
US: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પત્રકારના પ્રશ્નથી ભડક્યા છે. પત્રકારે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પના વ્યવસાયિક વ્યવહારો વિશે પ્રશ્નો પૂછ્યા હતા. જો કે ટ્રમ્પ ગુસ્સે થઈ ગયા અને પત્રકારને કહ્યું, “તમે હમણાં ઓસ્ટ્રેલિયાને નુકસાન પહોંચાડી રહ્યા છો.”, જાણો ટ્રમ્પ કયા પ્રશ્ન પર રોષે ભરાયા.
ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (ABC ન્યૂઝ) ના પત્રકાર જોન લિયોન્સે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછ્યું કે 2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી જાન્યુઆરીમાં વ્હાઇટ હાઉસ પરત ફર્યા પછી તેમની સંપત્તિમાં કેટલો વધારો થયો છે. ટ્રમ્પ વ્હાઇટ હાઉસના લૉન પર પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા.
पत्रकार: क्या पद पर रहते हुए राष्ट्रपति को इतनी व्यापारिक गतिविधियों में शामिल होना चाहिए?
ट्रंप: तुम कहाँ से हो?
पत्रकार: ऑस्ट्रेलिया से
ट्रंप: तुम इस समय ऑस्ट्रेलिया को बहुत नुकसान पहुँचा रहे हो। मैं तुम्हारे नेता(PM)को इसके बारे में बताऊँगा।
पत्रकार: excuse me
ट्रंप: चुप… pic.twitter.com/yC5tmdPz88
— Ankit Kumar Avasthi (@kaankit) September 16, 2025
એક ઓસ્ટ્રેલિયન પત્રકારને જવાબ આપતા ટ્રમ્પે કહ્યું, “મને ખબર નથી,” અને સમજાવ્યું કે તેમના બાળકો કૌટુંબિક વ્યવસાયનું સંચાલન કરે છે. વ્હાઇટ હાઉસ માટે બનાવવામાં આવી રહેલા ભવ્ય બોલરૂમ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું, “પરંતુ મેં કરેલા મોટા ભાગના સોદા પહેલા પણ થઈ ચૂક્યા છે. મેં આખી જિંદગી એ જ કર્યું છે. મેં ઇમારતો બનાવી છે.”
આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને એબીસી પત્રકાર જોન લિયોન્સએ પૂછ્યું હતુ કે શું રાષ્ટ્રપતિએ પદ પર રહીને આટલી બધી વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સામેલ થવું જોઈએ?. એટલો સવાલ પૂછતાં ટ્રમ્પ ભડ્ક્યા હતા અને પત્રકારને સામે સવાલ કર્યો હતો કે તમે ક્યાંથી છો?, પત્રકારે કહ્યું ઓસ્ટ્રેલિયાથી. જે બાદ ટ્રમ્પે ગુસ્સામાં કહ્યું હતુ કે તમે ઓસ્ટ્રેલિયાને ખૂબ નુકસાન પહોંચાડી રહ્યા છો. હું તમારા નેતા (પીએમ) ને આની જાણ કરીશ.
ટ્રમ્પના આ તેવરની ઘણી ટીકા થઈ રહી છે. સત્તાનો રસ ચાખી ગયેલા નેતાઓ ભાન ભૂલી જાય છે. તે બડાઈ મારવામાંથી ઊંચા આવતાં નથી. પત્રકારનો કેહવાના મતલબ એટલો જ હતો કે ટેરિફ જેવા મુદ્દે રાષ્ટ્રપતિ વધુ પડતી દખલગીરી કરે કેટલું યોગ્ય કહેવાય!. જો કે ટ્રમ્પને પત્રકારનો સવાલ ગમ્યો નહી અને રોષે ભરાઈ ગયા.
આ પણ વાંચો:
US: ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે કર્યો મોટો ખૂલાસો, ભારત પર ટેરિફ ટ્રમ્પની રણનીતિ
US: ખંજરથી પોલીસ પર હુમલો કરવા જતાં શીખ યુવકને ગોળીથી વીંધી નાખ્યો
Ahmedabad: ધો. 1થી 8ને બદલે 10 સુધીનું શિક્ષણ ફી લીધા વિના ભણાવાશે
PM Modi: ભાવનગર આવતાં પહેલા જોઈ લેજો આ વીડિયો!, પહેલાના વચનો ભૂલી ના જતા!









