UP: કિન્નરો સાથે કામ કરવું મોંઘુ પડ્યુ, પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, બેભાન કરી નપસંક કર્યો, જાણો હચમચાવી નાખતો કિસ્સો

  • India
  • July 3, 2025
  • 0 Comments

UP Crime News:  ઉત્તર પ્રદેશ રાપુરમાં એક 30 વર્ષિય પરિણીત પુરુષને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કિન્નરો સાથે કામ કરવાની ભારે કિંમત ચૂકવવી પડી છે. કિન્નરોએ તેને પીણામાં ઊંઘની ગોળીઓ ભેળવીને બેભાન કરી ગુપ્તાંગ કાપી નાખ્યું છે. જેથી હવે તે કિન્નર બની ગયો છે. ભોગ બનનાર યુવક પરિણીત છે, તેનું પારિવારિક જીવન હવે બરબાદ થઈ ગયું છે, તેને એક નાની પુત્રી અને પત્ની છે. તેની પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને ગુનેગાર કિન્નરો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહી છે. પોલીસે રૂબીના અને તેના સાથી વિકાસની શાહબાદના મોહલ્લા કાનુનગોયાનથી ધરપકડ કરી છે અને તેમને જેલમાં ધકેલી દીધા છે.

પરિવારનું ગુજરાન ચલાવવા કિન્નરો સાથે કામ કરતો

જે વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ કાપ્યા બાદ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે હવે જિલ્લા ઈમરજન્સીમાં સારવાર હેઠળ છે. પીડિત સુનિલે આખી વાત જણાવી અને કહ્યું કે હું પટવાઈ પોલીસ સ્ટેશનના કમાલપુર ગામનો રહેવાસી છું. હું એક પરિણીત પુરુષ છું, મારી બે દીકરીઓ હતી, જેમાંથી એકનું અવસાન થયું, હવે મારી એક દીકરી છે અને મારી પત્ની પણ છે. હું જાગરણમાં ટેબ્લો પ્રોગ્રામ કરું છું, હું 26મી તારીખે પ્રોગ્રામ કરવા જઈ રહ્યો હતો.

મને નશીલા યુક્ત કોલ્ડ્રિંક પીવા માટે મજબૂર  કર્યો

સુનિલે વાત કરતા કહ્યું કે રવિના નામની એક કિન્નર છે જે શાહાબાદમાં રહે છે. તે પહેલા છોકરો હતો. જે પોતાનું લિંગ બદલીને ટ્રાન્સજેન્ડર બની હતી, હું તેને ઘણા સમયથી ઓળખું છું. હું તેના ઘરે જતો અને તે મારા ઘરે આવતી હતી. હું તેને 26મી તારીખે એક કાર્યક્રમમાં મળ્યો હતો. અમે ઘણા સમયથી મળ્યા ન હતા તેથી તેણે કહ્યું કે ચાલો ઘરે જઈએ, ચા-નાસ્તો કરીએ અને પછી કાર્યક્રમમાં જઈએ. જો કે ભોળા સુનિલને ખબર નહોતી કે મારી સાથે કંઈક અલગ જ થવાનું છે. સુનિલ રવિના ઘરે જવા તૈયાર થઈ ગયો.  રવિના સાથે તેના સાથી વિકાસ અને તેના ગુરુ ભૂરી પણ હતા.

ચાર-પાંચ દિવસે ભાનમાં આવ્યો

પિડિત સુનિલે વધુમાં કહ્યું  કે રવિના ઘરે ગયા બાદ મને ઠંડુ પીણું આપ્યું. મને ખબર નહોતી કે તેમાં શું છે અને હું તે પીતાંની સાથે જ બેભાન થઈ ગયો. ચાર-પાંચ દિવસ પછી મને ભાન આવ્યું.

ભાનમાં આવ્યા પછી, મેં જોયું કે મારો ગુપ્ત ભાગ ગાયબ હતો. જે રવિના અને વિકાસે કાપી નાખ્યો હતો. જ્યારે મને ભાન આવ્યું ત્યારે હું તેના ઘરે જ હતો. જોકે ઘરેથી કિન્નરો ફરાર થઈ ગયા હતા. જેથી હું પણ ત્યાથી ભાગ્યો. મારે કિન્નરો સાથે કોઈ અંગત દુશ્મની નહોતી. મેં આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને મારા પરિવારના સભ્યોને ફોન કર્યો છે. પછી મારા પરિવારના સભ્યો મને પોલીસ સ્ટેશન લઈ ગયા. હું ઈચ્છું છું કે મને ન્યાય મળે, તેમની ધરપકડ થાય. મને ન્યાય મળે. મારું જીવન બરબાદ થઈ ગયું છે, હવે મને કહો કે મારે ક્યાં જવું જોઈએ અને મારે શું કરવું જોઈએ.

 પોલીસે શું કહ્યું?

આ કેસમાં રામપુરના અધિક પોલીસ અધિક્ષક અતુલ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ગઈકાલે મોડી સાંજે એક મહિલાએ શાહબાદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે તેનો પતિ કિન્નરો સાથે ડાન્સ પાર્ટીમાં કામ કરે છે. તેને બેભાન કરવામાં આવ્યો હતો અને તેનો ગુપ્તાંગ કાપી નાખવામાં આવ્યો હતો અને તેને શારીરિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ માહિતીના આધારે શાહબાદ પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો છે. બે આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને તેમની સાથે વિગતવાર પૂછપરછ કરવામાં આવી રહી છે.

તપાસ દરમિયાન જે પણ અન્ય તથ્યો સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે તે ડાન્સ પાર્ટીઓમાં કિન્નરો સાથે કામ કરતો હતો. તેથી, પહેલી શંકા એ છે કે તે તેમને કિન્નરો બનાવવાના ઇરાદાથી હોઈ શકે છે, પરંતુ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. જે વ્યક્તિનો ગુપ્ત ભાગ કાપવામાં આવ્યો છે તે પરિણીત છે. તેની તબીબી તપાસ કરવામાં આવી છે અને ડૉક્ટર જે કહેશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

કિન્નર પોલીસ સ્ટેશનમાં અર્ધ નગ્ન થઈ ગયો

ઉલ્લેખનીય છે કે જેલ જતી વખતે કિન્નર રૂબીનાએ અર્ધ નગ્ન થઈને પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. જે બાદ પોલીસે એક કિન્નર સહિત બે લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

આ પણ વાંચો:

 

Related Posts

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?
  • August 5, 2025

Delhi 7 Policemen Suspended: દિલ્હીમાં પોલીસ નેતાઓને સલામ ઠોકવા અને તેમની સુરક્ષા, ચાપલૂસી કરવા સિવાયનું બીજુ કામ ન આવડતું હોય તેવું સાબિત થયું છે. તાજેતરમાં જ દિલ્હીમાં મહિલા સાંસદની સોનાની…

Continue reading
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો
  • August 5, 2025

Uttarkashi Cloudburst: આજે 5 ઓગસ્ટ 2025 ના રોજ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની હતી, જેના કારણે કાટમાળ, પથ્થરો અને પાણીએ ભારે વિનાશ વેર્યો છે. આ કુદરતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 5 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 15 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 8 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 24 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 24 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 9 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો