UP: નેપાળી યુવતીને ટોળું સમજી બેઠું ચોર, યુવતી ધાબા પરથી કૂદી ગઈ છતાં છોડી નહીં, જાણો પછી શું થયું?

  • India
  • August 3, 2025
  • 0 Comments

UP Nepali Girl Beaten: ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં હચમચાવી નાખતી  ઘટના સામે આવી છે, જે માનવતાને શરમસાર કરનારી છે. નેપાળના પોકરા જિલ્લામાંથી આવેલી 25 વર્ષીય યુવતી સુષ્મા સરૂ મગર ઉર્ફે કાજલ ચોરી સમજી ટોળાએ હુમલો કરતાં ગંભીર રીતે ઈજાઓનો ભોગ બની છે. તેણે મકાન પરથી છલાંગ લગાવી દીધી છતાં છોડી નહીં. તે નોઇડામાં નોકરી ગુમાવ્યા બાદ કામની શોધમાં પોતાના એક પરિચિતના ઘરે બરેલી પહોંચી હતી. જોકે, શનિવારની રાત્રે થયેલી ઘટનાએ તેના જીવનને મુશ્કેલીમાં મૂકી દીધુ. જાણો સમગ્ર ઘટના

ઘટના ત્યારે બની જ્યારે ગત રાત્રે  સુષ્મા પોતાના પરિચિતના ઘરની છત પર ફોન પર વાત કરી રહી હતી. આ દરમિયાન કેટલાક સ્થાનિક લોકોએ તેને ચોર સમજી લીધી અને કોલાહાલ મચાવવા લાગ્યા. ડરના કારણે સુષ્માએ છતથી છલાંગ લગાવી દીધી, જેનાથી તેના પગમાં ગંભીર ઈજાઓ થઈ. જોકે આઘાતજનક વાત એ છે કે નીચે પડ્યા બાદ પણ ભીડે તેના પર લાઠી-ડંડકાઓથી હુમલો કર્યો, જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. આ દરમિયાન સુષ્મા હાથ જોડીને રડતી હતી અને વારંવાર કહેતી હતી કે તે ચોર નથી, પરંતુ ભીડનો ગુસ્સો શાંત થયો નહીં. એટલું જ નહીં તેને બાંધીને માર મારવામાં આવ્યો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પીડિતા સુષ્મા સરૂ મગરને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, તેની હાલત સ્થિર છે, પરંતુ પગની ઈજાઓને કારણે તેને લાંબા સમય સુધી સારવારની જરૂર પડી શકે છે.

છોકરીએ હાથ જોડીને કહ્યું – હું ચોર નથી

વાયરલ વીડિયોમાં ભીડનો અવાજ સંભળાઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણાં બધા વીડિયો બનાવવામાં આવ્યા છે, જે હજુ સુધી વાયરલ થયા નથી. આમાં યુવાનોનું એક જૂથ છોકરીને માર મારતા અને પ્રશ્નો પૂછતા જોઈ શકાય છે, જ્યારે વૃદ્ધ લોકો મૂક પ્રેક્ષક થઈ જોતા રહે છે. છોકરી પોતે કહી રહી છે કે બહેરબાની કરીને પહેલા પોલીસને ફોન કરો. હું ચોર નથી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવે છે, અને છોકરીને બચાવે છે.

પોલીસની કારવાઈ

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સુષ્માની હતાશા અને દુખની વ્યથા સ્પષ્ટ દેખાઈ રહી છે. આ વીડિયોના આધારે અને પીડિતાની ફરિયાદ પર પોલીસે ઝડપથી કારવાઈ કરી છે. પોલીસે ચાર આરોપીઓ ગૌરવ સક્સેના, શિવમ સક્સેના, અમન સક્સેના અને અરુણ સૈનીને ઝડપી લીધા છે. પોલીસ વીડિયોની મદદથી બાકીના આરોપીઓ શોધી રહી છે.

નેપાળ અને ભારત વચ્ચેના સંબંધોને પણ આવી ઘટનાઓ દ્વારા નુકસાન થઈ શકે છે. સ્થાનિક પ્રશાસન અને સમાજસેવી સંસ્થાઓએ આવી ઘટનાઓને રોકવા માટે જાગૃતિ અભિયાન ચલાવવાની માંગણી ઉઠાવી છે.

આ પણ વાંચો:

Srinagar: ફ્લાઈટમાં વધુ સામાન લઈને ઘૂસવા ન દેતાં સૈન્ય અધિકારીએ 4 કર્મીઓને ફટકાર્યા, હવે ઉડાન ભરવાનું સ્વપ્ન ચકનાચૂર થશે,જાણો કારણ

Bomb Threat: નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે આ રીતે આરોપીને પકડ્યો!

UP: ગોંડામાં મોટો અકસ્માત, શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો નહેરમાં પડતાં 11ના જીવ ગયા

RAJKOT: ટ્યુશન ગયેલી 15 વર્ષિય બાળકીનું અપહરણ, બાળકીનો હજુ સુધી પત્તો નહીં

Odisha: 3 શખ્સોએ 15 વર્ષિય બાળકીને સળગાવી દીધી, સારવાર દરમિયાન થયું મોત, જાણો શું છે મોટું કારણ?

Ahmedabad: બાપુનગરમાં 7 વર્ષની બાળકીના રેપ-હત્યા કેસમાં 16 વર્ષ બાદ 2 શંકાસ્પદ શખ્સોની ધરપકડ, જાણો સમગ્ર મામલો

Chhota Udepur: રાયસીંગપુરા શાળાના શિક્ષક દંપતિની બદલી થતાં ગ્રામજનોએ કંઈક આ રીતે કર્યું સન્માન, જુઓ

Related Posts

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ
  • October 27, 2025

UP:  દારૂડિયા ગમે ત્યાં હોય પણ જ્યાં હોય ત્યાંથી દારૂ મેળવી લેતા હોય છે પછી ભલેને સિચ્યુએશન ગમેતે હોય,પણ દારૂનો જુગાડ કરીજ નાખતા હોય છે કઈક આવોજ એક વિડીયો સોશ્યલ…

Continue reading
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!
  • October 27, 2025

CBSE હવે પરીક્ષાઓ લેવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખવા જઈ રહ્યું છે, નવી SAFAL સિસ્ટમ વિદ્યાર્થીઓની સમજણ, વિચારસરણી અને જ્ઞાનના વ્યવહારુ ઉપયોગની ચકાસણી કરશે, જેનાથી તેઓ 21મી સદીના કૌશલ્યોમાં આગળ વધી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 2 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 3 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 13 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 9 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 22 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 15 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!