
UP: ગાઝીપુરમાં એક ભયાનક અકસ્માત થયો છે. ખાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દાદરા ગામમાંએક ટ્રેક્ટરચાલકે અચાનક નિયંત્રણ ગુમાવી દીધું, અને રસ્તાની બાજુમાં આવેલા એક ઘરમાં ઘૂસી ગયું હતું. અને ત્યાં હાજર છ લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ છે.
બેદરકારીથી સ્ટીયરિંગ છોડી દીધું
આ ઘટનામાં ટ્રેક્ટર ચલાવતો યુવાન બિહારીગંજથી અનુની બજાર જઈ રહ્યો હતો. રસ્તામાં તે ખૂબજ નશામાં હતો અને જોરથી ગીતના તાલ પર નાચતો હતો. તેનું બિલકુલ ધ્યાન ન હતું અને તેને અચાનક સ્ટીયરિંગ છોડી દીધું. ગીતના તાલ પર તાળીઓ પાડવા લાગ્યો. તે જ સમયે,તેણે સામેથી એક બાઇક આવતી જોઈ, જેનાથી બચવા માટે તેણે અચાનક સ્ટીયરિંગ ફેરવ્યું. ટ્રેક્ટર નિયંત્રણ બહાર થઈ ગયું અને નજીકના ઘરમાં ઘૂસી ગયું અને ત્યાં હાજર છ લોકોને કચડી નાખ્યા.અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 4 ગંભીર રીતે ઘાયલ થયા છે.
ગુસ્સે ભરાયેલા લોકોએ ટ્રેક્ટરચાલકને માર માર્યો
અકસ્માતની ઘટના બાદ ત્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈ ગયાં. ગુસ્સે ભરાયેલા ટોળાએ નશામાં ધૂત ટ્રેક્ટરચાલકને માર માર્યો. ગામલોકોએ ગુસ્સામાં રસ્તો બંધ કરી દીધો, પોલીસ અધિકારીઓએ લોકોને શાંત પાડ્યા અને થોડા સમય પછી નાકાબંધી હટાવી દીધી.
અકસ્માતે ખુશીનું વાતાવરણ શોકમાં ફેરવી દીધું
આ ઘટનાનો શિકાર બનેલા મૃતક હરિશ્ચંદ્ર પ્રજાપતિ તેમના પરિવાર સાથે મુંબઈમાં રહેતા હતા અને થોડા દિવસ પહેલા જ ગામ પરત ફર્યા હતા.આખો પરિવાર તેમની પુત્રીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતો, પરંતુ આ દુ:ખદ ઘટના અચાનક આખા પરિવાર માટે આઘાતજનક બની ગઈ.
નશામાં ધૂત બની નિયંત્રણ ગુમાવ્યું
વાહનચાલકોએ નશો કરીને વાહન ન ચલાવવું જોઈએ આવું વાંરવાર કહેવામાં આવે છે. છતાં લોકો સુધરવાનું નામ નથી લેતા અને પોતાની લાપરવાહીથી નિર્દોષ લોકોનો જીવ લઈ લેતા હોય છે. કાયદા-કાનૂનની કોઈ પરવા કરતાં નથી તેમનો આ શોખ કોઈના માટે શોક બની જશે તેની પરવા નથી કરતાં અને બેફામ વાહન ચલાવતાં હોય છે. એટલા મશગૂલ બની જાય છે કે તેમને નથી રસ્તા દેખાતા કે નથી રસ્તા પર ચાલતા લોકો દેખાતા.
આ ઘટનામાં આરોપી નશો કરીને ટ્રેક્ટર ચલાવે છે અને પાછો ગીત સાંભળવામાં મશગૂલ બની જાય છે. આખું ટ્રેક્ટર જ ઘરમાં ઘુસાડી દે છે, ઘરનાં લોકોને કોઈ અંદાજો નથી કે તેમની સાથે આવી ભયાનક ઘટના બનશે.
આ પણ વાંચો:
UP: પત્નીને પાવડો મારી પતાવી દીધી, બાળકો થયા અનાથ, કારણ જાણી હચમચી જશો!
CM Rekha Gupta: રાજકોટના શખ્સે દિલ્હીના CM રેખા ગુપ્તા હુમલો કેમ કર્યો?
Gujarat: સરકારને કરોડના ખર્ચે પોતાની ભાષા સુધારવાનું ભાન કેમ થયું?
Parrot World Record: પોપટનો વર્લ્ડ રેકોર્ડ, માત્ર 33 સેકન્ડમાં કરી નાખ્યું આ પરાક્રમ, જુઓ!
Surat: અમરોલીમાં 33 વર્ષિય શિક્ષિકાએ કર્યો આપઘાત, કારણ જાણી ચોકી જશો!