
VADODARA: ગુજરાતની દરેક પાલિકાઓમાં કંઈને કંઈ બેદરાકારી રોજેરોજ સામે આવતી જ રહે છે. જેના કારણે સામાન્ય લોકો તેનો ભોગ બને છે. ત્યારે વડોદરા જીલ્લાના ડભોઈ તાલુકમાં એક બાઈકચાલક ખોદેલા ખાડામાં ઉથા માથે પટકાયો હતો. તે એ રીત પડ્યો હતો કે હલી પણ શકે તેવી સ્થિત હતો નહીં. પાલિકાની બેદરાકારીને કારણે આ બાઈકાચાલક પડી જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક આસાપાસના લોકોએ આવી યુવકને બહાર કાઢ્યો હતો.
સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે ડભોઈના તાઇવાગા વિસ્તારના મુખ્ય માર્ગ પર એક બાઈકચાલક પસાર થઈ રહ્યો હતો અને અચાનક બાઈક સ્લિપ ખાતા તે સીધો ખાડામાં ઊંધે માથે પટકાય છે. જેથી આસપાસના રહિશોએ આવી આ બાઈકચાલકને કાઢે છે. ખોડ ખોદ્યો ત્યા કોઈ આડાસ મૂકવામાં આવી ન હતી. સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં કોઈ પગલા ન લેવાયા હોવાના આક્ષેપ થયા છે. ડભોઈ પાલિકાની ઘોર બેદરકારીથી પ્રજા અકસ્માતનો ભોગ બની રહી છે. જેથી વહેલી તકે ખાડાનું પુરાણ કરાઈ તેવી માગ ઉઠી છે.
આ પણ વાંચોઃ Video leak: રાજકોટ બાદ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાના વિડિયો યુટ્યુબ પર અપ્લોડ થતાં ખળભળાટ
આ પણ વાંચોઃ Sonia Gandhi: 79 વર્ષિય સોનિયા ગાંધીને હોસ્પિટલમાં કેમ કરાયા દાખલ? જાણો શું થયું?
આપણ વાંચોઃ UP: વિદ્યાર્થિનીઓને ઠપકો આપતાં આચાર્યને બૂકાનીધારીઓએ માર માર્યો, કરાયા હોસ્પિટલમાં દાખલ