
UP: રાયબરેલીમાં અપની જનતા પાર્ટીના પ્રમુખ અને પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યને પાછળથી એક શખ્સ ટપલી મારને નાસવો જતો હતો. જોકે યુવકને સમર્થકોએ પકડી લીધો હતો. અને ઢોર માર માર્યો હતો. લોહીલુહાણ કરી નાખ્યો હતો. સ્વામી પ્રસાદ મૌર્ય એક રાજકીય કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાયબરેલી પહોંચ્યા હતા. આરોપી યુવકે પાછળથી આવીને તેમને ટપલી મારી હતી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
उत्तरप्रदेश – रायबरेली में स्वामी प्रसाद मौर्या को पड़ा तमाचा…@SwamiPMaurya #Raibarelliy pic.twitter.com/p6pxOXnLWp
— Jaya Singh. (@SinghJaya_) August 6, 2025
અપની જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બુધવારે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ફતેહપુર જઈ રહ્યા હતા. તેમના સ્વાગત માટે રાયબરેલીમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો એકઠા થયા હતા. કારમાંથી નીચે ઉતર્યા પછી સમર્થકોએ સ્વામી પ્રસાદ મૌર્ય પર ફૂલ માળા પહેરાવવાનું શરૂ કર્યું કે તરત જ સમર્થકના વેશમાં આવેલા હુમલાખોરે સ્વામી પ્રસાદ મૌર્યને માળા પહેરાવવાના બહાને તેમના પર હુમલો કર્યો. હુમલાખોરે પાછળથી ટપલી મારી ભાગ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટપલી માર્યા બાદ શખ્સે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં હાજર લોકોએ તેને પકડી લીધો અને ખરાબ રીતે માર માર્યો.
હુમલા બાદ યોગી સરકાર પર નિશાન સાધવામાં આવ્યું
पूर्व मन्त्री स्वामी प्रसाद मौर्या जी के ऊपर ये लड़का हमला किया तो फिर समर्थकों ने चटनी बना दिया फिर वही बयान आ गया राम जी को गाली दिए थे… pic.twitter.com/5I7hIjJe2b
— Raghvendra Yadav (@RaghvendrA2Y) August 6, 2025
ટપલીદાવ થયા બાદ પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે કરણી સેનાના નામે કેટલાક જંતુઓ યોગી સરકારના કાયદાનો ભંગ કરી રહ્યા છે. યોગી સરકાર મૂંગી, બહેરી અને આંધળી હોય તેમ તમાશો જોઈ રહી છે. આ આખી ઘટના પોલીસની હાજરીમાં બની હતી. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ગુંડાઓ અને માફિયાઓનો આત્મા કેટલો ઊંચો છે. ગુંડાઓ અને માફિયાઓ પોલીસથી પણ ડરતા નથી.
સ્વામી પ્રસાદ મૌર્યએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ યોગીજીના સમુદાયના છે, તેથી યોગી સરકાર પણ આવા ગુંડાઓ અને માફિયાઓ સામે મૌન છે. ઠાકુર હોવાને કારણે, તેમને ગમે તેમ કાયદો તોડવાનો લાઇસન્સ મળી ગયો છે. યુપીમાં ગુંડારાજ અને જંગલરાજ છે.
આ પણ વાંચો:
SURAT: સુરતના યુવા એન્જિનિયર્સે બનાવી AI સંચાલિત બાઇક, ખાસિયતો જાણી દંગ રહી જશો!
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો