
Vadodara News: વડોદરાના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે હોળીની(13 માર્ચ)ની મોડી રાત્રે અકસ્માતમાં 8 લોકોને કારચાલકે અડફેટે લીધા હતા. જેમાં હેમાલી પટેલ નામની મહિલાનું મોત હતુ. આ કેસમાં સ્થાનિક કારચાલક રક્ષિત ચૌરસિયા અને તેની સાથે રહેલા યુવકનો પોલીસે તત્કાલિક અસરથી રેપિડ ટેસ્ટ કર્યો હતો. જેમાં ડ્રગ્સનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું હતુ. ત્યારે હવે ખરાબ છાપ ભૂંસવા માગતી પોલીસ અનેક મથામણો કરી રહી છે.
વડોદરામાં રક્ષિત ચૌરસિયાએ કરેલા અકસ્માત ભારે ઉહાપોહ મચી ગયો છે. બાદ પોલીસ નશીલા પદાર્થો પીને ગાડી હાંકતાં લોકો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર અને પોલીસ ટીમે ડ્રિક એન્ડ ડ્રાઈવના કેસમાં ઝડપાયેલા 31 શખ્સોને વ્યસન મુક્તિના શપથ લેવડાવ્યા હતા. જેના વીડિયો પણ સામે આવ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું શપથ લેવડાવીથી લોકો દારુ નહીં પીવે? દારુ નહીં પીવે તેની ખાતરી શું? અહીં પોલીસની કડક કાર્યવાહીની જરુર નથી લાગતી? શું ફરી કોઈ રક્ષિત જેવો કોઈ પાકશે તો?
જો કે હાલ તો નશો કરી વાહન ચલાવનારને શપથને સાથે તેમની વિરુધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે આ કાર્યવાહીમાં પોલીસ ભીનુ તો નહીં સંકેલી તેવી આશંકા સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: મંદિર બચાવવા લડતાં પૂજારીએ ગળાફાંસો ખાધો, પુત્રના ગંભીર આક્ષેપ
આ પણ વાંચોઃ ‘કાલસર્પ’ એક યોગ, દોષ નથી! ભ્રમ તોડવાની જરૂર! | KAAL SARP
આ પણ વાંચોઃ Kheda: શિક્ષિકાને નશીલો શેરડીનો રસ પીવડાવી લૂંટી લીધી
આ પણ વાંચોઃ દિગ્ગજ સંગીતકાર A.R. રહેમાનને છાતીમાં દુખાવો, ECG-ઇકોકાર્ડિયોગ્રામ સહિત અનેક ટેસ્ટ કરાયા