
UP: ઉત્તર પ્રદેશમાં અમરોહા જિલ્લાના દિદૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના કાલાખેડા ગામે એક મહિલાએ દહેજ ના લાવી આપતાં એસિડ પીડાવી દીધુ હતુ. સારવાર દરમિયાન 17 દિવસ સુધી જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમ્યા બાદ પીડિતાનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે અને હવે કહ્યું છે કે હત્યાના આરોપ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
મળતી વિગતો અનુસાર મુરાદાબાદ જિલ્લાના પાકબારા પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી ફુરકાનની પુત્રી ગુલ ફિઝાના લગ્ન લગભગ એક વર્ષ પહેલા અમરોહા જિલ્લાના દિદૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના કાલા ખેડા ગામના પરવેઝ સાથે થયા હતા. લગ્ન પછીથી પતિ પરવેઝ, સાસુ, સસરા અને પરિવારના અન્ય સભ્યો દહેજની માંગ કરી રહ્યા હતા. દહેજ ના મળવા બદલ ગુલ ફિઝાને ત્રાસ આપવામાં આવતો હતો. 10 લાખ રુપિયા અને એક કારની માગણી કરી રહ્યા હતા.
17 દિવસ પછી મૃત્યુ
આરોપ છે કે 11 ઓગસ્ટના રોજ સાસરિયાઓએ પરિણીત મહિલાને બળજબરીથી એસિડ પીવડાવ્યું હતું. જ્યારે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ, ત્યારે તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. 17 દિવસ સુધી સારવાર લીધા બાદ ગુલ ફિઝાના શ્વાસ કાયમ માટે બંધ થઈ ગયા.
પરિણીત મહિલાને એસિડ પીવા માટે મજબૂર કરાઈ
પીડિતાના પિતા ફુરકાનની ફરિયાદ પર પોલીસે પતિ પરવેઝ, આસીમ, ગુલિસ્તા, મોનિશ, સૈફ, ડૉ. ભૂરા અને બબ્બુ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સીઓ સિટી શક્તિ સિંહે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી આરોપીઓ સામે દહેજ હત્યાની કલમો ઉમેરવામાં આવશે. આ પછી, બધા આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો:
UP Crime: હેલો!, હું તારી સૌતન બોલું, પતિના ફોનથી આવ્યો કોલ, રડી રડીને પત્નીનું મોત, શું છે કારણ!
BJP-RSS વચ્ચે માત્ર સંઘર્ષ, ઝઘડા નહીં: મોહન ભાગવતને કેમ ખૂલાસો કરવો પડ્યો?
BJP-RSS નથી ઈચ્છતા ગરીબ બાળકો અંગ્રેજી શીખે: રાહુલ ગાંધી
Pakistan-America: મુનિરની લાલચની જાળ, ટ્રમ્પ કેવી રીતે ફસાશે?