UP: ‘ભાજપથી શું મતલબ, ભાજપનું નામ કેમ આવ્યું’, કાઉન્સિલર અને પોલીસ વચ્ચે ચલણને લઈ બબાલ

  • India
  • October 12, 2025
  • 0 Comments

UP: ઉત્તર પ્રદેશમાં આવેલા મેરઠના રેલવે રોડ ચોકડી પર ટ્રાફિક ઇન્સ્પેક્ટર વિનય શાહી અને ભાજપ કાઉન્સિલર અરુણ માચલ વચ્ચે થયેલી બબાલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં ઇન્સ્પેક્ટર સ્પષ્ટપણે કહેતા જોવા મળે છે કે હું તમારો યાર નથી, હું સરકાર માટે કામ કરું છું. લોકો સોશિયલ મીડિયા પર આ અંગે પોતાના મંતવ્યો આપી રહ્યા છે.

8 ઓક્ટોબરના રોજ ટ્રાફિક ઇન્સ્પેક્ટર વિનય શાહી રેલવે રોડ ચોકડી પર વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમણે એક ટુ-વ્હીલર રોક્યું જેના પર જાતિવાદી નારા લખેલા હતા. નિયમોનો ઉલ્લેખ કરીને ઇન્સ્પેક્ટરે ડ્રાઇવરને ચલણ આપ્યું હતુ. ચલણ પછી ડ્રાઇવરે ભાજપના કાઉન્સિલરને ફોન કર્યો હતો.

કાઉન્સિલર અરુણ માચલ પણ હેલ્મેટ વગર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઇન્સ્પેક્ટર શાહીએ તેમને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું કહેતા ચલણ આપી દીધુ. આનાથી બંને વચ્ચે દલીલ થઈ હતી. અરુણ માચલે કહ્યું હતુ કે હું ભાજપ કાઉન્સિલર છું. ત્યારે ઇન્સ્પેક્ટર શાહીએ કહ્યું હતુ કે ભાજપમાં છો તો શું મતલબ, ભાજપનું નામ કેમ લીધુ. તેમ કહેતા હોબાળો થયો હતો. અરુણ માચલે ઈસ્પેક્ટરને પૂછ્યું હતુ કે શું તમે સરકારથી નારાજ છો. આવી ઉગ્ર દલીલો થઈ હતી. કાઉન્સિલરે હોબાળો મચાવ્યો અને ભાજપ નેતા કમલ દત્ત શર્માને બોલાવ્યા હતા.

ભાજપના સભ્યોએ હોબાળો મચાવતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. થોડા દિવસો પહેલા પણ વેપારીઓ અને અન્ય ભાજપના સભ્યોએ પણ ઇન્સ્પેક્ટર વિનય કુમાર શાહી સામે હોબાળો મચાવ્યો હતો. ચાલી રહેલા વિવાદને કારણેSSPએ ટ્રાફિક ઇન્સ્પેક્ટરને તેમના પદ પરથી દૂર કર્યા.

ઉલ્લેખનીય છે કે ઘણા કિસ્સાઓમાં પોલીસ કોઈ વ્યક્તિને રોકે એટલે ભાજપની વગ ધરાવતાં વ્યક્તિને ફોન કરી ચલણથી બચી જાય છે. આવું અનેકવાર બને છે. જેથી પોલીસે કરેલી આ કામગીરીના વખાણ પણ થઈ રહ્યા છે.

આ પણ વાંચો:

UP: પ્રેમ, વિશ્વાસઘાત અને બ્લેકમેલ, 55 વર્ષિય મહિલાની પ્રેમજાળમાં ફસાઈ ગયો યુવાન, શારીરિક સંબંધો બનાવ્યા, પછી બચવા…

Surat Viral Video: જાહેરમાં ભાજપ નેતાઓના તાયફા, રોડ પર ફટાકડા ફોડી જન્મ દિવસ ઉજવતાં કાર્યવાહીની માંગ, જુઓ

Gujarat Politics: ગુજરાત ભાજપના ગઢને લૂણો લાગી ચૂક્યો છે?, આંતરીક ડખ્ખાઓની ઘટનાઓ વચ્ચે આઠ ભાજપીઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો!

Pakistan-Afghanistan: પાકિસ્તાનને તાલિબાની ગેરીલા લડવૈયાઓ ધૂળ ચટાવી શકે!, પણ હવાઈ હુમલા ખાળવા મુશ્કેલ!, જાણો કેમ?

Related Posts

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…
  • October 26, 2025

UP News: ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે . અહીં, એક પતિને તેની પત્નીએ માર માર્યો હતો. મારથી પતિ એટલો ઘાયલ થયો કે તેણે 100 ફૂટ ઊંડા…

Continue reading
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ
  • October 26, 2025

UP News: ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પોલીસે એક કાકા અને ભત્રીજાની ધરપકડ કરી છે. તેઓ એક અધવચ્ચે થયેલ એન્કાઉન્ટરમાં ઝડપાયા હતા. તેમણે લગભગ 10 દિવસ પહેલા રેલવે કલેક્શનમાંથી ₹69 લાખની ઉચાપત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!