
- સુરતમાં કાકા-ભત્રીજીનો સંબંધ શર્મશાર; કાકાએ 16 વર્ષની ભત્રીજીને કરી ગર્ભવતી
સુરતમાંથી સંબંધોને શર્મસાર કરનારા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં 16 વર્ષની સગીરા સાથે કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાની શરમજનક ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સગીરાની માતાએ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દૂષ્કર્મ કરાનાર પોતાના જ કૌટમ્બિક યુવક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે POCSO હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળી રહેલી જાણકારી અનુસાર, સુરતના હજીરા વિસ્તારમાંથી કૌટુંબિક કાકાએ જ 16 વર્ષની ભત્રિજીને ગર્ભવતી બનાવી દીધી છે. ભાવેશ પટેલ દ્વારા પોતાની જ ભત્રીજી પર દુષ્કર્મ આચરતો હતો. સમગ્ર મામલાનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે સગીરાને અસહ્ય પેટમાં દુઃખાવો થવા લાગ્યો હતો.
આ દુખાવાના કારણે તેની માતા હોસ્પિટલ સારવાર માટે લઈ ગઈ ત્યારે ખ્યાલ આવ્યો કે તેમની છોકરી ગર્ભવતી છે. તેના પેટમાં 6 મહિનાનું બાળક હોવાનું ડોક્ટરે જણાવ્યું તો માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ડોક્ટરે કૌટુંબિક કાકાની કરતૂતનો ભાંડો ફોડ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, સગીરાની માતાએ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે કૌટુંબિક કાકા સામે ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.