
Gold Buying Ban Campaign In Gujarat: સોના અને ચાંદીના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે આ વધારો એવી સ્થિતિએ પહોંચ્યો છે કે,સામાન્ય માણસ કે મધ્યમવર્ગનાં માણસ માટે સોનું ખરીદવું એક સપનું જ બની ચુક્યું છે ત્યારે ઉત્તરાખંડમાં કેટલાક ગામોમાં લગ્ન કે કોઈપણ પ્રસંગમાં સોનુ નહિ આપવા કે ખરીદવા સહિત દાગીનાનો દેખાડો નહિ કરવા ગામે ગામ જગૃતિ અભિયાન શરૂ થયું છે ત્યારે ઉ. ગુજરાત, દ. ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર સહીતના વિસ્તારમાં પણ રબારી અને માલધારી સમાજ દ્વારા સોનાના દાગીના પ્રથા બંધ કરવા ઝુંબેશ શરૂ કરી છે.
સોનાના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે અને 24 કેરેટ સોનાનો ભાવ સવા લાખને સુધી પહોંચી ચુક્યા છે ત્યારે સોનાના ભાવ વધતા હવે સોનું ખરીદવું સામાન્ય માણસ માટે અશક્ય બન્યું છે પરિણામે હવે તમામ સમાજમાં જગૃતિ આવી છે અને લગ્નમાં સોનુ આપવાની પ્રથા બંધ કરવા આગેવાનો પ્રયાસો કરી રહયા છે.
ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના જૌનસર-બાવર પ્રદેશમાં સોનાના દાગીના પહેરવા ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે, ચક્રાતા બ્લોકના કંદડ અને ઇદ્રોલી ગામોએ સર્વાનુમતે જ નક્કી કર્યું છે કે મહિલાઓ હવે લગ્નો કે સામાજિક મેળાવડામાં માત્ર કાન-નાકમાં દાગીના જ પહેરી શકશે, અને નિયમ તોડનારને 50,000 રૂપિયાનો મોટો દંડ થઈ શકે છે. અહીંથી શરૂ થયેલી સામાજિક જાગૃતિની ચિનગારી હવે દેશભરમાં પ્રસરી રહી હોય તેમ લાગી રહ્યું છે અને હવે ગુજરાતમાં સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક સમાજ લગ્નોમાં સોનુ નહિ આપવા સામાજિક ધોરણે ઠરાવ કરી રહ્યાનું સામે આવી રહ્યું છે.
સોનાના સતત વધી રહેલા ભાવો વચ્ચે હવે ગામે ગામ લોકો લગ્નોમાં સોનુ આપવાની પ્રથા બંધ કરવા આગળ આવી રહયા છે અને સોનુ હવે આંતર રાષ્ટ્રીય સ્તરે સટ્ટા બજાર -શેર બજાર જેવું અને રોકાણકારો માટે એક વ્યવસાય બની જતા સામાન્ય લોકો માટે ખરીદવું અશકય બની ગયું છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા પણ અનેક જગ્યાએ સોનાના દાગીનાની લેવડદેવડ બંધ કરવા નક્કી કરાઈ રહ્યું છે અને મોબાઈલના આવા દેખાડા કરતા સ્ટેટ્સ નહિ મુકવા પણ વિન્નતી કરાઈ રહી છે.
જ્યારે ઉત્તર ગુજરાતના રબારી સમાજ દ્વારા પણ લગ્નપ્રસંગમાં ‘દાગીના પ્રથા’ બંધ કરવા માટેની ઝુંબેશ શરૂ થઈ છે જેમાં કચ્છ સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાત સહિતના અલગ અલગ વિસ્તારના રબારી સમાજના લોકો પણ આ ઝુંબેશમાં જોડાઈ રહયા છે. કેટલીક જગ્યાએ રબારી સમાજ દ્વારા વીડિયો બનાવીને અન્ય ‘દાગીના પ્રથા બંધ’ કરવા જાગૃતિના પગલાં ભરી ઝુંબેશમાં જોડાવવા માટે અપીલ કરી રહ્યાં છે. જે પૈકી કેટલાક વીડિયો વાઇરલ પણ થઈ રહ્યા છે.
દાગીના પ્રથા’ બંધ કરવા માટેની ઝુંબેશ અંગે સમાજના લોકોનું કહેવું છે મુશ્કેલીમાં કામ લાગતું હાથવગું સોનું ખરીદવામાં હવે લોકો દેવાદાર થઈ રહ્યા છે. રબારી-ભરવાડ સહિતના માલધારી સમાજના લોકોમાં લગ્ન દરમિયાન સોનુ આપવાની પ્રથા છે અને પહેલાંના સમયમાં માલધારી સમાજના લોકો દૂધના પૈસા આવે તેમાંથી સોનું અને ચાંદી ખરીદતા હતા અને લગ્નોમાં કામ આવતું હતુ અથવા જરૂર પડ્યે ત્યારે વેચી દેતા હતા.
હવે સોનું ખરીદવુ અશકય થઈ ગયું છે.
ઉત્તર ગુજરાતમાં ગામેગામ જઈને સભાઓ કરી આ લોકો સમાજના અન્ય લોકોને સમજાવી રહ્યા છે. Bઆ મુદ્દે આગામી સમયમાં મોટું સંમેલન પણ મળી શકે.
પહેલાંના જમાનામાં સમાજના લોકો દૂધ વેચીને તે પૈસાના દાગીના લેતા હતા પણ હવે તે ભાવ રહયો નથી કારણકે દૂધના ભાવો ત્યાં જ છે અને સોનાના ભાવો આસમાને પહોંચ્યા છે ઉપરથી લગ્ન દરમિયાન 20થી વધુ તોલા સોનુ આપવાની પ્રથા હતી તે હાલમાં પરવડે તેમ નથી ત્યારે અત્યારના સમયમાં દાગીના ખરીદવા મુશ્કેલ બન્યા છે અને જો અગાઉની રીત રસમ નિભાવવા જાય તો સમાજના લોકો દેવા નીચે દબાતા જાય છે. આ પ્રથા હવે રિવાજ મટીને કુરિવાજ બનતો જઇ રહ્યો છે ત્યારે સોનુ ખરીદવું જ નહીં તેવી ગામે ગામ ઝુંબેશ શરૂ થઈ છે જે આગામી દિવસોમાં સમગ્ર દેશમાં પ્રસરી જાય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:
BJP માં અસંતોષ, જૂથવાદ અવિશ્વાસ, ગેરવહીવટ, ભ્રષ્ટાચાર વકર્યો!, હવે ચલાલા ભાજપમાં થયો નવો ડખ્ખો!
Rajkot: ચકડોળના ફિટનેસ સર્ટિફિકેટ માટે 50 હજારની લાંચ લેતા RNBના અધિકારીઓ રંગેહાથ ઝડપાયા
Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી










