
UP: બરેલીમાં 10 વર્ષના આહિલનું અપહરણ કર્યા પછી હત્યા કરવામાં આવી હતી. આરોપી તેનો પિતરાઈ ભાઈ 28 વર્ષીય વસીમ, નફીસનો પુત્ર હોવાનું બહાર આવ્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી અને બાઇક અને હત્યાનું હથિયાર જપ્ત કર્યું.
અપહરણ અને હત્યા
બરેલીના ફતેહગંજ પશ્ચિમના તિતૌલી ગામના રહેવાસી સખાવતના 10 વર્ષીના પુત્ર આહિલની શાહી વિસ્તારના જંગલમાં બ્લેડ વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. પિતરાઈ ભાઈએ જ કર્યો હતો આ ગુનો. એસપી નોર્થ મુકેશ ચંદ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે સખાવતે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે તેનો પુત્ર આહિલ સાંજે 5 વાગ્યાથી ગુમ છે. ત્યારથી ટીમે આહિલની શોધ શરૂ કરી હતી.
10 લાખ રૂપિયાની માંગણી
અપહરણ બાદ એક અજાણ્યા નંબર પરથી 10 લાખ રૂપિયાની માંગણી માંગતો મેસેજ આવ્યો. તપાસ દરમિયાન, પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યાં જેમાં આહિલનો પિતરાઈ ભાઈ વસીમ તેને બાઇક પર શાહી તરફ લઈ જતો જોવા મળ્યો હતો. પછી તપાસ બાદ વસીમની ધરપકડ કરવામાં આવી હતી.
બ્લેડથી તેનું ગળું કાપીને તેની હત્યા કરી
આરોપીએ પૂછપરછ દરમિયાન આહિલનું અપહરણ કર્યાનું સ્વીકાર્યું. તેણે કહ્યું કે તેણે આહિલના પિતા એટલે કે તેના મામા પાસેથી દસ લાખ રૂપિયાની ખંડણી માંગણી કરી હતી. જ્યારે તેને ખબર પડી કે તેના મામા સખાવત પોલીસના સંપર્કમાં છે, ત્યારે તે આહિલને થાણા શાહી વિસ્તારના વિક્રમપુર ગામના જંગલમાં લઈ ગયો અને બ્લેડથી તેનું ગળું કાપીને તેની હત્યા કરી દીધી. પછી તેણે લાશને ઝાડીઓમાં છુપાવી દીધી.
પોલીસ પર ગોળીબાર કર્યો
પોલીસ આરોપી વસીમને ઘટનામાં વપરાયેલી બાઇક અને આહિલની હત્યામાં વપરાયેલી બ્લેડ શોધવા માટે ઝાડીઓ તરફ લઈ ગઈ, ત્યારે તેણે બાઇકની બેગમાંથી પિસ્તોલ કાઢી અને પોલીસ ટીમને મારી નાખવાના ઇરાદાથી ગોળીબાર કર્યો. પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો. આ કારણે, વસીમને બંને બાજુ બે ગોળી વાગી અને તે નીચે પડી ગયો. ઘાયલ આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અને પોલીસ આગળની કાર્યવાહી શરુ કરી છે.
રુપિયા માટે લીધો જીવ
આ ઘટના એ જ વાત સમજાવે છે કે આજે માણસના જીવ કરતાં લોકોને રુપિયા વધારે કિંમતી લાગવા માંડયા છે. જેના કારણે દૌલત માટે લોકો ગમેતેવા સંબંધો ભૂલી જાય છે. અને ઝઘડા હુમલા અને હત્યાઓ પણ કરી નાંખે છે. ઘણીવાર તેમાં નિર્દોષ બાળકોનો પણ જીવ લઈ લેવામાં આવે છે. બાળકોનું અપહરણ કરીને પિતા પાસે રુપિયા માંગવા આ પણ એક ચલણ બની ગયું છે. જો માતા-પિતા પૈસાની સગવડ ના કરી શકે તો બાળકોને મારી નાખવામાં આવે છે. મોટાભાગે આવા ગુનાઓમાં જાણીતા લોકો અને સગાસંબંધીઓ જ સામેલ હોય છે. આવી ઘટનાઓ વાંરવાર સામે આવતી હોય છે.
આ પણ વાંચો
UP: ભદ્રોહી જિલ્લામાં દર્દનાક ઘટના, ઝડપના દાનવે લીધો માસૂમનો જીવ, માતા ગંભીર
Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ