
UP: ઉત્તર પ્રદેશના બલિયામાં એક સગીર વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો. તે જ ગામના આરોપી અમરજીત સિંહ અને તેના કાકા ગૌતમ સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો. ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળામાં આયોજિત સ્વતંત્રતા દિવસની ઉજવણીમાંથી ઘરે પરત ફરી રહી હતી. ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો.
બળજબરીથી તેના ફાર્મ હાઉસ પર લઈ ગયા
અમરજીત તેને બળજબરીથી તેના ફાર્મ હાઉસ પર લઈ ગયો અને અમરજીત તથા ગૌતમે તેના પર દુષ્કર્મ આચર્યું, આ પછી તેને ધમકી આપી હતી કે જો તેણીએ આ ઘટના વિશે કોઈને કહ્યું તો તે તેને મારી નાખશે, જોકે દિકરીની માતાને હકીકતની જાણ થતાં તે પોલીસ ફરિયાદ કરે છે.
પોલીસે શું કહ્યું?
બૈરિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મૂળચંદ ચૌરસિયાએ જણાવ્યું કે છોકરીની માતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ જ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ફરિયાદના આધારે, ભારતીય દંડ સંહિતા અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને આરોપીઓની ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે.
વધતી જતી દુષ્કર્મની ઘટનાઓ
દેશમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને નાબાલિક દિકરીઓ અને શાળાએ જતી દિકરીઓ તેનો શિકાર વધારે બનતી હોય છે. આ હાલત જોઈને મહિલાઓની સુરક્ષા પર મોટા સવાલો ઊભા થાય છે. એક તરફ જયાં મહિલાઓને પુરુષના બરાબર હક્ક અને તક આપવાની વાતો થાય છે. તો બીજી બાજુ આવી ઘટનાઓ સવાલ ઊભા કરે છે કે મહિલાઓ અને દિકરીઓની સુરક્ષાનું શું? સરકારે અને પોલીસે આ વાતને ગંભીરતાથી લેવી જોઈએ, અને યોગ્ય પગલાં લેવા જોઈએ. અપરાધીઓને કડક સજા કરવી જોઈએ જેથી બીજું કોઈ આવું કરતાં વિચાર કરે.
આ પણ વાંચો
UP: ભદ્રોહી જિલ્લામાં દર્દનાક ઘટના, ઝડપના દાનવે લીધો માસૂમનો જીવ, માતા ગંભીર
Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ