
UP: રાયબરેલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી ઘરની બહાર સૂતા એક યુવાનની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી દેવામાં આવી, લોહીથી લથપથ મૃતદેહ જોઈને પરિવારના સભ્યોએ ચીસો પાડી. આ સાંભળીને લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને પોલીસને જાણ કરવામાં આવી માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને કબ્જે લઈને તપાસ હાથ ધરી.
તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો
યુપીના રાયબરેલીમાં, એક યુવાનનો મૃતદેહ તેના ઘરની બહાર સૂતેલા હાલતમાં લોહીથી લથપથ મળી આવ્યો હતો. તેના ગળા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે ઘરમાં ખૂબ ચીસો અને રડવાનો અવાજ સંભળાયો હતો. અવાજ સાંભળીને ગામલોકો પણ ભેગા થઈ ગયા. ગામલોકો ચિંતિત પરિવારને સાંત્વના આપતા રહ્યા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘટનાની માહિતી મેળવી.
જમીનના વિવાદને કારણે આ હત્યા
આ ઘટના હરચંદપુરના પ્યારેપુર ગામમાં બની હતી. ગામના રહેવાસી હિમાંશુની હત્યા કરવામાં આવી છે. પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો છે કે જમીનના વિવાદને કારણે આ હત્યા કરવામાં આવી છે. અચાનક આ ઘટનાથી લોકોમાં રોષ છે અપરાધી જાણકાર હોવાથી સ્થિતિ વધારે કફોડી બની છે, પપરિવાર હવે ન્યાયની માંગણી કરી રહ્યો છે. આરોપીને કડક સજા કરવાનું કહી રહ્યાં છે.
આવી જ ઘટનાઓ અનેકવાર સામે આવતી હોય છે. જયાં જમીન અને મિલકત માટે લોકો સંબંધોને ભૂલી જતાં હોય છે. અને મારામારી પર ઉતરી આવતાં હોય છે. તેમજ એકબીજાને પતાવી દેતા હોય છે. હવે માણસને પૈસા આગળ કંઈ જ દેખાતું નથી.
પોલીસે સ્થળનું નિરીક્ષણ કર્યું
આ ઘટનાએ સમ્રગ વિસ્તારમાં શોકનો માહોલ ફેલાવ્યો છે. પરિવાર અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે. જોકે પોલીસે કાર્યવાહી કરવાનું શરુ કરી દીધું છે. પોલીસે સ્થળનું નિરીક્ષણ કર્યું છે અને પુરાવા એકત્રિત કર્યા છે. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અહેવાલ: સુમન ડાભી
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલGujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ









