
Uttar Pradesh accident, landslide, 5 people dead: ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાના કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટિકરડીહ ગામમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં માટીનો ઢગલો ખોદતી વખતે અચાનક ભેખડ તૂટી પડી હતી. જેમાં 3 મહિલાઓ અને બે કિશોરીઓ દટાઈ જતાં મોતને ભેટી છે. આ મહિલાઓ ઘરમાં લીંપણ કરવા માટી લેવા ગઈ હતી.
આ ઘટનામાં અન્ય મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હોવાની માહિતી મળી રહી છે. જેમને હોસ્પિટલમાં ખસેડાઈ છે. CM યોગીએ દુર્ઘટનાની નોંધ લીધી છે. પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઈજાગ્રસ્ત ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે.
આ ઘટના ક્યાં બની?
કૌશામ્બીના કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટીકરડીહ ગામમાં કેટલીક મહિલાઓ માટી લેવા માટે પહોંચી હતી. તે દરમિયાન એક માટીને ભેખડ ધસી પડી હતી. માટીનો ટેકરો અચાનક તૂટી પડ્યો અને તેની ઝપેટમાં આવીને બે કિશોરીઓ સહિત 5 મહિલાઓના મોત થયા. જ્યારે ઘણી મહિલાઓ ઘાયલ થઈ છે. અકસ્માત બાદ ગામમાં હોબાળો મચી ગયો હતો અને સ્થાનિક લોકો મદદ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ
Cow population: ભાજપ રાજમાં ગાયોની વસતી ઘટી, 70 લાખ બળદોનો સંહાર
Ahmedabad: 21 વર્ષના વિલંબ બાદ ગાંધીનગર સચિવાલય સુધી અમદાવાદથી મેટ્રો દોડતી થઈ!
Pahalgam Attack: પ્રવાસીઓ પર હુમલો કરનાર આતંકીઓની સંખ્યા કેટલી હતી? NIAની તપાસમાં ખુલાસો
MP Accident: મધ્યપ્રદેશના મંદસૌરમાં ઇકો વાન કુવામાં ખાબકતાં 10ના મોત