
Vadodara: લોકો સરકારને પોતાના કલ્યાણ અને સુખાકારી માટે ચૂંટીને લાવે છે. પરંતુ જ્યારે સરકાર બેદરકારી કરે ત્યારે તેમને સવાલ કરનારા લોકો ગમતા નથી. વેદના કહેનારા લોકો ગમતા નથી. માનવામાં છે કે સરકાર તો લોકોની મા-બાપ સમાન હોય છે. લોકો તેમના બાળકો છે. પણ આ સરકાર પોતાના બાળકોને ન્યાય આપવાને બદલે સજા આપે છે. સરકારને લોકોની મુશ્કેલીઓ સાંભળવામાં કોઈ રસ નથી. તાજેતરમાં વડોદરાના એક કાર્યક્રમમાં બે મહિલાઓ હરણી બોટકાંડમાં પોતાના બાળકો ગુમાવવા અંગે રજૂઆત કરવા ઉભી થઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એજન્ડા સાથે આવી હોવાનું કહી રજૂઆત કરતાં રોકી હતી. બંને મહિલાઓને કાર્યક્રમમાંથી હાથ પકડી બહાર કાઢી મૂકવામાં આવી હતી. તેમના પતિઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ સરકાર હવે પિડિત મહિલાઓને દબાણો દૂર કરવા કહી છે. નોટીસ પણ આપવામાં આવી છે.
સવાલએ છે કે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી ગુનો છે. સરકાર બદલાની ભાવના સાથે પિડિતો સાથે બદલો લે કેટલું યોગ્ય કહેવાય? હરણી બોટકાંડમાં ન્યાય અપાવવાનું છે સરકાર બદલાની ભાવનાથી દબાણ હટાવવની નોટીસ આપી છે. જો બદલાની ભાવના ન હોય તો પહેલા સરકરે દબાણનું નહીં દેખાઈ?, જ્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મહિલાઓ બોલી ત્યારે જ દબાણો હટાવવની કામગીરી સરકારને કેમ દેખાઈ હશે?, આમ પણ ભૂપેન્દ્ર પટેલને દાદા કહેવામાં આવે છે, ત્યારે તેમની જ પૌત્રીનું ઘર તોડતાં શરમ નહીં આવે?
જાણવા મળી રહ્યું છે કે વડોદરામાં મુખ્યમંત્રીના ચાલુ કાર્યક્રમાં રજૂઆત કરનાર રોશની શિંદેને દબાણ દૂર કરવાની નોટીસ આપી છે. રાજા રાણ તળાવની આસપાસ રહેતા રહિશોને નોટિસ આપી દંડનીય કાર્યવાહી કરવાની ચીમકી આપી છે, આ જ સ્થળે હરણી બોટકાંડની પીડિત મહિલા રોશની શિંદે અને તેમનો પરિવાર રહે છે. મામલતદારે જે નોટિસ આપી છે તેમાં આ વિસ્તારના રહીશોને જણાવાયું છે કે સરકારી સદરના સર્વે નંબર 849 વાળી સરકારી જમીનમાં સામાવાળાઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ દબાણ કરાયું હોવાની હકિકત બહાર આવી છે. જેથી તપાસના કામે આ દબાણ અંગે 19 તારીખે બપોરે 3 વાગે નર્મદા ભવન મામલતદાર કચેરી વડોદરા શહેર (પુર્વ) ખાતે હાજર રહેવા જણાવાયું છે.
આ નોટિસ આ વિસ્તારના રહીશો ને અપાઇ છે જેમાં પીડિત રોશની શિંદે નો પણ સમાવેશ થાય છે. પોતાના સંતાનો ગુમાવનારા આ પરિવારને એવી ક્યાં ખબર હતી કે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની આટલી મોટી સજા મળશે. તેઓ તો તેમને દોઢ વર્ષથી ન્યાય મળ્યો નથી.
આ પણ વાંચોઃ
Ahmedabad: હેવમોરના કોનમાં ગરોળીની પૂંછડી, પાર્લર સીલ, 50 હજારનો દંડ, ખાતા પહેલા ચેતજો
Lucknow: લખનૌમાં AC બસમાં આગ, ભર ઊંઘમાં 5 લોકો બળી ગયા, ચાલક અને કંડક્ટર બસ છોડીને ભાગી ગયા!
Junagadh: સક્કરબાગ ઝૂનું રીંછ દિવાલ કૂદી ફરવા ચાલ્યું, લોકોને આફત આવી મોટી
UP: ભાજપા નેતાની રંગરેલિયા, સોશિયલ મિડિયામાં વાઈરલ, કાર્યવાહી કરવા માંગ!
કર્નલ સોફિયા કુરેશી પર નિવેદન આપનાર મંત્રી Vjay Shah સામે 4 કલાકમાં FIR નોંધો: હાઈકોર્ટ
‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
