
Rajkot Crime: રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેલેન્ટાઈન ડેના સગીરા સાથે તેના મિત્રએ જ કારમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. જો કે આ ઘટનામાં સગીરાની સઘન પૂછપરછ કરતાં નવો વળાંક આવ્યો છે. જેમાં સગીરા સાથે તેના સાવકા પિતાએ પણ થોડા સમય પહેલા દુષ્કર્મ આચર્યું હોવાનું સામેઆવ્યું છે. ઉપરાંત સાવકા પિતાના મિત્રએ પણ સગીરા પાસે બીભત્સ માંગણી કરી હતી.
માતા પુત્રીને સાથ આપવાના બદલે ધમકાવી
આ વાતની જાણ સગીરાએ માતાને કરતાં મદદ કરવાને બદલે ધમકાવી હતી અને જો કોઈ ને જાણ કરીશ તો મારી નાખીશ એવી ધમકી આપી હતી. જો કે હાલ માતા ફરાર થઈ ગઈ છે.
ત્રણ શખ્સોની ધરપકડ, માતા ફરરા
આખરે ગાંધીગ્રામ પોલીસમાં ભોગ બનનાર સગીરાની માતા, સાવકા પિતા અને સાવકા પિતાના મિત્ર સામે દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે, જેમાં પોલીસે આરોપી સાવકા પિતા અને તેના મિત્રની ધરપકડ કરી સગીરાની માતાની શોધખોળ હાથ ધરી છે. પોલીસે સાવકા પિતા-માતા અને મિત્ર અને સગીર વિરુદ્ધ દુષ્કર્મ-પોક્સોનો ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચોઃ Rajkot: શંકરસિંહ વાઘેલાનું દારૂ અંગે નિવેદન: ઘણી જગ્યાએ બહેનો દારૂ પીવે છે, દારૂબંધી જ ખોટી!
આ પણ વાંચોઃ Mahakumbh: સંગમનું પાણી ન્હવા લાયક નથીઃ કરોડો લોકોએ સ્નાન કરી લીધા બાદ CPCBનો રિપોર્ટ
આ પણ વાંચોઃ યોગી આદિત્યનાથને હવે ઉર્દૂ ભાષાથી પણ વાંધો પડ્યો; ઉર્દૂ શિખવા માત્રથી મૌલવી બની જવાય?