UP: મોદીની જબરજસ્ત ટીકા કરતી નેહા સિંહ રાઠોડનો કેસ કોર્ટે ફગાવી દીધો

  • India
  • May 8, 2025
  • 0 Comments

UP: પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન ભારત વચ્ચે તણાવ છે. ભારતે પાકિસ્તાનમાં હવાઈ હુમલા કરી આતંકી ઠેકાણાઓને નાશ કર્યો છે. આ વચ્ચે પહેલગામ ગામ હુમલા અંગે વડાપ્રધાન મોદીને પ્રશ્ન પૂછનાર લોકગાયિકા નેહા સિંહ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જે કે કોર્ટે આ કેસ ફગાવી દીધો છે.

નેહા સિંહ રાઠોડ વિરુધ્ધ લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નેહા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ દેશદ્રોહ, સાંપ્રદાયિક તણાવ ભડકાવવા અને રાષ્ટ્રીય એકતાને જોખમમાં મૂકવાના આરોપસર FIR નોંધવામાં આવી હતી. નેહા સિંહ રાઠોડ સામે થયેલી FIR  અયોધ્યા કોર્ટે ફગાવી દીધી છે.

Neha Singh Rathore

ચુકાદા પછી નેહા સિંહ રાઠોડે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું, “સત્ય હંમેશા જીતે છે. હું એક લોક ગાયિકા છું અને મારી કલા દ્વારા સમાજના મુદ્દાઓ ઉઠાવવાની જવાબદારી મારી છે. હું ડરવાની નથી અને ચૂપ પણ રહીશ નહીં.” તેમણે કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું અને પોતાના સમર્થકોનો આભાર માન્યો. નેહાએ અગાઉ કહ્યું હતું કે સરકાર તેમની વિરુદ્ધ FIR દાખલ કરીને “વાસ્તવિક મુદ્દાઓ” પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. ફરિયાદ નોંધઈ તે સમયે નેહાએ પૂછ્યું હતુ કે “પહેલગામ હુમલાના જવાબમાં સરકારે શું કર્યું? મારી સામે FIR કરી? જો તમારામાં હિંમત હોય તો આતંકવાદીઓ સામે કાર્યવાહી કરો.” પરંતુ હવે જ્યારે ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે, ત્યારે નેહાએ તેનું સ્વાગત કર્યું છે. નેહા સિંહ રાઠોડે સેનાનો આભાર વ્યક્ત કર્યો છે.

અયોધ્યા જિલ્લા અદાલતનો ચુકાદો નેહા સિંહ રાઠોડ માટે એક મહત્વપૂર્ણ કાનૂની વિજય છે, જે લોક ગાયન અને સામાજિક ટિપ્પણી દ્વારા પ્રશ્નો ઉઠાવવાની તેમની સફરને વધુ મજબૂત બનાવે છે.  નેહાની વાત માત્ર એક લોક ગાયિકાની નિર્ભયતા નહીં  પરંતુ ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સામાજિક ટિપ્પણીના મુદ્દાઓ કેટલા સંવેદનશીલ છે તે પણ દર્શાવે છે.

મોદી સરકાર સામે બોલનાર સામે હંમેશા અવાજ દબાવવામાં આવે છે. જો કે નેહિ સિંહના કેસમાં જીત થઈ છે. તેણે કહ્યું આ સત્યની જીત છે. સ્વતંત્રતાની આઝાદી પર તરાપ મારતાં શખ્સો સામે આ ચૂકાદો તેમના ગાલ પર તમાચો મારે છે.

આ પણ વાંચોઃ

પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ

Operation Sindoor: અમે ફક્ત આતંકીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો: રાજનાથ સિંહ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, પાકિસ્તાનના નામથી મળ્યો મેઇલ | Bomb Blast Threat

Mock drill: ગુજરાતના બ્લેક આઉટનો સમય બદલાયો

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, પહેલગામ હુમલાનો કેવી રીતે લીધો બદલો? | Operation Sindoor

Operation Sindoor: પાકિસ્તાન-POKમાં હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણાઓનો નાશ

પાકિસ્તાન ડરી ગયું, ભારત હુમલા રોકી દે, તો અમે કંઈ નહીં કરીએ, ‘પીક્ચર અભી બાકી હૈ’

Operation Sindoor: પૂર્વ આર્મી ચીફનો હુંકાર, ‘પિક્ચર અભી બાકી હૈ’, શું થવાનું છે?

Related Posts

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!
  • October 28, 2025

Col Rohit Chaudhary: કોંગ્રેસ પાર્ટીએ સરકાર પર અગ્નિવીરોને છેતરવાનો આરોપ લગાવતા કહ્યું છે કે પહેલા તેમને નિવૃત્તિ પછી સરકારી નોકરીઓનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે ગૃહ મંત્રાલયે એક જાહેરનામું…

Continue reading
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ
  • October 28, 2025

8th Pay Commission: કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આ પંચ 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે. આનાથી કેન્દ્ર સરકારના આશરે 50 લાખ કર્મચારીઓ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 2 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 12 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 13 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 6 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

  • October 28, 2025
  • 14 views
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

  • October 28, 2025
  • 18 views
Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો