલ, સારાટોવ, વોરોનેઝ, સુમી અને તુલા સહિત 12 રશિયન પ્રદેશો તેમજ રિપબ્લિક ઓફ તાતારસ્તાનને નિશાન બનાવવામાં આવ્યા હતા. સારાટોવના ગવર્નર રોમન બુસાર્ગિને એંગલ્સ જિલ્લામાં ઔદ્યોગિક સુવિધાઓને નુકસાનની જાણ કરી હતી. આ સિવાય હુમલામાં એક ઓઈલ ડેપોને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો.
Ukraine launched a total of 200 drone strikes and 15 ATACMS missiles on various parts of Russia. The main attack areas were the Tula region and the city of Kazan – @clashreport counted #StopRussianAggression pic.twitter.com/WgT7Lix1AJ
— Kyrylo Shevchenko (@KShevchenkoReal) January 14, 2025
આ પહેલા રશિયાએ દાવો કર્યો હતો કે, અમે પૂર્વ યુક્રેનના મહત્ત્વના પોકરોસ્ક શહેર નજીક કબજો કરી લીધો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, રશિયન સેનાએ પોકરોસ્ક લશ્કરી કેન્દ્ર નજીકના શેવચેન્કો લોજિસ્ટિક સેન્ટર નજીક નિયંત્રણ મળેવી લીધું છે. જે યુક્રેનના પૂર્વીય ડોનેસ્ક ક્ષેત્રમાં રશિયાની પ્રગતિનું મુખ્ય લક્ષ્ય હતું. યુક્રેન સેનાએ જણાવ્યું હતું કે, રશિયાએ છેલ્લા 24 કલાકમાં પોકરોસ્ક નજીક 50 થી વધુ હુમલા કર્યા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયન સૈનિકોએ યુક્રેનિયન આર્મી એરપોર્ટ અને તેના સૈન્યને સેવા આપતા ઊર્જા માળખા પર વિમાન, ડ્રોન અને મિસાઇલો દ્વારા હુમલા કર્યા હતા. રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષ 2022 થી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સેના મહિનાઓથી યુક્રેનિયન સેનાના સપ્લાય બેઝ પોકરોસ્કને કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ હવે તેને કબજે કરવાને બદલે રશિયન સેના તેની સપ્લાય ચેઇનને કાપી નાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
સ્થાનિક યુક્રેનિયન લશ્કરી પ્રવક્તાએ મેજર વિક્ટરે જણાવ્યું હતું કે, રશિયન સૈનિકો પોકરોસ્કના મુખ્ય લોજિસ્ટિક્સ કેન્દ્રને ઘેરી રહ્યા છે. રશિયન સૈનિકો ત્યાંથી મધ્ય યુક્રેનિયન શહેર દિનીપ્રો તરફ જતા હાઇવેને નિશાન બનાવી રહ્યા છે. આ માર્ગ સમગ્ર પ્રદેશમાં યુક્રેનિયન સેનાને પુરવઠો પહોંચાડવા માટે મહત્ત્વપૂર્ણ છે. હાઇવે ટ્રાફિક બંધ થવાથી પોકરોસ્ક પણ ગંભીર રીતે પ્રભાવિત થશે.
આ પણ વાંચો- સુપ્રીમ કોર્ટે છૂટાછેડા પછી ભરણપોષણ અંગે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો