
Vadodara: વડોદરાના ભાયલી વિસ્તારમાં મુનવિલા હોટલમાં યોજાયેલી એક બર્થડે પાર્ટી સેલિબ્રેશન દરમ્યાન દારૂની છોળો ઉડી હતી પણ પોલીસે રેડ પાડતા પાર્ટીના રંગમાં ભંગ પડ્યો હતો પોલીસે ત્રણ કોલેજીયન યુવતીઓ સહિત સાતની નશો કરેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા.
આજનું જનરેશન નશામાં ડૂબી રહ્યું છે અને ઠેરઠેર દારૂ અને ડ્રગ્સ પાર્ટીઓ જે રીતે પકડાઈ રહી છે તે જોતા સભ્ય સમાજમાં હવે ચિંતા પ્રસરી છે અને આવનારા સમયમાં સમાજ પોતાના બાળકોનું ધ્યાન નહિ રાખેતો યુવા ધન બરબાદ થઈ જશે.જે માતાપિતા એમ માને છે કે તેમના બાળકો કારકિર્દી બનાવવા સ્ટડી કરી રહ્યા છે અને ભરોસો મૂકી છૂટ આપી રહયા છે પણ મોર્ડન હોવાનો દેખાડો કરવા દારૂ-સિગારેટ અને ડ્રગ્સના રવાડે ચડી જાય છે આવા અનેક કિસ્સા સામે આવી રહયા છે ત્યારે પોલીસે તમામને પાઠ ભણાવવા પકડાયેલા તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા તાલુકા પોલીસ મથકને હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવ્યો હતો કે, ભાયલી ગામ સ્થિત મુનવિલા હોટલમાં રૂમ નં. 402માં દારૂની મહેફિલ ચાલી રહી છે જેથી પોલીસે રેડ કરતા દારૂની પાર્ટી ઝડપાઇ હતી જેમાં ત્રણ યુવતિ સહિત સાત જણા દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું સામે આવ્યુ હતુ.
પોલીસે અકોટા પોલીસ લાઇન સામે શિવશકિત નગરમાં રહેતા દર્શન રવિન્દ્ર પાટીલ, નોએલ સરજુભાઈ મહેરા, ધૃવ કમલસિંહ રાજપુત, કારેલીબાગ અંબાલાલ પાર્કમાં રહેતા કરણ પલ્કેશભાઈ ઠક્કર અને ત્રણ યુવતીની અટકાયત કરી હતી. ત્રણેય યુવતીઓ કોલેજમાં અભ્યાસ કરતી હોવાનું ખુલ્યું છે. જ્યારે બે યુવક વ્યવસાય અને બે યુવક નોકરી કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં એક યુવતીનો બર્થ ડે હોવાને લઈ બર્થડે સેલિબ્રેટ કરવા દારૂની મહેફિલ યોજી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે 12,080ની કિંમતની દારૂની ચાર બોટલ 1.55 લાખની કિંમતના 6 મોબાઇલ ફોન મળી કુલ 1.67 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો આ ઘટનાને લઈ આજનું યુવાધન ક્યાં જઈ રહ્યું છે તે પ્રતીત થઈ રહ્યું છે અને ભણવાની ઉંમરે દારૂના રવાડે ચડી જઈ જિંદગી બરબાદ કરવા નીકળેલી યુવતીઓ પેરેન્ટ્સ માટે લાલબત્તી સમાન છે.
આ પણ વાંચો:








