Dehradun: નિર્દોષ લોકો સાથે મારામારી કરતાં કાવડિયાઓમાં નાસભાગ, જંગલી હાથી આવી ચઢ્યો, ટ્રેક્ટર ઉંધુ પાડી દીધુ

  • India
  • July 20, 2025
  • 0 Comments

Dehradun Elephant Viral Video: ઉતરાખંડના દહેરદૂનના ડોઇવાલા વિસ્તાર મણિમાઈ મંદિર પાસે એક જંગલી હાથીએ આતંક મચાવ્યો હતો. કાવડયાત્રાળુંઓ જ્યા રાતવાસો કરી રહ્યા હતા ત્યા  જંગલી હાથી દોડી આવ્યો હતો.  આ ઘટના સમયે સાઉન્ડ સિસ્ટમ વાગી રહી હતી. જેથી શક્યતા છે કે અવાજ સાંભળી વિફરેલા હાથીએ ટ્રેક્ટર ટ્રોલી પલટી નાખી, સાથે અન્ય વાહનો પણ દાટ વાળી દીધો. વિફરેલા હાથીના કાવડિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી.

સદનસીબે હાથી કાવાડિયાઓના મંડપમાં પ્રવેશી શક્યો નહીં, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. જોકે એક વ્યક્તિને ઈજાઓ પહોંચતાં તેને હોસ્પિટલમાં ખસેડાઈ. વન વિભાગે તાત્કાલિક મંડપ ખાલી કરાવ્યો અને કાવડિયાઓને જંગલ વિસ્તારમાં રહેવાનું ટાળવા સૂચના આપી.

આ ઘટનાથી સમગ્ર મણિમાઈ મંદિરમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને 108 ની મદદથી ઘાયલ વ્યક્તિને ડોઈવાલા હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ડોઈવાલા કાઉન્સિલર મનીષ ધીમાને જણાવ્યું કે જે વ્યક્તિ પર હુમલો થયો છે તે હરરાવાલાનો રહેવાસી છે અને તેનું નામ સંજય છે. તેણે કહ્યું કે હાથીએ લગભગ 1 કલાક સુધી હોબાળો મચાવ્યો હતો.

વન વિભાગની ટીમે હાથી પર મેળવ્યો કાબૂ

હાથીને બેકાબૂ બનતા આ વિશે વન વિભાગની ટીમને સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચીને વન વિભાગની ટીમે હાથી પર કાબૂ મેળવ્યો હતો. ઉલ્લેખનીય  છે કે કાવડયાત્રા દરમિયાન કાવડિયાઓએ કોઈને કોઈ બાબતને લઈ નિર્દોષ લોકોને માર માર્યાના વીડિયો વાયરલ થયા છે. ત્યારે હવે હાથી આવી ચઢતાં તેમના બેહાલ થયા હતા.

આ પણ વાંચો:

Girlfriend Murder: ઉન્નાવમાં પ્રેમી દિલીપે ગર્લફ્રેન્ડ પ્રીતિના ઘરમાં ઘૂસી છરી મારી પતાવી દીધી, શું છે કારણ?

America Plane Fire: ઉડાન ભર્યા બાદ પ્લેનમાં આગ, સવાર હતા 226 મુસાફરો અને 9 ક્રૂ, જુઓ પછી શું થયુ?

Bihar Election: બિહારમાં ના વીજળી આવશે, ના બીલ…ફ્રી થઈ ગઈ!, વીજળી મુદ્દે ભાજપની જુમલેબાજી?

Bagodara suicide: બગોદરામાં શોકનું મોજું, પરિવારના તમામ 5 સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કર્યો, શું છે કારણ?

Sabar Dairy: સાબર ડેરીનુંં તંત્ર ઝૂક્યું, 995 રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂકવવા તૈયાર, છતાં પશુપાલકો અસંતુષ્ટ

Lucknow: બારમાંથી હિંદુ છોકરીઓ અને મુસ્લીમ છોકરા નગ્ન પકડાયા?, જાણો શું છે સચ્ચાઈ?

Kanwar Yatra 2025: યુપી-ઉત્તરાખંડ સરહદ પર કાવડિયાઓની ગુંડાગીરી, અંદોર-અંદર બાખડ્યા વાહનોમાં તોડફોડ કરી

Related Posts

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….
  • October 28, 2025

UP Crime:  ઉત્તર પ્રદેશના ઝાંસીથી એક ભયાનક ઘટના સામે આવી છે. જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. અહીં એક કાકી-કાકાએ જમીનના નાના ટુકડાના વિવાદમાં તેના 12 વર્ષના ભત્રીજાની ક્રૂરતાથી હત્યા…

Continue reading
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ
  • October 28, 2025

Mumbai: મુંબઈના ખારમાં રહેતી 24 વર્ષીય નેહા ગુપ્તા ઉર્ફે રિંકીના અચાનક મૃત્યુથી સમગ્ર ખાર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે. ખાર પોલીસે નેહાના પતિ અરવિંદ અને તેના પરિવારના પાંચ સભ્યોની દહેજ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 3 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 1 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 4 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 7 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 21 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 9 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!