
Vadodara Accident: વડોદરામાં વારંવાર નશમાં ધૂત લોકો ભયંકર અકસ્માત સર્જતાં પકડાઈ ગયો છે. નવા વર્ષના બીજા જ દિવસે એક કારચાલકે ચાર વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જતાં કારમાં જ લોકોએ ધોઈ નાખ્યો હતો. ભાગવા જતાં કાર સૂતા શ્રમજીવો પર ચઢાવી દેતાં એક બાળકનું મોત થઈ ગયું હતુ. જ્યારે 4 લોકો ઈજાઓનો ભોગ બન્યા. આ ઘટના નટુભાઈ સર્કલથી રેસકોર્સ તરફ બની હતી. ઘટના અંગે ગોરવા પોલીસે ચાલક સામે બે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી જાણકારી અનુસાર વડોદરામાં નવા વર્ષના બીજા દિવસે નશમાં ધૂત ઈનોવા કારના ચાલકે એક સાથે 4 વાહનોને અડફેટે લીધા હતા. વાહનોને અડફેટે લઈ ફૂલ સ્પીડે કારને ફૂટપાથ પર સૂતા લોકો ઉપરથી પસાર કરી હતી. જેમાં 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે એક 4 વર્ષના બાળકનું અવસાન થઈ ગયું હતુ. આ ઘટના બનતાં પરિવારોમાં નવા વર્ષનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે.
વડોદરાના સુભાનપુરામાં રહેતા લક્કી ભરતભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ મિત્રો સાથે વહાણવટી માતાના મંદિર પાસે બેઠા હતા અને તેમનું મોપેડ મંદિર પાસે પાર્ક કર્યું હતું. આ દરમિયાન હરિનગર તરફથી એક ઇનોવા કારચાલકે પૂરપાટ ઝડપે હંકારી લાવી મોપેડને અડફેટે લીધું હતું, સાથે અન્ય એક એક્ટિવાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ અકસ્માત સર્જનાર ચાલકનો પીછો કર્યો, પરંતુ તે ભાગી ગયો હતો.
આગળ જતાં ઇનોવાએ આઇનોક્સ મોલ પાસે કુણાલભાઈ માલવિયાની સ્વિફ્ટ ગાડી, શાક માર્કેટ નજીક પાર્ક કરેલી કૃતાર્થ સિવતની ફોર-વ્હીલ ગાડીઓને ટક્કર મારી હતી અને અંતે ઇનોવા ડિવાઇડર સાથે અથડાઈ હતી. જેથી ચાલકને કારમાં જ લોકોએ માર મારીને ધોઈ નાખ્યો હતો.
ગોરવા પોલીસે અકસ્માત સર્જનાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે, સાથે નશાની હાલતમાં હોવાથી ચાલક હર્ષ રમેશચંદ્ર કશ્યપ (ઉં.વ.24 ધંધો, ડ્રાઇવિંગ રહે. વડોદરા)ને ઝડપી ઇનોવા જપ્ત કરી અને ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
AI ના દુરુપયોગને તાત્કાલિક રોકવા સુપ્રીમ કોર્ટમાં અરજી, ગોપનીયતા અને અધિકારો છીનવાઈ રહ્યા છે!
Pakistan Threat: ‘ભારત પર પરમાણુ બૉમ્બ ફેંકી દઈશું!’, પાકિસ્તાની આર્મી ચીફ મુનીરની ધમકી
Diwali Muhurat: 20 કે 21 ઓક્ટોબરે દિવાળી?, જાણી લો લક્ષ્મી પૂજા માટે શુભ સમય!









