
UP Crime: ઉત્તર પ્રદેશમાં આઝમગઢના દેવગાંવ પોલીસ સ્ટેશનના લાલગંજ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાયપાસ રોડ પર ન્યૂ વેલકમ ફેમિલી રેસ્ટોરન્ટમાં પોતાની દીકરીને પ્રેમી છોકરા સાથે જોઈને ગુસ્સે ભરાયેલા પિતાએ પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી બંને પર ગોળીબાર કર્યો.
थाना देवगांव क्षेत्रान्तर्गत न्यू वेलकल फैमिली रेस्टोरेन्ट में पिता ने अपनी पुत्री व पुरुष मित्र को मारी गोली, गम्भीर हालत में दोनो को BHU किया गया रेफर, इलाज के दौरान महिला की हुई मृत्यु, FIR पंजीकृत कर की जा रही कार्यवाही,के सम्बन्ध में #Spcityazh मधुवन कुमार सिंह की बाइट। pic.twitter.com/LboOwXGRp8
— AZAMGARH POLICE (@azamgarhpolice) September 26, 2025
આ હુમલામાં આદિત્ય સિંહ અને પુત્રી અક્ષરા ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલત ગંભીર હોવાથી તેમને વારાણસીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું છે કે અક્ષરાનું સારવાર દરમિયાન મોત થઈ ગયુ. જ્યારે આદિત્ય હજુ પણ સારવાર હેઠળ છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના 27 સપ્ટેમ્બરે બની હતી.
માતાપિતા રેસ્ટોરન્ટમાં પહોંચ્યા
મૃતક છોકરી અક્ષરા સિંહ(ઉ.વ. 15) પાકડી ખુર્દ ગામની હાઇસ્કૂલની વિદ્યાર્થીની હતી. ઈજાગ્રસ્ત આદિત્ય સિંહ(ઉ.વ.21) માસીરપુર ગામનો રહેવાસી છે તે કોલેજમાં ગ્રેજ્યુએશન કરે છે. આ બંને ભણવા માટે સાથે નિકળ્યા હતા. જાણવા મળ્યું છે કે આ બંને વિદ્યાર્થીઓ ભણવા નહીં પણ એક રેસ્ટોરન્ટમાં છે તેવી જાણ પાડોશીએ કરી દીધી હતી. જેથી છોકરીના માતાપિતા દેવગાંવ કોતવાલી વિસ્તારમાં ન્યૂ વેલકમ ફેમિલી રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા. સૌથી પહેલા છોકરીની માતા રેસ્ટોરન્ટમાંપહોંચી ત્યાર બાદ પિતા નીરજ સિંહ પહોંચ્યા. અને પુત્રી સાથે મોટો ઝઘડો કર્યો હતો.
ફરાર આરોપી પીતાની શોધખલો ચાલુ
પિતા નીરજ સિંહ એટલા ગુસ્સે ભરાયા કે તેમણે છોકરી પર હુમલો કરવાનું શરૂ કર્યું અને પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું. પહેલી ગોળી છોકરીને વાગી અને બીજી ગોળીછોકરાને વાગી. તેમની હાલત ગંભીર બનતાં તેમને ટીકરગઢ લાલગંજ હોસ્પિટલમાંથી વારાણસી રિફર કરવામાં આવ્યા. જોકે, અક્ષરાનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે કેસ નોંધીને ફરાર આરોપી પિતા નીરજ સિંહની શોધખોળ તેજ કરી દીધી છે.
પિતા પહેલથી જ પુત્રીની હરકતોથી નારાજ હતા
સૂત્રોના જણાવ્યા અનુસાર પિતા પહેલાથી જ પોતાની પુત્રીની યુવક સાથેની વાતચીતથી નારાજ હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે ન્યૂ વેલકમ ફેમિલી રેસ્ટોરન્ટ સહિત નજીકની ઘણી હોટલો અને રેસ્ટોરન્ટ્સ કલાકદીઠ રૂમ ઓફર કરે છે. આનાથી હોટલ વ્યવસાયની આડમાં વેશ્યાવૃત્તિ થવાની શક્યતા વધી જાય છે. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:
UP: બોર કૂવાની ઓરડીમાં પુત્ર અને ગર્લફ્રેન્ડ, પિતા સમજી બેઠા ચોર, પોલીસ બોલાવી લેતા…
UP: મૌલવીએ મસ્જિદમાં સફાઈ કરતી છોકરીને પીંખી નાખી, ગર્ભવતી થતાં ફૂટ્યો ભાંડો
UP: બજરંગ દળના કાર્યકરને ગોળી મારી પતાવી દીધો, છોકરી બાબતે ઈસ્ટાગ્રામમાં કરેલી કોમેન્ટે લીધો જીવ!
Rajkot: ગરબામાં કપલને જગ્યા બદલવાનું કહેતા છરીથી હુમલો, 3 લોકો હોસ્પિટલમાં દાખલ, જાણો સમગ્ર ઘટના








