
Mahakumbh Fire: આજે શનિવારે ઉત્તર પ્રદેશ( UP)ના પ્રયાગરાજ યોજાયેલા મહાકુંભ મેળામાં ફરીએકવાર આગ લાગવની ઘટના ઘટી છે. મેળા વિસ્તારના સેક્ટર-2માં પાર્ક કરેલા બે વાહનોમાં આગ લાગી હતી. ઘટનાની માહિતી મળતા જ વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ચુસ્ત વહીવટી તંત્રના કારણે આગ પર તાત્કાલિક કાબુ મેળવી શકાયો હતો. માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. રાહતની વાત એ છે કે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
ફાયર બ્રિગેડને માહિતી મળી હતી કે સરદાર પટેલ સેવા સંસ્થાનની સામે એક અર્ટિગા કારમાં આગ લાગી છે. માહિતી મળતાં જ છ ફાયર બુલેટ અને છ વોટર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. આગ ખતરનાક વળાંક લે તે પહેલાં, 4,500 લિટર પાણીની ક્ષમતા ધરાવતા મોટા વાહનની મદદથી તેને કાબુમાં લેવામાં આવી. આ કારની બાજુમાં બીજી એક કાર પાર્ક કરેલી હતી, જેની નંબર પ્લેટ પરથી ખબર પડી કે તે ઝારખંડની કાર છે. કારનો આ અડધો ભાગ પણ આગમાં સપડાઈ ગયો હતો. કુલ બે કારને નુકસાન પહોંચુચ્યું છે.
અઠવાડિયામાં આગની બીજી ઘટના
એક અઠવાડિયામાં મેળા વિસ્તારમાં આગ લાગવાની આ બીજી ઘટના છે. આ પહેલા 19 જાન્યુઆરીના રોજ મહાકુંભ દરમિયાન શાસ્ત્રી બ્રિજ પાસે સેક્ટર ૧૯માં ગીતા પ્રેસ કેમ્પમાં આગ લાગી હતી. જેમાં અનેક ઝૂંપડીઓ બળી ગઈ હતી. મહાકુંભ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ગીતા પ્રેસના રસોડામાં નાના સિલિન્ડરમાંથી ચા બનાવતી વખતે ગેસ લીકેજ થવાને કારણે આ અકસ્માત થયો હતો. આગને કારણે રસોડામાં રાખેલા બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા. તે પછી પણ, વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી મજબૂત વ્યવસ્થાને કારણે, આગ પર કાબુ મેળવી શકાયો હતો.
યોગી પણ પહોંચશે મેળામાં
આજે આ મેળામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવશે. તે એક મહાસભાને સંબોધિત કરશે. અત્યાર સુધી મેળામાં 10 કરોડ લોકોએ સ્નાન કર્યું છે. આ કુંભ મેળામાં 40-45 કરોડ શ્રધ્ધાળુઓ આવવાની શક્યતા છે.
આ પણ જુઓઃ
આ પણ વાંચોઃ Ahmedabad Coldplay concert: ટિકિટોની કાળા બજારી કરતાં વધુ બે શખ્સો ઝડપાયા