
UP Crime: ઉત્તર પ્રદેશના મુરાદાબાદના બિલારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અલેહદાદપુર દેવા નાગલા ગામે એક હચમચાવી નાખતી ઘટના બની છે. અહીં વીરપાલ નામના ખેડૂતની હત્યા કરી નાખવામાં આવતાં ચકચાર મચી ગયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકની પત્ની સુનિતાએ તેના પ્રેમી અંશુ સાથે મળીને તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી છે અને સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે. આરોપી મહિલાને પાંચ બાળકો છે અને તે તેના પ્રેમી કરતા 12 વર્ષ મોટી છે.
પૂછપરછ દરમિયાન સુનિતાએ કબૂલાત કરી કે તેમના અને અંશુના ખેતરો આજુબાજુ આવેલા છે. લગભગ ચાર મહિના પહેલા અંશુ ડાંગરની વાવણી દરમિયાન સુનિતાને ખેતરે આવ્યો હતો. જે બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. સુનિતાના જણાવ્યા મુજબ તે ઘણીવાર તેના પતિ વીરપાલને દારૂ પીવડાવીને ખેતરોમાં મોકલતી હતી, જ્યારે તે તેના પ્રેમી અંશુને ઘરે બોલાવતી હતી.
થોડા દિવસ પહેલા જ વીરપાલ પોતાના ઘરે આવતાં જ બંનેને આપત્તિજનક સ્થિતિમાં જોઈ ગયો હતો. ગુસ્સે ભરાયેલા વીપરપાલે પછી પત્નીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ સુનીતાએ અંશુને કહ્યું હતું કે મારા પતિને ઠેકાણે પાડી દે નહીં તો હું ઝેર પી આપઘાત કરી લઈશ.
પતિની હત્યાનું સડયંત્ર ઘડ્યું!
2 ઓક્ટોબરે ડાંગરના પાકને થ્રેસીંગ કરતી વખતે વીરપાલ ફરીએકવાર અંશુ અને સુનિતાને એકસાથે જોઈ ગયો હતો. ત્યારે પણ મોટો ઝઘડો થયો હોવાનું કહેવાઈ છે. આ પછી, બંનેએ વીરપાલને ખતમ કરવાનું ખાવતરું રચ્યું. 13 ઓક્ટોબરની રાત્રે જ્યારે વીરપાલ ખેતરોમાં ગયો ત્યારે અંશુ સુનિતાના કહેવાથી ત્યાં પહોંચ્યો અને તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી.
અંશુએ પોલીસને કબૂલ્યું છે કે તેઓ ડાંગર વાવતી વખતે મળ્યા હતા, અને પછી તેમનો પ્રેમ સંબંધ બંધાયો હતો. સુનિતાએ તેના પ્રેમીને કહ્યું હતુ કે “તમે હજી લગ્ન કર્યા નથી. હું આખી જિંદગી તમારી સાથે રહીશ, પણ જો મારો પતિ રસ્તામાંથી હટી જાય તો જ.” આના કારણે અંશુએ હત્યા કરી નાખી.
પોલીસે દંપતીના મોબાઇલ કોલ રેકોર્ડ અને સ્થાનિક સાક્ષીઓના નિવેદનોના આધારે ગુનાનો પર્દાફાશ કર્યો. પૂછપરછ દરમિયાન બંનેએ ગુનો કબૂલ્યો. પોલીસે સુનિતા અને અંશુ સામે હત્યાનો કેસ દાખલ કરીને જેલમાં મોકલી દીધા છે. મૃતક વીરપાલના પાંચ નાના બાળકોને હવે તેની વૃદ્ધ માતા સંભાળે છે.
આ પણ વાંચો:
UP: મૌલવીના પરિવાર સાથે થયેલી ક્રૂરતા મામલે 60 લોકો સામે FIR, કારણ જાણી ચોકી જશો!
Pankaj Dheer: મહાભારતના ‘કર્ણ’ પંકજ ધીરનું અવસાન, 68 વર્ષની વયે કેન્સર સામે ‘જંગ’ હર્યા
Ahmedabad: પોલીસ અને ABVP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, JG યુનિવર્સિટી ખાતે મોટો હોબાળો
Ahmedabad: સેશન્સ કોર્ટના જજ પર બેવાર જુતું ફેંકાયું, શું છે કારણ?








