
UP husband murder: ઉત્તર પ્રદેશના આગરાના ફતેહપુર સીકરીના દુલ્હરા ગામમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે પ્રીતિ નામની મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી નાખી. હત્યા બાદ બંનેએ મૃતદેહને સાડીથી ફાંસી પર લટકાવીને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પત્નીએ તેના પતિની 8 વીઘા જમીન પચાવી પાડવા કરવા માટે તેની હત્યા કરી નાખી છ. પરંતુ પોલીસને મળેલી ગુપ્ત માહિતીના કારણે હત્યાનો પર્દાફાશ થયો છે.
પહેલા પતિને જબરજસ્ત માર્યો

આરોપી પત્ની પ્રીતિએ તેના પ્રેમી વીરુ સાથે મળીને તેના પતિ સુરેશને લાકડીથી માર મારીને અધમૂવો કરી નાખ્યો હતો. જેથી તેનું ગંભીર ઈજાઓને કારણે મોત થઈ ગયું. આ પછી બંને રાતોરાત ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. આ ઘટના ગત શનિવારે રાત્રે બની હતી.
હત્યાને આપઘાતનું સ્વરુપ આપવા પત્નીનું કામ
ઘટનાના બીજા દિવસે રવિવારની સવારે તેની યોજના મુજબ પ્રીતિ રિક્ષામાં બેસી ગામમાં પહોંચી અને જોરથી રાડો પાડવા લગી હતી. જેથી આસપાસના પાડોશી ભેગા થઈ ગયા હતા. તેણે બૂમો પાડી પાડી કહ્યું હતુ કે સુરેશે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા, જેના કારણે આત્મહત્યાની વાત શંકાસ્પદ લાગી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો અને પૂછપરછ દરમિયાન પોલીસે કડક પૂછપરછ કરી ત્યારે પ્તની પ્રીતિ ભાંગી પડી અને તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો. પ્રીતિએ જણાવ્યું કે તે લાંબા સમયથી તેના પતિ સુરેશ સાથે ઝઘડો કરી રહી હતી. તે તેના પતિ પાસેથી 8 વિઘા જમીન તેના નામે કરાવવા માંગતી હતી. પરંતુ સુરેશ તેમ કરવા તૈયાર ન હતો. સુરેશે તાલુકા મથકે જઈને કૌટુંબિક રજિસ્ટરમાં જમીન પોતાના નામે કરાવી લીધી હતી.
પ્રીતિએ ખુલાસો કર્યો કે તેનો એક ભાઈ પોલીસ વિભાગમાં સબ-ઇન્સ્પેક્ટર છે. જેથી તેને 8 વિઘા જમીન મામલે સલાહ માગી હતી. જો કે પોલીસ ભાઈએ તેના પતિ સાથે શાંતિથી રહેવા કહ્યું હતુ. જે પ્રીતીને મંજૂર ન હતુ.
આ દરમિયાન પ્રીતિ એક લગ્ન સમારંભમાં માલપુરાના વીરુને મળી. ધીમે ધીમે બંને નજીક આવ્યા. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. જે બાદ પ્રીતિએ વીરુને હત્યાના કાવતરામાં સામેલ કર્યો. બંનેએ મળીને સુરેશને લાકડીથી માર મારીને હત્યા કરી દીધી. હાલમાં પોલીસે આરોપી મહિલા અને તેના પ્રેમી વિરુદ્ધ હત્યાનો કેસ નોંધી તેની ધરપકડ કરી લીધી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.
પોલીસે શું કહ્યું?
આ સંદર્ભે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર ક્રાઇમે જણાવ્યું હતું કે ‘પ્રીતિની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવી છે અને આરોપી વીરુની સઘન શોધ ચાલી રહી છે. પ્રીતિએ 8 વીઘા જમીન પોતાના નામે કરાવવા માટે તેના પતિની હત્યા કરી છે.
આ પણ વાંચોઃ
UP: જનેતા 11 માસની પુત્રીને મૂકી ભાડૂઆત સાથે ભાગી, માસૂમનું તડપી તડપીને મોત, જાણો સમગ્ર કિસ્સો
Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!
Vadodara Bridge Collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ સરકારને ઘેરી
Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે
Vadodara Gambhira Bridge Collapsed: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 ના મોત, 5 ને બચાવી લેવાયા








