
UP Assembly Spit: વડાપ્રધાન મોદી સ્વચ્છ ભારતની ઝંખના કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ તેમની સરકારમાં વિધનાસભામાં થૂકવાની ઘટના ઘટી છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભામાં કોઈ થૂકી ગયું છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સમગ્ર દેશમાં ખળભલાટ મચી ગયો છે. એક તરફ સરકાર સ્વચ્છતાના બણગા ફૂકી રહી છે. બીજી તરફ વિધાનસભામાં થૂકવાનું હિન કર્ય થઈ રહ્યું છે. જો કે હજુ સુધી એ બહાર આનથી આવ્યું કે વિધાનસભામાં ગૃહમાં થૂકી ગયું કોણ? યોગીથી ડરતાં હોય તેમ વિધાનસભા અધ્યક્ષ જવાબ આપવા તૈયાર નથી.
થૂંક સાફ કરાવ્યું
હકીકતમાં, વિધાનસભાની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં વિધાનસભા ખંડના પ્રવેશ દ્વાર પર પાન મસાલા ખાઈને પૂચકારી મારવામાં આવી હોવાની ઘટના બની છે. આ પિચકારીની મારવાની ઘટના વિધાનસભાના અધ્યક્ષ ધ્યાને આવતાં તાત્કાલિક પ્રવેશ દ્વાર નજીક પહોંચ્યા હતા અને થૂક સાફ કરાવ્યું હતુ. તેમણે ધારાસભ્યની નિંદા કરી હતી. જો કે કોઈ પણ ધારાસભ્યનું નામ લીધું ન હતુ. જોકે સ્પષ્ટ હજુ સુધી થયું નથી આ થૂંકી કોણ ગયું?
આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદન સામે વીરપુરમાં ભારે વિરોધ, બે દિવસ રહેશે સજ્જડ બંધ |Swami Gyanprakash
કોણ થૂક્યું શોધના બદલે અધ્યક્ષે આપી સલાહ
વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ વિધાનસભાની ગરિમા અને સ્વચ્છતા જાળવવાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે એક અનુશાસનહીન ઘટના પર નારાજગી પણ વ્યક્ત કરી હતી. આ પછી, ગૃહને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું કે વિધાનસભા પ્રત્યે ફક્ત એક વ્યક્તિની જવાબદારી નથી, પરંતુ તે આપણા બધાની સામૂહિક જવાબદારી છે. તેમણે કહ્યું કે આ અનુશાસનહીન કૃત્યનો વીડિયો ઉપલબ્ધ છે, પરંતુ તેમનો હેતુ કોઈપણ સભ્યને જાહેરમાં અપમાનિત કરવાનો નહોતો. આમ છતાં, તેમણે તમામ ધારાસભ્યોને અપીલ કરી છે કે જો તેઓ ભવિષ્યમાં કોઈને આવું કરતા જુએ તો તેઓએ તેને ત્યાં જ રોકી દેવો જોઈએ.
જો કે વિધાનસભા અધ્યક્ષે થૂકનારનું નામ આપવાને બદલે માત્ર સલાહ જ આપી. તેણમે થૂકનારનું નામ પણ જાહેર કર્યું નથી અને તપાસ પણ કરાવી નથી. જેથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. શું વિધનસભા અધ્યક્ષ સત્તા પક્ષથી ડરે છે કે નામ જાહેર કરતાં નથી. ચર્ચા એવી પણ થઈ રહી છે કે વિપક્ષે આ કૃત્ય આચર્યું હોત તો મોટો હોબાળો થઈ ગયો હોત. અને નામ પણ બહાર આવી ગયું હોત.
આ પણ વાંચોઃ ‘કુંભમાં 33 કરોડ મહિલાઓ આવી પણ ગુનાની એકપણ ઘટના નહીં’, આખરે યોગી કહેવા શું માગે છે? |Mahakumbh
આ પણ વાંચોઃ ગુજરાતમાં જન્મ-મરણના દાખલા પર મોંઘવારી સવાર, રુ. 10ને બદલે 50 કર્યા |Birth-death certificate fees
આ પણ વાંચોઃ Anand video: મહિલા વચેટિયા સક્રિય: દાખલો કઢાવી આપવા માગ્યા આટલા રુપિયા?