
USA Earthquack News :અમેરિકામાં જોરદાર ભૂકંપ આવ્યા છે. શુક્રવારે ડ્રેક પેસેજ વિસ્તારમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 8.0 નોંધાઈ હતી. ભૂકંપ પછી સુનામીનો ભય છે.
અમેરિકામાં જોરદાર ભૂકંપ
દક્ષિણ અમેરિકામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. પ્રારંભિક માહિતી અનુસાર, તેની તીવ્રતા 8.0 માપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ આંચકા ડ્રેક પેસેજ વિસ્તારમાં અનુભવાયા હતા. આ તીવ્રતાના ભૂકંપમાં, રહેણાંક વિસ્તારોમાં ઇમારતો સામાન્ય રીતે પત્તાના ઢગલા જેવી તૂટી પડે છે. અમેરિકાના પેરુમાં આ તીવ્રતાનો ભૂકંપ આવી ચૂક્યો છે.
ભૂકંપમાં સુનામીની ચેતવણી
દક્ષિણ અમેરિકાના ડ્રેક પેસેજ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ સામાન્ય ભૂકંપ કરતા ઘણો ખતરનાક હતો, કારણ કે તેની તીવ્રતા 8.0 માપવામાં આવી હતી. આ તીવ્રતાના ભૂકંપમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવે છે. USGS અનુસાર, આ ભૂકંપની ઊંડાઈ 10.8 કિલોમીટર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુનામીની સાથે આફ્ટરશોક્સની પણ શક્યતા
ભૂકંપ પછી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જોકે, હજુ સુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી. સ્થાનિક અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ આફ્ટરશોકની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે આ વિસ્તારમાં સતર્કતા રાખવામાં આવી રહી છે. ડ્રેક પેસેજ, જે તેના ખતરનાક દરિયાઈ માર્ગ અને તેજ પવન માટે જાણીતું છે. આ વિસ્તારમાં ભૂકંપની ગતિવિધિઓ વૈજ્ઞાનિકો માટે અભ્યાસનો વિષય બની રહી છે.
અમેરિકા પહેલાથી જ ભયાનક ભૂકંપનો કરી ચૂક્યું છે અનુભવ
અમેરિકામાં પહેલા પણ 8.0 અને તેથી વધુ તીવ્રતાના ભૂકંપ આવી ચૂક્યા છે. જો આપણે અહેવાલો પર નજર કરીએ તો, અલાસ્કામાં8.0 થી 9ની તીવ્રતાના સૌથી વધુ ભૂકંપ નોંધાયા છે. આ પછી, એક વિશાળ સુનામી પણ જોવા મળી હતી. આ તીવ્રતાના ભૂકંપથી સુનામી, ઇમારતો અને પુલ ધરાશાયી થઈ શકે છે. ઉપરાંત, હવાઈ સેવાઓ સહિત ઘણી મહત્વપૂર્ણ બાબતોને અસર થઈ શકે છે.
આ પણ વાંચો:
Gujarat: રાજયમાં ભારેથી અતિભારે આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Astrology: ભારત, મોદી, ભાજપ અને કોંગ્રેસ પર ચંદ્ર ગ્રહણની શું અસર થશે? જાણો છો સંજય ચૌધરી પાસેથી
Vadodara: ઐતિહાસિક માંડવી દરવાજાની બગડતી સ્થિતિ, પિલરનો બીજો ભાગ તૂટ્યો, પાલિકાની બેદરકારી
MP: અર્ચના તિવારી તો મોટી ખેલાડી નીકળી, ટ્રેનમાંથી ગુમ થયા પછી નેપાળ ભાગી ગઈ, જાણો પછી શું થયું?