
UP Crime: ગત ગુરુવારે રાત્રે ઉત્તર પ્રદેશના દહેરાદૂનમાં આવેલી CMI હોસ્પિટલની નર્સ સાથે વૃદ્ધ મહિલા દર્દી સાથે રહેલા યુવકે છેડતી અને અભદ્ર ટિપ્પણી કરતાં થપ્પડો પર થપ્પડો મારી હતી. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો. આરોપી પૂર્વ આર્મીમેન નિકળ્યો છે. દાલનવાલા પોલીસે શુક્રવારે આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
5 हजार ले, मेरे साथ चल…
देहरादून के हॉस्पिटल में स्टाफ नर्स से पिट रहा शख्स एक्स आर्मीमैन रमेश सिंह है. इसकी माँ हॉस्पिटल में एडमिट थी. आरोप है की रमेश ने पूरी रात कई स्टाफ नर्स को परेशान किया और अश्लील बातें की. पुलिस ने FIR दर्ज की. pic.twitter.com/uMcnEFAJ9q— Sachin Gupta (@SachinGuptaUP) October 17, 2025
એસએસપી અજય સિંહે જણાવ્યું હતું કે આરોપી રમેશ સિંહ, જે દેહરાદૂનના બંજરાવાલાના રહેવાસી છે, તે તેની સાસુની સારવાર કરાવવા માટે હોસ્પિટલમાં આવ્યો હતો. એક નર્સને હેરાન કરવા અને અશ્લલીલ ટિપ્પણી કરવા બદલ તેને માર મારવામાં આવ્યો હતો, અને પોલીસને જાણ કરવામાં આવી હતી. કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ નાલાપાણી આઉટપોસ્ટના ઇન્ચાર્જ રીના વર્માને સોંપવામાં આવી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી આર્મીમાંથી નિવૃત્ત થયા પછી, દિલ્હીમાં ખાનગી નોકરી કરે છે. તેને પોતાની બે પુત્રીઓ છે. તેની સાસુ 13 ઓક્ટોબરથી હોસ્પિટલમાં દાખલ છે. તે સારવાર માટે આવ્યો હતો, પરંતુ મહિલા નર્સ પર ખરાબ નજર રાખવા લાગ્યો. તે તેનો પીછો કરતો હતો. ગઈકાલે રાત્રે તેણે નર્સને તેની સાથે આવવાનું કહેવાનું શરૂ કર્યું હતુ. તેણે એમ પણ કહ્યું કે તે તેની પત્નીથી નારાજ છે.
તે તેની સાસુની સારવાર કરાવવા આવ્યો હતો, પરંતુ જો તે (નર્સ) તેની સાથે આવવા સંમત થાય, તો તે તેની પત્ની અને સાસુને રસ્તામાંથી દૂર કરી દેશે. તેણે નર્સને પૈસા પણ આપવા કહ્યું. અંતે, નર્સની ધીરજ તૂટી ગઈ અને તેણે સ્ટાફને બોલાવીને તેને વારંવાર થપ્પડ મારી અને પછી તેને પોલીસને સોંપી દીધો.
વાયરલ વીડિયોમાં સંભળાય છે કે પૂર્વ આર્મીમેને માર મારતી વખતે નર્સ કહે છે કે મને 5 હજાર આપવાની કહી તેની સાથે ચાલવા કહ્યું. તે નર્સની છેડતી કરે છે. શું અમે અહીં બેજજતી કરવા આવી છીએ. જે બાદ નર્સ ઉપરાછાપરી થપ્પડો મારે છે. હાલ તો આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કારણ કે આવી ઘટનાઓ મહિલાઓની સુરક્ષાઓ જોખમમાં મૂકે છે. તેમાં પણ હોસ્પિટલમાં દર્દીઓની સારવર કરતી મહિલા સાથે આવું થાય તો કડકમાં કડક પોલીસે પગલાં લેવા જોઈએ. કારણ કે મહિલા રાત્રે પણ હોસ્પિટલમાં ફરજ બજાવતી હોય છે.
આ પણ વાંચો:
UP: મૌલવીની પત્ની અને બે પુત્રીઓ સાથે ક્રૂરતા કરનાર બે સગીર પકડાયા, જાણો કેમ ઘટનાને આપ્યો અંજામ?
Pakistan Threat: ‘ભારત પર પરમાણુ બૉમ્બ ફેંકી દઈશું!’, પાકિસ્તાની આર્મી ચીફ મુનીરની ધમકી
Vadodara: જન્મદિવસ બન્યો અંતિમ દિવસ, દિવાળીની રોશની જોવા ગયેલા યુવકને કાળે બનાવ્યો કોળિયો
Diwali Muhurat: 20 કે 21 ઓક્ટોબરે દિવાળી?, જાણી લો લક્ષ્મી પૂજા માટે શુભ સમય!








