
ગુજરાતથી ઉત્તર પ્રદેશમાં હોળીની ઉજવણી કરવા જતાં લોકોને અકસ્માત નડ્યો છે. બસ્તી જીલ્લામાં કાર અને કન્ટેર વચ્ચે થયેલા અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાહતા. હાલો સ્થાનિકો પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
આ અકસ્માત ત્યારે થયો જ્યારે કન્ટેનર RJ18 GB 5710, જે બસ્તીથી અયોધ્યા તરફ હાઇવે પર જઈ રહ્યું હતું, તેણે અચાનક લેન બદલી નાખી હતી. ડિવાઇડર ન હોવાને કારણે, અયોધ્યાથી ગોરખપુર આવી રહેલી કાર (GJ 17 BH 3923) ના ડ્રાઇવર કંઈ સમજી શકે તે પહેલાં જ કન્ટેનર અને કાર વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારનો ભૂક્કો થઈ ગયો હતો અને 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય 3 ગંભીર રીતે ઘાયલ છે.
મૃતદેહોને કારના પતરા કાપી કાઢવા પડ્યા છે. મૃતદેહો એટલા વિકૃત હતા કે લોકો તેમને જોઈને ધ્રૂજી ગયા હતા. અકસ્માત બાદ નજીકના વિસ્તારોના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટના બનતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મૃતકોની ઓળખ પ્રેમચંદ, શકીલ, બહારન, બિશ્વજીત, શિવરાજ સિંહ તરીકે થઈ છે. ઘાયલોની ઓળખ છગુર યાદવ, ભુઆલ અને અનિરુદ્ધ તરીકે થઈ છે.
મૃતક ઉદ્યોગપતિ ગોરખપુરના રહેવાસી હતા, તેમની કંપની ગાંધીનગરમાં
અકસ્માતની માહિતી મળતા જ શહેર પોલીસ સ્ટેશનના વડા, ચોકીના ઇન્ચાર્જ અને પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે કાર ગુજરાત પાર્સિંગની હતી. માલિક પ્રેમચંદ પાસવાન પોતે કાર ચલાવી રહ્યા હતા. તે ગોરખપુરના ખોરાબાર પોલીસ સ્ટેશન હેઠળના તારકુલ્હી જસોપુર ગામના રહેવાસી હતા. તેમની ગુજરાતના ગાંધીનગરમાં વિશાલ ફેબ્રિકેશન નામની કંપની છે. કંપનીમાં મોટાભાગના કર્મચારીઓ ગોરખપુરના જ હતા. તેઓ હોળી ઉજવવા માટે તેમના કર્મચારીઓ સાથે ગાંધીનગરથી કાર દ્વારા આવી રહ્યા હતા. ગોરખપુર પહોંચતા પહેલા આ ભયંકર અકસ્માત થયો હતો.
આ પણ વાંચોઃ બનાસકાંઠા: રમઝાન માસમાં શુક્રવારે સવારની શાળાની વર્ષો જૂની પરંપરા વિનુ પટેલે કેમ તોડી?
આ પણ વાંચોઃ Dhandhuka: બાળકને નિરવસ્ત્ર કરી પ્રાઈવેટ પાર્ટમાં લાકડી ધકેલવાનો પ્રયાસ, ચીસો તંત્રને ન સંભળાઈ
આ પણ વાંચોઃRAJKOT: પૂર્વ MLAના બંગલે ગયેલો પુત્ર પાછો ન આવ્યો? મૃતદેહ મળતાં પરિવારે શું કરી માંગ!