
UP: ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પત્નીએ પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે ઉશ્કેરાઈને પોતાના જ પતિની હત્યા કરાવી દીધી. મૃતક હનુમંત લાલની પત્ની પૂજા ગૌતમના ભત્રીજા સાથે અનૈતિક સંબંધો હતા. જેના કારણે બંને વચ્ચે ઘણીવાર ઝઘડા થતા હતા. જેથી પૂજાએ હનુમંત લાલને મારી નાખવાનું કાવતરું ઘડ્યું.
ત્યારબાદ પૂજા લખનૌમાં રહેતા ઈ-રિક્ષા ડ્રાઈવર કમલેશને મળી અને તેને તેના પતિને મારી નાખવા માટે એક લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ ઓફર કર્યો.
સડયંત્ર પ્રમાણએ પૂજા તેના પતિ સાથે મેળામાં ફરવા ગઈ. જોકે, મેળામાંથી પરત ફરતી વખતે દેવા-લખનૌ રોડ પર હનુમંત લાલનો મૃતદેહ મળી આવ્યો. પત્નીએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને દાવો કર્યો કે તેનું મૃત્યુ રોડ અકસ્માતને કારણે થયું. જોકે, પૂજાના 8 વર્ષના બાળકે તેના જુઠાણાનો પર્દાફાશ કર્યો, જેના કારણે પોલીસની કડક પૂછપરછ શરૂ થઈ. પૂછપરછ દરમિયાન બહાર આવેલા સત્યએ પોલીસને પણ ચોંકાવી દીધી.
ભત્રીજા સાથે સંબંધો
પોલીસ તપાસ મુજબ મૃતકની પત્ની પૂજા ગૌતમના તેના જ ભત્રીજા સાથે ગેરકાયદેસર સંબંધો હતા. ઘરમાં રોજબરોજના ઝઘડાથી કંટાળીને પૂજાએ તેના પતિથી છૂટકારો મેળવવાનું નક્કી કર્યું. તેણે લખનૌમાં રહેતા ઈ-રિક્ષા ડ્રાઈવર કમલેશને મળી અને તેને તેના પતિને મારી નાખવા માટે રુ. 1 લાખ ચૂકવ્યા . 13 ઓક્ટોબરની સાંજે પૂજા તેના બાળક અને પતિ સાથે દેવ મેળામાં ગઈ હતી. મેળામાં ફર્યા પછી પૂજાએ જાણી જોઈને કમલેશ દ્વારા ચલાવવામાં આવતી એ જ ઈ-રિક્ષા બુક કરાવી.
અધિક પોલીસ અધિક્ષક (ASP) વિકાસ ચંદ્ર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર મૃતકની પત્ની ઠંડીનું કારણ આપીને મોટરસાયકલ પરથી ઉતરી અને ઈ-રિક્ષામાં બેસી ગઈ. જ્યારે તેઓ તાહિરપુર વળાંક પર પહોંચ્યા, ત્યારે કમલેશ અને તેની પત્નીએ મોટરસાયકલ ચલાવી રહેલા હનુમંત લાલને રોક્યો. કમલેશે લોખંડના સળિયાથી હનુમંત લાલના માથા પર હુમલો કર્યો, જેનાથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયું.
દીકરાએ હકીકત જણાવી દીધી
હત્યાને રોડ અકસ્માત ખપાવવા પત્ની ઈ-રિક્ષા ચાલક સાથે લખનૌ પરત ફરી. જોકે, એએસપી વિકાસ ચંદ્ર ત્રિપાઠીએ જણાવ્યું કે બાળકની પ્રામાણિકતા અને હત્યાનો ઉકેલ લાવવામાં પોલીસ ટીમના પ્રયાસો તેનું કારણ હતા. બાળકે પોલીસને પૂજા અને કમલેશની આખી યોજના વિશે જણાવ્યું, ત્યારબાદ પોલીસે પૂજાની કડક પૂછપરછ કરી અને તેણે સત્ય કબૂલ્યું. પોલીસે આરોપી પત્ની પૂજા અને કમલેશ બંનેની ધરપકડ કરી છે. તેમની પાસેથી હત્યામાં વપરાયેલો લોખંડનો સળિયો, એક મોબાઈલ ફોન અને એક ઈ-રિક્ષા મળી આવી છે. એએસપી વિકાસ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર આ કેસ સંપૂર્ણપણે બેવફાઈ અને લોભ સાથે સંબંધિત હતો, જેને પોલીસે ઉકેલી લીધો છે.
આ પણ વાંચો:
UP: મૌલવીના પરિવાર સાથે થયેલી ક્રૂરતા મામલે 60 લોકો સામે FIR, કારણ જાણી ચોકી જશો!








