
UP 75 Year Old Husband Death: ઉત્તર પ્રદેશમાં જૌનપુર જિલ્લાના ગૌરા બાદશાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુચમુચ ગામમાંથી એક વિચિત્ર અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં 75 વર્ષીય સંગરુ રામે 35 વર્ષીય મહિલા સાથે લગ્ન કર્યા હતા અને તેની સાથે લગ્નની રાત વિતાવ્યા પછી બીજા દિવસે સવારે અચાનક મૃત્યુ પામ્યા. આ ઘટના આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
75 वर्ष में शादी…सुहागरात में हुई मौत!
जौनपुर में दोबारा शादी करके नया हमसफर चुनने वाले बुजुर्ग संगरू को शायद ये नहीं पता था कि ये खुशी उसकी जिन्दगी की आखिरी साबित होगी,फिलहाल अब शादी के बाद इस तरह मौत होना क्षेत्र में चर्चा का विषय बन गया है!!#UttarPradesh pic.twitter.com/pCm9sqNjUJ
— Gaurav Dixit (@GauravKSD) September 30, 2025
વૃદ્ધે ફરીથી લગ્ન કેમ કર્યા?
અહેવાલો અનુસાર સંગરુ રામની પહેલી પત્નીનું લગભગ એક વર્ષ પહેલા અવસાન થયું હતું. તેમને કોઈ સંતાન નહોતું અને તેઓ એકલા ખેડૂત હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમના ભાઈ અને ભત્રીજા દિલ્હીમાં રહે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સંગરુ રામ છેલ્લા કેટલાક સમયથી ફરીથી લગ્ન કરવાની વાત કરી રહ્યા હતા, પરંતુ ગ્રામજનોએ તેમની ઉંમર અને સંજોગોનો હવાલો આપીને તેમને મનાવવાનો પ્રયાસ કર્યો હતો.
મંદિરમાં લીધા સાત ફેરા
ગત સોમવારે સંગરુ રામે જલાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની 35 વર્ષીય મહિલા માનભાવતી સાથે કોર્ટ મેરેજ કર્યા અને પછી ગામના મંદિરમાં સાત ફેર્યા ભર્યા હતા. લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એવું કહેવાય છે કે આ માનભાવતીના પણ બીજા લગ્ન હતા. તેમને પહેલા લગ્નથી બે પુત્રીઓ અને એક પુત્ર છે.
લગ્નની રાત પછીના દુઃખદ સમાચાર
માનભાવતીએ કહ્યું “લગ્ન પછી અમે મોડી રાત સુધી વાતો કરતા,” “તેમણે મને કહ્યું કે તેમના ઘરનું ધ્યાન રાખજો અને બાળકોની ચિંતા ના કરજો.” પરંતુ સવારે, સંગરુ રામની તબિયત અચાનક બગડી ગઈ, અને જ્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
અંતિમ સંસ્કાર પર પ્રતિબંધ
આ અચાનક મૃત્યુથી ગામમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. આ વાતની જાણ થતાં દિલ્હીમાં રહેતા સંગરુ રામના ભત્રીજાઓએ અંતિમ સંસ્કાર અટકાવી દીધા. તેઓ કહે છે કે દિલ્હીથી આવે ત્યાં સુધી મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવશે નહીં. તેમણે મૃત્યુને શંકાસ્પદ જાહેર કર્યું છે અને પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમની માંગ કરી શકે છે. પરિવારે પત્ની પર પણ શંકા વ્યક્ત કરી છે.
ગામમાં ચર્ચાઓએ જોર પડ્યું
આ સમગ્ર ઘટનાએ ગામમાં ખળભળાટ મચાવી દીધો છે. કેટલાક લોકો તેને “ભાગ્યનો ખેલ” કહી રહ્યા છે, તો કેટલાક તેને “ષડયંત્ર” કહી રહ્યા છે. ગામલોકો આ ઉંમરે લગ્ન કરવાના ખોટા હોવા અંગે ચર્ચા કરી રહ્યા છે, જ્યારે કેટલાક મહિલાના ઇરાદા પર સવાલ ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચો:
UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….
UP: મૌલવીએ મસ્જિદમાં સફાઈ કરતી છોકરીને પીંખી નાખી, ગર્ભવતી થતાં ફૂટ્યો ભાંડો
UP: વરુએ પતિ-પત્નીને ફાડી ખાધા, મૃતદેહો વિકૃત હાલતમાં મળ્યા, ગ્રામજનોએ વન વિભાગની લગાડી દીધી વાટ








