UP Police Missing: કુંભ મેળા બાદ 161 પોલીસ કર્મીઓ ગાયબ થતા ખળભળાટ, વિભાગ શોધવામાં લાગ્યું

  • India
  • July 25, 2025
  • 0 Comments

UP Police Missing: ઉત્તર પ્રદેશના કાનપુરથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીંના કમિશનરેટમાંથી 53 પોલીસકર્મીઓ ગુમ છે.  આ મામલે અખિલેશ યાદવે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે, ગુમ થયેલા પોલીસકર્મીઓની સંખ્યા 161 છે, જેમાં કેટલાક ઇન્સ્પેક્ટર પણ શામેલ છે. પરંતુ, બુધવારે કાનપુર પોલીસ દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામા આવી હતી. ડીસીપી એસએમ કાસિમ આબ્દીએ એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે 161 પોલીસકર્મીઓ ગુમ થયાના સમાચાર પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે તપાસમાં બહાર આવ્યું છે કે વિભાગના 53 પોલીસકર્મીઓ ફરજ પરથી ગેરહાજર છે.

યુપીના 161 પોલીસ કર્મચારીઓ ગુમ!

આ અંગે માહિતી આપતા ડીસીપી એસએમ કાસિમ આબ્દીએ કહ્યું કે મીડિયામાં એવા અહેવાલો છે કે 161 પોલીસકર્મીઓ ગુમ છે. આ આંકડો પાયાવિહોણો છે. જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે પોલીસના વિવિધ વિભાગો – ટ્રાફિક, ગુના, પોલીસ લાઇન અને કેટલાક પોલીસ સ્ટેશનોના 53 પોલીસકર્મીઓ તેમની ફરજ પરથી ગેરહાજર છે. આ બધી ફાઇલો મોકલી દેવામાં આવી છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ બાદ આ મામલે વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ કર્મીઓનો સંપર્ક થઈ શક્યો નથી

સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે આ તે પોલીસકર્મીઓ છે જેઓ રજા પર પોતપોતાના ઘરે ગયા હતા અને પછી ફરજ પર પાછા ફર્યા નથી. આમાંથી કેટલાક પોલીસકર્મીઓ ઘણા મહિનાઓથી ગુમ છે અને કેટલાક છેલ્લા કેટલાક અઠવાડિયાથી. તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. ડીસીપી એસએમ કાસિબ આબ્દી કહે છે કે તપાસમાં બેદરકારી દાખવનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ મામલો તપાસ માટે મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ 

Ghaziabad Crime News: Blinkit અને Swiggy ના ડ્રેસમાં દુકાનમાં ઘૂસ્યા, બંદૂકની અણીએ લૂંટ, લાખોના ઘરેણાં લઈ ફરાર

Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી! જાણો હવામાન વિભાગની આગાહી

Sabarkantha: તલોદ શહેરમાં કંકોડા શાકભાજીની શરૂઆત, જાણો તેના ફાયદા

Ajab Gjab: મહિલાએ એકસાથે 5 બાળકોને આપ્યો જન્મ, જાણો ક્યાનો છે આ ચોંકાવનારો કિસ્સો

  • Related Posts

    Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત
    • October 29, 2025

    Cyclone Montha Hits Andhra Coast :  ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, ચક્રવાત મોન્થા બુધવારે (29 ઓક્ટોબર) સવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થયું હતું. IMD એ જણાવ્યું હતું કે ચક્રવાત પસાર…

    Continue reading
    Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર
    • October 29, 2025

    Delhi Air Pollution: દેશની રાજધાની દિલ્હીમાં હવા એટલી ઝેરી બની ગઈ છે કે હવે લોકોને રીતસર શ્વાસ લેવામાં ખૂબજ તકલીફ પડી રહી છે, છેલ્લા ઘણાજ વર્ષોથી સતત વધતા જઈ રહેલા પ્રદૂષણને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

    • October 29, 2025
    • 8 views
    Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

    IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

    • October 29, 2025
    • 5 views
    IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

     Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

    • October 29, 2025
    • 15 views
     Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

    OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

    • October 29, 2025
    • 8 views
    OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

    Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત

    • October 29, 2025
    • 9 views

    • 10 views
    Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર