
વડોદરા(Vadodara) કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન અને ભાજપા સાથે સંકળાયેલા ડો. શીતલ મિસ્ત્રી(Sheetal Mistry) કોર્પોરેશનની ગાડીનો દુર્પયોગ કરતાં ઝડપાઈ ગયા છે. એક મહિલા સાથે રવિવારનો મજા માણવા અને ભજીયા ઝાપટવા કોર્પોરેશનના ઈંધણથી અને કોર્પોરેશનના જોખમે આણંદ જીલ્લાના આંકલાવ પહોંચી ત્યાં ગાડી પાર્ક કરીને બિન્દાસ મહિલા સાથે ભજીયા ઝાપટ્યા હતા.
વડોદરામાં ચોમાસામાં વારંવાર પૂર આવી જાય છે. ત્યારે હવે ચોમાસું આવી રહ્યું છે. તેવામાં જેમના માથે વડોદરામાં પૂર ન આવે તે જોવાની ખાસ જવાબદારી છે, તેવા શિતલ મિસ્ત્રી(Sheetal Mistry) ભજિયા પાર્ટી માણવા કોર્પોરેશનની ગાડીનો દુર્પયોગ કરતાં જોવા મળ્યા છે. લોકો કહે છે ચેરમેન ડો.મિસ્ત્રીને ભજીયા બહુ ભાવે છે, તેઓ મહિલાને સાથે લઈ ભજિયા ખાવા ગયા હતા. તો પછી તેમનો વટ તો અલગ જ હોયને? જાહેર કામો માટે વપરાતી ગાડી પોતાના અંગત કામ માટે કોઈ ચેરમેન કેવી રીતે વાપરી શકે. તેનું ઉદાહરણ આ ચેરમને ડો. શિતલ મિસ્ત્રી(Sheetal Mistry)એ પૂરુ પાડ્યું છે.
ભજીયા શોખીન ચેરમેન છેક આંકલાવ ભજીયા ખાવા લાંબા થયા
એક મિડિયા અહેવાલ અનુસાર ગત રવિવારે તેમણે ભજીયા ખાવાનો ખાસ પ્લાન કર્યો અને પોતાની કોર્પોરેશનની ચેરમેન લખેલી ગાડી લઇને આ મહિલા સાથે વટ મારતા આંકલાવ ભજીયા ખાવા પહોંચી ગયા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ખર્ચે અને જોખમે, વડોદરાની પ્રજાના ખર્ચે અને જોખમે, ચેરમેન સેર-સપાટા મારવા કોઈ મહિલા સાથે વડોદરા જિલ્લા છોડીને આંકલાવથી આણંદ જવાના રસ્તા ઉપર ભજીયા ઝાપટ્યા હતા.
પ્રજાના પૈસે આવા શિતલ મિસ્ત્રી જેવા ભ્રષ્ટ અધિકારીઓ કોર્પોરેશનને ખોટ કરાવે છે. સવાલ થઈ રહ્યા છે કે ગાડી પાલિકાની અને ડીઝલ પાલિકાનું. તો કોની મંજુરી સાથે જીલ્લા બહાર પાલિકાની ગાડી લઈને ગયા હતા? શું કોઈ કામ માટે ગયા હતા કે માત્ર જલાસ માટે? હાલ તો આ મામેલ ઊંડી તપાસ થાય તો કારણ બહાર આવી શકે છે.
આ પણ વાંચોઃ
અદાણી ડિફેન્સ બનાવશે અદ્યતન એન્ટી-સબમરીન વોરફેર સિસ્ટમ, કોની સાથે કર્યા કરાર? | Adani
Hathmati Pollution: હિંમતનગર પાલિકા પોતે હાથમતી નદીમાં મળયુક્ત પાણી છોડે છે: વિપક્ષ
PM મોદીની પ્રશંસા ન કરવાનું પરિણામ, રાહુલને આસિફ મુનિર સાથે સરખાવ્યા | Amit Malviya
ચૈતર વસાવાએ GPSC ના ચેરમેન હસમુખ પટેલને હટાવવાની માગ કેમ કરી?
Ahmedabad: ચંડોળામાં ફરી AMCની લાલ આંખ, હજ્જારો ઘરો પાડ્યા, લોકો બેઘર
Ahmedabad: ધંધૂકામાંથી પાણીની બોટલની આડમાં દારુનો વેપલો પોલીસે પકડ્યો
Shilpa Shirodkar: અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ, આ મોટી ફિલ્મો કર્યું છે કામ?
‘ભારત ધર્મશાળા નથી, અમે પોતે 140 કરોડ લોકો છીએ’, Supreme Court એ આવું કેમ કહ્યું?
Vadodara: 1 કરોડથી વધુની છેતરપીંડી આચરનાર નાઇઝીરીયન મુંબઈથી ઝડપાયો
Vadodara: આશિષ જોશીના પત્નીનું કલેક્ટર સમક્ષ સોગદનામું, સરકારે દ્વેષ ભાવની ખોટી કાર્યવાહી કરી
બલુચિસ્તાનમાં ભયાનક બોમ્બ વિસ્ફોટ, 4 લોકોના મોત, 20 ઘાયલ | Balochistan