Vadodara: 12 વર્ષથી સરકારી જમીન પર દબાણ કરનાર યુસુફ પઠાણ પર તંત્રની મીઠી નજર, નોટીસ સુધ્ધા પણ નથી આપી

અહેવાલ : સરિતા ડાભી 

Vadodara: વડોદરામાં એક તરફ વડોદરાના એક પ્રાચીન મહાદેવ મંદિરને સરકારી જમીન પર દબાણની નોટિસ આપવામાં આવી છે, જ્યારે બીજી તરફ ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજકીય નેતા યુસુફ પઠાણ દ્વારા 12 વર્ષથી સરકારી જમીન પર કથિત રીતે કરવામાં આવેલા દબાણ પર તંત્ર ચૂપ રહ્યું છે. આ બેવડી નીતિ સામે સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોમાં રોષ ફેલાઈ રહ્યો છે, અને તંત્રની પસંદગીની કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ મામલે હવે વિશ્વામિત્રી બચાવો સમિતિએ ફરી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. અને યુસુફ પઠાણના ગેરકાયદેસર બંગલોને તોડી પાડવા માટે રજૂઆત કરી છે. ત્યારે વકીલ શૈલેષ અમીને ધ ગુજરાત રિપોર્ટ સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, પોતાને હિન્દુત્વવાદી ગણાવતી પાર્ટીને યુસુફ પઠાણ પર કેમ આટલો બધો પ્રેમ છે કે તેઓ યુસુફ પઠાણને બચાવી રહ્યા છે. યુસુફ પઠાણે ગેરકાયદેસર દબાણ કર્યું તેની ફરિયાદ ખુદ ભાજપાના જો કોર્પોરેટરે કમિશ્નપરે ફરિયાદ કરી તો ઉપરથી પ્રેસર આપીને આ કોર્પોરેટરોને કેમ ચૂપ કરાવી દેવામાં આવ્યા આ તમામ અંગે વકીલ શૈલેષ અમીને ખુલાસાઓ કર્યા છે.

12 વર્ષથી સરકારી જમીન પર દબાણ કરનાર યુસુફ પઠાણ પર તંત્રની મીઠી નજર

વકીલ શૈલેષ અમીને આ મામલે તંત્ર પર સવાલ ઉઠાવ્યા હતા તેમણે કહ્યુ કે, એક તરફ સરકારી તંત્ર મહાદેવના મંદિરને નોટીસ આપે છે જે 24 કલાક ખુલ્લુ હોય છે અહીં હજારો ભક્તો તેના દર્શન માટે આવતા હોય છે જ્યારે બીજી તરફ ક્રિકેટર અને તૃણમૂલ સાંસદ યુસુફ પઠાણે કોર્પોરેશનની જમીન પર દબાણ કર્યું હોવા છતાં લેન્ડ ગ્રેબિંગની નોટિસ અપાઇ નથી. હાઈકોર્ટને કોઈ એવો સ્ટે નથી કે તંત્ર યુસુફ પઠાણની બંગલો તોડી ના શકે. કેમકે તેની પાસે માલિકી પુરાવા નથી, પરંતુ જાણીજોઈને તેને બચાવવામાં આવે છે.

યુસુફ પઠાણ પાસે માલિકી પુરાવા નથી

વકીલ શૈલેષ અમીને હાઈકોર્ટમાં કોઈ પ્રકારે પાલિકાને મકાન તોડવાનો હુકમ કર્યો નથી. યુસુફ પઠાણે પ્રોસિઝરને જ ચેલેન્જ કરી હતી. ત્યારે હાઈકોર્ટે એવું કહ્યુ હતુ કે, તમારે સ્ટેનો ઓર્ડર જોઈતો હોય તો માલિકી પુરાવા લઈને આવો. પરંતુ યુસુફ પઠાણ પાસે માલિકી પુરાવા હતા નહીં તેની માલિકી કોર્પોરેશનની હતી. ત્યારે કોર્ટની પ્રોસિઝર લાંબી ચાલે તેના માટે કોર્પોરેશનના વકીલ મૌલિક નાણાવટીએ સહકાર આપ્યો કેમકે, કોર્પોરેશન અને ભાજપના શાશકો જ એવું ઈચ્છે છે કે યુસુફ પઠાણનું દબાણ રહેવા દેવાય.

ભાજપના જ કોર્પોરેટરોએ કરી હતી ફરિયાદ

સાંસદનું ચૂંટણી પુરી થઈ ગઈ ત્યારે સૌથી પહેલા કોર્પોરેટર વિજય પવાર તમામ કાગળીયા લઈને મ્યુનસિપલ કમિશ્નર પાસે ગયા હતા અને છતાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી. જે બાદ હિન્દુત્વનો ઝંડો લઈને ફરતા ભાજપ કોર્પોરેટર નિતીન ડોંગાએ પણ તમામ કાગળિયા લઈને મ્યુનસિપલ કમિશ્નર પાસે ગયા હતા. પંરતુ બીજે દિવસે તેઓ આ મામલે કંઈ પણ બોલવા તૈયાર નહોતા.

ભાજપા કોર્પોરેટરો કોના દબાણથી ચૂપ થઈ ગયા ?

ભાજપના જ એક પૂર્વ કોર્પોરેટરે યુસુફ પઠાણ લખિતમાં ફરિયાદ આપી હતી. અને આ ફરિયાદ જોઈને બીજા કોર્પોરેટર પણ યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. આ બંન્નેને કોનુ દબાણ આવ્યું તો ચુપ થઈ ગયા. એટલા માટે તેમને ઉપરથી પ્રેશર કરવામા આવ્યું હોવાનો આક્ષેપ શૈલેશ અમીને કર્યો હતો.

વકીલ શૈલેશ અમીને ઉચ્ચારી ચીમકી

વકીલ શૈલેશ અમીને યુસુફ પઠાણના ગેરકાયદેસર બંગલોને તોડ પાડવા માટે પત્ર લખ્યો છે અને જો તે બંગલો નહીં તોડવામાં આવે તો વિશ્વામિત્રી બચાવો સમિતિ જનજાગૃતિ અભિયાન કરીને લોકોને જાગૃત કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે.

આ કારણે ભાજપ યુસુફ પઠાણને બચાવે છે ?

હિન્દુત્વના નામે રાજનીતિ કરતી સરકાર યુસુફ પઠાણને નોટીસ આપતી નથી. અને મહાદેને નોટીસ આપે છે આવી કૃપાદ્રષ્ટી કયા કારણે? ભાજપા ક્યા કારણે યુસુફ પઠાણને બચાવે છે તે અંગે વકીલ શૈલેષ અમીને જણાવ્યું કે, મમતા બેનર્જીની TMC પાર્ટી ઓપેઝીશન UPAમાં એલાયન્સમાં નથી. અને યુસુફ પઠાણને અહીંથી મમતાને સોંપનાર કદાચ ભાજપ જ છે. ચૂંટણી લડવા માટે , કેમકે કોંગ્રેસના અધિરંજનને હરાવવા માટે મોકલ્યા હતા અને તેમને હરાવ્યા પણ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અધિરંજન ઘણા વર્ષોથી હારતા ન હતા જેથી તેમને હરાવવા માટે ભાજપે અહીંથી યુસુફ પઠાણને મોકલ્યા હતા. અને યુસુફ પઠાણે તેમને હરાવ્યા એટલા માટે તેમના પર ભાજપની કૃપાદ્રષ્ટી છે. મને એક કાઉન્સેલરે કહ્યું કે, આ દિલ્હીથી પ્રેસર આવ્યું છે.

સરકારની નીતિમાં પક્ષપાત

યુસુફ પઠાણ જેવા પ્રભાવશાળી વ્યક્તિને નોટિસ ન આપવી એ દર્શાવે છે કે સરકારની નીતિમાં પક્ષપાત છે.મંદિરોને નોટિસ આપવામાં સરકારને કોઈ વાંધો નથી, પણ પ્રભાવશાળી લોકોના દબાણ પર બુલડોઝર શા માટે નથી ફરતું?આ ઘટનાએ એક વખત ફરી સાબિત કર્યું છે કે સરકારની દબાણ દૂર કરવાની નીતિમાં પારદર્શિતા અને નિષ્પક્ષતાની ખોટ છે. જ્યાં સુધી શક્તિશાળી લોકો સામે કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી આવા વિવાદો ચર્ચામાં રહેશે, અને સરકારની નીતિ પર સવાલો ઉઠતા રહેશે.

આ પણ વાંચો:

Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

Vadodara: મંદિરમાં ઘૂસી વિધર્મીએ પુજારીને માર માર્યો

પાણી બંધ કરશો, તો તમારા શ્વાસ બંધ કરીશું, Pakistani સેનાની આતંકી ભાષા

Gondal: અમીત ખૂંટના પરિવારે સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી!, શું કરી માગ?

અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona

અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona

જ્યોતિ મલ્હોત્રાના પિતાએ કહ્યું મારી પાસે વકીલ રાખવા પૈસા નથી, તપાસમાં પોલીસને શું મળ્યું? | Jyoti Malhotra

MNREGA Scam: દાહોદ ભાજપાના અન્ય નેતાઓની સંડોવણી બહારની શંકા પ્રબળ!

Indigo Flight મામલે નવો ખુલાસો: પાકિસ્તાને પોતાના એરસ્પેસમાં ઉડાનની મંજૂરી આપી ન હતી!

Related Posts

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત
  • August 6, 2025

Bhavnagar: ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કચરા ડમ્પિંગ પોઈન્ટ પર એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં 17 વર્ષીય યુવક મોહમ્મદ આસિફ ગુફરાન મોહમ્મદ ઇલ્યાસ અંસારીનું મોત નીપજ્યું.…

Continue reading
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?
  • August 6, 2025

Surat: સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ડ્રગ માફિયાએ પોલીસની ગતિવિધી પર નજર રાખવા સીસીટીવી કેમેરા અને વોકીટોકીનો ઉપયોગ કર્યો હતો. અને આ જ કારણે તે પોલીસની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 1 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 4 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 10 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 23 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 8 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 12 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ