
Woman sets herself on fire in UP: ઉત્તર પ્રદેશમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં મખ્યમંત્રીના કાર્યાલય બહાર એક મહિલાએ પોતે જ સળગી જવાનો પ્રયત્ન કર્યો હતો. મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી. છતાં અડીખમ ઉભી રહી હતી. ત્વરિત પોલીસે આગ બૂઝાવી સારવાર અર્થે ખસેડી હતી. જાણવા મળી રહ્યું છે. યુપીમાં ભાજપ સરકારના રાજમાં પોલીસ દ્વારા ન્યાય ન મળતાં મહિલાએ આ પગલુ ભર્યું છે.
ઉત્તર પ્રદેશમાં એક મહિલાએ પોતાની જાતને સળગાવી દેવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જાણવા મળી રહ્યું છે આ વીડિયો લખનૌમાં મુખ્યમંત્રી યોગીના કાર્યાલયની બહારનો છે. જ્યા મહિલાએ પોતાને આગ લગાવી દીધી હતી.
‼️ UP में महिला को न्याय मिलने के कारण उसने योगी जी के कार्यालय लखनऊ के बाहर खुद को लगाई आग।
‼️पीड़ित महिला ने थाने से लेकर जिला पुलिस कप्तान तक काफी चक्कर लगाए लेकिन कोई सुनवाई नहीं हुई।
UP पुलिस केवल भाजपा नेताओं व प्रभावशाली लोगो के लिए ही कार्य कर रही है।#UPGovt #UPPolice… pic.twitter.com/BTh1R6TsDS
— Adv Deepak Babu (@dbabuadvocate) April 3, 2025
જેથી વીડિયો વાયુ વગે વાઈરલ થતાં યોગી સરકારની ભીરે ટીકા થઈ રહી છે. લોકો કહે છે હજુ કેટલું મહિલા સશક્તિકરણની જરૂર છે.’ ન્યાય ન મળવાને કારણે મહિલાએ લખનૌમાં યોગીના કાર્યાલયની બહાર પોતાને આગ લગાવી દીધી. પીડિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનથી લઈ જિલ્લા પોલીસ વડા સુધી અનેક ચક્કર લગાવ્યા, પરંતુ કોઈ ન્યાય મળ્યો નહી. લોકો કહે છે, યોગી સરકાર લોકોને આત્મહત્યા કરવા મજબૂર કરી રહી છે. ત્યારે આ ઘટનાને લઈ ભાજપ સરકારના મહિલાઓની સુરક્ષાના દાવાના નિષ્ફળ બતાવે છે, શું આ રીતે મહિલાઓની સુરક્ષા સરકાર કરશે. ભારતના દરેક રાજ્યમાં એક બૂમ ઉઠી છે કે અધિકારીઓ અરજદારોનું કામ કરતાં નથી. ધક્કા ખડાવે છે, ત્યારે આ ભાજપ સરકારમાં લોકો આપઘાત કરવા મજબૂર થયા હોવાની લોકચર્ચાઓ થઈ રહી છે.
આ પણ વાંચોઃ Jamanagar: 4 બાળકો સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું, તમામના મોત
આ પણ વાંચોઃ લોકસભા બાદ રાજ્યસભમાં પણ વક્ફ બીલ પાસ, હવે રાષ્ટ્રપતિની સહી જરુરી | Waqf Bill
આ પણ વાંચોઃ SURAT: સતત રત્નકલાકારોના આપઘાત, નાણામંત્રી કનુ દેસાઈ અને સીઆર પાટીલ કેમ ચૂપ? | jewelers Suicide